________________
(૬૪)
છેવટે હું નિર્દેશ કરીશ કે–સાચા જૈને વ્યક્તિની લાગણીથી દોરવાઈ જવું નહિ જોઇએ. તેણે ધાર્મિક આજ્ઞાઓ અનુસરવી જોઇએ અને જૈનશાસ્ત્રોએ વિહિત કરેલા દિવસોએ આરાધના કરવી જોઇએ, અયોગ્ય દિવસોએ કરેલી આરાધનાઓ ઇચ્છિત ફલને આપતી નથી, અને જો તે ચોક્કસ રીતે નુકશાનકારક નથી તો પણ ધાર્મિક આરાધના તરીકે ચોક્કસ નકામી છે. તેથી કરીને હું વાંચનારાઓને આગ્રહ કરૂં છું કે—તેમણે આ હકીકતનો અભિનિવેશ રહિત થઇને અને શાંતચિત્તે વિચાર કરવો. અને તેમ થશે તો મને ખાત્રી છે કે–તેઓ આચાર્ય સાગરાનંદસૂરિજી, જે કહે છે અને પ્રતિપાદન કરે છે, તેમાંજ સત્ય રહેલું છે તે સહેલાઈથી જાણી શકશે.
Sd/ મહામહોપાધ્યાય ચિન્નસ્વામી શાસ્રી. પ્રિન્સીપલ, ધર્મવિજ્ઞાનવિભાગ અેરીએન્ટલ કૉલેજ, હિંદુ યુનીવરસીટી, અનાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
J
:
www.umaragyanbhandar.com