________________
(૬૩) વૈદે પહેલાં તો બંને આચાર્યોનાં નિવેદનો તથા પ્રમાણને વિચારવા જોઈતા હતા, અને પછી બંનેના નિવેદનો અને પ્રમાણેને સરખાવીને તથા ચર્ચા કરીને પોતાનો અભિપ્રાય બાંધવો જોઈતો હતો, અને રજુ કરવો જોઈતો હતો. વૈદે લખાણમાં કોઈપણ જગ્યાએ આ વિજયરામચંદ્રસૂરિ શું કહે છે અને સમજાવે છે તે તો દર્શાવ્યું જ નથી અને તેની ચર્ચા પણ કરી નથી! આ૦ સાગરાનંદસૂરિએ જે કહેલું છે તે જ ફક્ત વૈદ બતાવે છે, અને તેની ચર્ચા કરીને તે બધું નકારે છે. વૈદે લખાણમાં આ વાત ફરી ફરીને કરી છે, અને આ સાગરાનંદસૂરિએ ટાંકેલાં બધાં પ્રમાણે કોઈપણ ચર્ચા અથવા સાબિતિ સિવાય તિરસ્કાય છે.
આચાર્ય સાગરાનંદસૂરિનાં બીજાં કેટલાંક મન્તવ્યો, કે જેને વિવાદના પ્રશ્ન સાથે કોઈપણ સંબંધ નથી તે પણ વૈદે રજુ કર્યા છે, અને નકાર્યા છે જો કેકેટલેક સ્થળે આ૦ સાગરાનંદસૂરિની પ્રશંસા કરવામાં આવી છે, તે છતાં તેમનાં મંતવ્યોને નિર્દય રીતે અને ગેરવાજબી રીતે ફેંકી દીધાં છે. અને તે કોઈપણ રીતે શોભાસ્પદ ન ગણાય તેવી રીતે ફેંકી દીધાં છે. આ બધી હકીકતો જણાવે છે કેવૈદ નિષ્પક્ષપાત નથી. જો કે તેમ હોત તો લખાણને આ રંગ ન લાગત. આ૦ સાગરાનંદસૂરિની વૈદ ટીકા કરે છે, પણ આ વિજયરામચંદ્રસૂરિનું કહેવું શું છે? તે જણાવવાની તકલીફ લેતા નથી ! આ હકીક્ત તે લખાણ વાંચનાર કોઈપણ મનુથને સહેલાઈથી સ્પષ્ટ સમજાય તેમ છે.
પા. ૨૩ ઉપર “સર્વજનીન વિરમણ માબ્રિચ ટોક્ટિોત્તરોડ થવहारः प्रवृत्त इति स एव समर्थनीयः' इति धियैव तैराचार्यश्रीसागरानन्दसूरीणां प्रतिपસર્વ સ્વીકૃતં પ્રવામિnિfમશ્વ સ્વામિનતં સમજૈતન્. અહિં વૈદ કહે છે કે–આ. વિજયરામચન્દ્રસૂરિનો મત છે કે-સામાન્ય પંચાંગ અનુસરવા જોઈએ. આ વ્યાજબી નથી. કારણ કે–સનાતનીઓમાં પણ સ્માર્યો, એકાદશી એક દિવસે માને છે, અને વૈષ્ણવો બીજે દિવસે માને છે. કારણ કે-તેઓની ધાર્મિક માન્યતાઓ જુદી છે. તેવી જ રીતે જૈનધર્મ તદ્દન જુદો અને સ્વતંત્ર મત છે, અને તેના અનુયાયીઓ પોતાના સિદ્ધાંતો અને માન્યતાઓની પવિત્રતા જાળવી રાખવા હકદાર છે.
વૈદ કહે છે કે–આ. વિજયરામચંદ્રસૂરિએ પોતાના નિવેદનને મજબુત દલીલો અને પ્રમાણોનો ટેકો આપેલ છે.” છતાં આશ્ચર્યજનક એ છે કે-વૈદના આ લખાણમાં તે આચાર્યની એકપણ દલીલ અમને શોધી પણ જડતી નથી! ઉલટું એમ જણાય છે કે–વૈદ પોતે આ. વિજયરામચંદ્રસૂરિનો સ્વાંગ ધરે છે, અને આ૦ સાગરાનંદસૂરિની દલીલો ઉપર અણસમજપૂર્વક અને અયોગ્ય રીતે હુમલો કરે છે. આમ ન હોત તો તે લખાણનો જૈન સમાજ આટલી આકરી રીતે સામનો કરતા નહિં; તેમજ બધા સુવિખ્યાત પંડિતોએ તે લખાણ સામે એક સરખો વાંધો ઉઠાવ્યો હત નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com