________________
અંગ્રેજી સંકલિતાંશને અક્ષરશ અનુવાદ
' યાનેપર્વતિથિક્ષયવૃદ્ધિવ્યવસ્થાપત્રનું નિગમ
આ સાગરાનંદસૂરિજી જૈન આચાર્યોના જુના સિદ્ધાંતોને માને છે. ધાર્મિકક્રિયાઓમાં જુના માર્ગથી તેઓ જરાપણ ફેરફાર કરવા માગતા નથી. જુના શાસ્ત્રોના પ્રમાણથી અને ચાલુ અવિચ્છિન્ન પ્રણાલિકાથી તેઓ પોતાના મતનું સમર્થન કરે છે. જ્યારે આ રામચંદ્રસૂરિજી, જુનો સિદ્ધાંત સ્વીકારતા નથી. અને નવી પોતાની પ્રણાલિકાને સ્વીકાર કરવા માગે છે. તે ફેરફાર માટે તેઓ પિતાની જ વિચારસરણીને આધાર લે છે.
જૈન ધર્મમાં કેટલીક પર્વતિથિઓ છે, આ દિવસોમાં જેનો જુદા જુદા નિયમો પાળે છે. અને ખાસ ધાર્મિકક્રિયાઓ કરે છે. વર્તમાન લૌકિકપંચાંગોમાં સૂર્ય ચંદ્રની ગતિ ઉપર તિથિને આધાર છે. જ્યારે તેઓની ગતિમાં બાર અંશનો ફેર થાય છે ત્યારે તિથિની ઉત્પત્તિ ગણે છે. સૂર્યચંદ્રની ગતિ મુકરર નહિ હોવાથી અને દરરોજ ફરતી હોવાથી તિથિ નાની મોટી થાય છે. તેથી તિથિનું પ્રમાણ ઓછામાં ઓછું ૫૪ ઘડી અને વધુમાં વધુ ૬૬ ઘડી હોય છે. એક દિવસમાં ૬૦ ઘડી હોય છે. તેથી કેટલીક તિથિઓ એક દિવસમાં સૂર્યોદયને સ્પર્શવા વગર ખલાસ થઈ જાય છે. અને કેટલીક તિથિઓ બે સૂર્યોદયને સ્પર્શે છે. અનુક્રમે આ તિથિઓ ક્ષય અને વૃદ્ધ કહેવાય છે. આ ક્ષય વૃદ્ધ તિથિઓ ધાર્મિક અનુષ્ઠાન માટે અને શુભકાર્યો માટે નકામી ગણાય છે.
હવે પર્વતિશિની ક્ષયવૃદ્ધિ હોય તો પર્વ કેવી રીતે આચરવાં ? એ સવાલ લ્મિો થાય છે. આ વખતે આરાધના માટે તે તિથિ મેળવવાને શાસ્ત્રોની આજ્ઞા
જાથે પૂર્વ તિથિઃ વાર્તા, ગૃહો જાર્યા તથોરા” છે. આનો ચોખો અર્થ એ થાય કેશય વખતે તેને સ્થાને આગલી તિથિ લેવી. અને વૃદ્ધિમાં પાછલી તિથિ ક્રિયાઓમાટે લેવી. (એટલે કે-તેજ તિથિ તરીકે પાછળના સૂર્યોદયને સ્પર્શે તે દિવસ પાળવો જોઈએ.) આ આજ્ઞા તદ્દન સ્વાભાવિક અને વાસ્તવિક છે. વાસ્તવિક રીતે કોઈપણ તિથિ સમગ્ર ક્ષીણ કે વૃદ્ધ હોતી જ નથી, દરેક તિથિ તેના માનમુજબ હયાતી ધરાવે છે. પર્વની આરાધના, તિથિ હયાત હોય ત્યારે જ કરવી જોઈએ. ક્ષય વખતે સ્થિતિ એવી હોય છે કે-ક્ષય અગાઉની તિથિ સૂર્યોદય વખતે હોય છે. થોડા સમય બાદ શ્રેયતિથિ શરૂ થાય છે, અને બીજા દિવસના સૂર્યોદય પહેલાં તે સમાપ્ત થાય
છે. એટલે ખરી રીતે આગલી તિથિ સૂર્યોદયને સ્પર્શે તે જ દિવસે ક્ષયતિથિ વિધShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com