________________
* તેઓ વેદના લખાણમાં ભૂલો પણ બતાવે છે. તેઓ કહે છે કે–લખાણના પા. ૧૩ “વત્ર તિથિમા ચન્દ્રચારયતં” એમ વૈદ કહે છે, તે ભૂલ છે. તિથિનો આધાર વર્તમાન પંચાગોમાં ફક્ત ચંદ્રચાર પર નથી, પણ સૂર્ય અને ચંદ્ર બન્નેના અન્તર ઉપર છે. * વૈદે પા. ૨૨ “વૃક્ષા તિથિર્રિયં છૂરાતીતિ જાતરા ? એમ લખ્યું છે. પ્રથમ તેઓ કહે છે કે જે તિથિ,બે સૂર્યોદયને સ્પર્શે છે તે વૃદ્ધિતિથિ કહેવાય છે. પ્રથમ તો તે આમ નક્કી કરે છે, અને વળી પાછા પ્રશ્ન કરે છે કે-કઈ તિથિ સૂર્યોદયને સ્પર્શે છે ? આ બેહુદું છે.
હવે વૈદના પક્ષપાત વિષે અને આ સાગરાનંદસૂરિને કરેલા અન્યાયનો નિર્દેશ કરીએ છીએ. આ સાગરાનંદસૂરિ કહે છે કાંઈ, અને વૈદ તેનો અર્થ કરે છે જુદી રીતે તેના દાખલા આ રહ્યા. વૈદ પાના ૧૦ ઉપર બીજા વિવાદ પદમાં
यद्याचार्यश्रीसागरानन्दसूरीणां मतेन पर्वतिथीनां क्षय एव न भवति, तदा सिद्धा. न्तटीप्पणप्राप्तानां षण्णां तिथीनां क्षये सति किं शास्त्रमनुरुध्याराधना कृता भवेत् किं पूर्वासामपरतिथीनां क्षयेणोतान्यथा इति ते प्रष्टव्याः। पौषपूर्णिमाषाढपूर्णिमाक्षये च तयोः पर्वानन्तरतिथित्वात्रयोदश्याः क्षयं कृत्वैव तयोराराधना तदानीं कृता आसीदिति चेत्तेषां मतं तदा किं शास्त्रं प्रमाणीकृत्य तैरेवमुच्यत इति ते प्रष्टव्याः । 'क्षये पूर्वा तिथिः कार्या' इत्येव तच्छास्त्रमिति चेत्कथमस्य श्लोकपादस्य 'पर्वतिथीनां क्षये पूर्वासामपर्वतिथीनां क्षयः कार्यः' इत्येतादृशी व्याख्या शास्त्रेषु क्वापि न दृश्यते इति तैर्वक्तव्यम् । अस्माभिस्त्वेतादृशः श्लोकार्थः क्वापि न दृष्टः । तस्मादेव तादृश्या व्याख्यायाः क्वाप्यदर्शनादध्याहारादिभिर्वाक्यार्थनिर्णये दोषाच निर्मूलैवाचार्यश्रीसागरानन्दसूरिभिरभीप्सिता 'क्षये पूर्वी तिथिः कार्या' इत्यस्य श्लोकपादस्य व्याख्येत्यवश्यमभ्युपगन्तव्यं भवति ।
અહિં વૈદ કહે છે કે આ સાગરાનંદસૂરિ, આરાધનામાં પર્વતિથિક્ષયને સિદ્ધાન્ત સ્વીકારતા નથી વગેરે. આ હકીકત ખરી નથી. આચાર્ય સાગરાનંદસૂરિ આટલું જ કહે છે કે જે પર્વતિથિનો ક્ષય હોય તો તિથિની આરાધનાની પવિત્રતા જાળવવા માટે ( પૂર્વા.) શાસ્ત્રાધારે આગલી તિથિનો ક્ષય ગણવો જોઈએ પણ પર્વતિથિ ન ઉડાવવી. જયારે વૈદ કહે છે કે-“ક્ષ પૂર્વા તિથિઃ ” મુજબ “પર્વતિથિની આગલી તિથિ લેવી જોઈએ, પરંતુ બેવડી પર્વતિથિ વખતે પાછલી તિથિ-પાંચમ, પૂર્ણિમા કે અમાસનો ક્ષય હોય ત્યારે આગલી પર્વતિથિનો ક્ષય ન ગણવો જોઈએ.” તેનો જવાબ એ છે કે–પર્વતિથિની પવિત્રતા જાળવવા આગલી તિથિનો ક્ષય કરાય છે. પણ બે જોડીયા પર્વ આવે ત્યારે પાછલી પર્વતિથિ સાચવવા જતાં આગલી પવૅતિથિનો નાશ થાય છે. તેથી કરીને (ઉપરના ક્ષયે પૂર્વ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat