Book Title: Shasan Jay Pataka
Author(s): Zaverchand Ramchand Zaveri
Publisher: Zaverchand Ramchand Zaveri

View full book text
Previous | Next

Page 69
________________ (૬૦) માન છે. તેથી પર્વની આરાધના કરનારે આગલી તિથિના સૂર્યોદય સ્પર્શવાળા દિવસે આગલી તિથિને બદલે તે પર્વતિથિનું નામ આપીને પર્વનું પાલન કરવું. તે જ મુજબ વૃદ્ધિ વખતે બીજા સૂર્યોદયવાળા દિવસને જ પર્વતિથિનું નામ આપીને પર્વ તરીકે પાળવા માટે લેવામાં આવે છે, જે આગલા સૂર્યોદયવાળી તિથિ લઈએ તે સાધારણ અને વૃદ્ધિ તિથિમાં કાંઈપણ તફાવત ન રહે. તેથી પાછલી તિથિ પાળવી જોઈએ. આ વાતને દલીલને પણ ટેકો છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે-કઈ તિથિને પર્વ નામ આપવું અને પાળવી તેને માટે આજ્ઞા એ છે કે-આગલી અપર્વતિથિ (બન્નેય) ક્ષય અગર વૃદ્ધિ તરીકે ગણવી. માનો કે--અષ્ટમી તિથિનો ક્ષય છે. ત્યારે સમી ક્ષય તરીકે ગણાય છે. અષ્ટમીની વૃદ્ધિ હોય ત્યારે પાછલી અષ્ટમી અષ્ટમીના પાલન માટે લેવામાં આવે છે, અને આગલી સપ્તમી વૃદ્ધિ તરીકે ગણાય છે. બે પર્વતિથિઓ સાથે આવે ત્યારે (ભાદ્ર-શુકલા-ચતુર્થી–પંચમી, ચૌદશ-પૂર્ણિમા, ચૌદશ-અમાસ) આમાં પંચમી અથવા પૂણિમા કે અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિ થાય ત્યારે જોડાણ પર્વતિથિને કાયમ જડે રાખવાની હોવાથી તેમજ વચ્ચે આરાધનામાં ગાળો-અંતર નહિ. હેવો જોઈએ તેથી તે વખતે તૃતીયા અને ત્રયોદશીની ક્ષયવૃદ્ધિ કહેવી અને માનવી. આ જુની પ્રણાલિકાની માન્યતા છે, અને આ૦ સાગરાનંદસૂરિ આને અનુસરે છે. આ. વિજયરામચંદ્રસૂરિ અને વૈદના મત મુજબ આવા પ્રસંગોએ “પર્વપાલન ચતુર્થી એ જ થવું જોઈએ. પણ ચતુથી અને પંચમી, એ બન્ને પૃથક પૃથક દિવસે નહિ. આવી રીતે પૂર્ણિમા અને અમાવાસ્યાના ક્ષય વખતે પર્વપાલન ી ચતુર્દશીએ જ હોવું જોઈએ. તેમના મત મુજબ ઉપરોક્ત શાસ્ત્રાધાર (ા પૂર્વા.) નો અર્થ એ થાય છે કે–બંને પર્વપાલનો પહેલાંની તિથિએ જ પાળવાં જોઈએ. આ૦ સાગરાનંદસૂરિના મત મુજબ પહેલાની તિથિ પણ પર્વતિથિ હોવાથી તેની પણ આગલી-તરતની જ તિથિનો ક્ષય અથવા વૃદ્ધિ ગણવી જોઈએ. “यां तिथिं समनुप्राप्य उदयं याति भास्करः । सा तिथिः सफला ज्ञेयाऽध्ययने તપરાનો”, તિથિશ્વ પ્રાતઃ પ્રત્યાહ્યાવેરાયાં ચા તો િત સ ઝમાળ, વિગેરે અને “મિ કા તિહી ના માળામગરી વરમાળા બાળમંજsળવા મિચ્છત વિરાળં પ’ આવી જૈન શાસ્ત્રાજ્ઞાઓ મુજબ આરાધના કરવાની તિથિઓ સૂર્યોદય વખતે હોવી જોઈએ. તેથી જુની પ્રણાલિકા અને ચાલુ રિવાજ મુજબ સૂર્યોદય વખતે પર્વતિથિ નહિ હોવા છતાં તે ક્ષયતિથિ આગલી તિથિએ લખાય છે. કારણ કે-તેથી નુકશાન નથી અને સારા કાર્યોની સિદ્ધિ થાય છે. આ વિજયરામચંદ્રસૂરિ આ શાસ્ત્રસિદ્ધ હકીકતને અયોગ્ય માને છે. તકરારના આ મુખ્ય મુદ્દા છે. મહામહોપાધ્યાય તથા પ્રખ્યાત પંડિતો આ૦ સાગરાનંદસૂરિજીના મતને સાચા તરીકે સ્વીકારે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74