Book Title: Shantidevacharya ane Adhyapaka Kaushamibiji
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૮ ] દૃન અને ચિંતન રીતે મહાયાન ભાવનાનું પ્રાધાન્ય દર્શાવ્યું; જે જૈન પરંપરાએ પણ ધડે લેવા જેવું છે. હવે રાજકારણ, સમાજકારણ કે અર્થકારણ એકેએક ક્ષેત્રમાં સ’કુચિત થયે પોસાય તેમ નથી, એવી સ્થિતિમાં જો ધમ પણ પથ અને સંપ્રદાયની સંકુચિત સીમાઓમાં પુરાઈ તદ્નુસારી જ વિચાર-આચાર કરે તો તે પણ હવે ટકી ન શકે, ગાંધીજીએ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં મહાયાન માનસ છવી બતાવ્યું છે; અને આજે આપણે જોઈએ છીએ કે આચાય વિનેબા એ ભાવનાને કેવી રીતે વિકસાવી રહ્યા છે તેમ જ કેવી રીતે જીવી બતાવે છે. આવી અનુકૂળ પરિસ્થિતિમાં પ્રસ્તુત લઘુ પુસ્તિકાનું મૂલ્ય વધારે અંકાશે એ નિઃશંક છે. અને તે રીતે ‘ આત્મસિદ્ધિ’ પછી આ પુસ્તકની પસંદગી સવેળાની છે. એમ તા શ્રી. મુકુલભાઈ એ કૌશાંબીજીનું જીવનચરત્ર સંક્ષેપમાં જુદું આપ્યું છે. એમની ‘ આપવીતી’ અને બીજી સામગ્રીને આધારે એ ચરિત ટૂંકમાં પણ કૌશાંબીજી વિષે બધી જરૂરી માહિતી પૂરી પાડે છે. કૌશાંબીજીનું જીવન જે વાંચે તેને નિરાશા તે સ્પર્શી જ ન શકે. નિરાશા અને અધકારના ઊંડા ખાડામાંથી સતત સ્વપ્રયત્ને કૌશાંબીજી ધ્રુવી રીતે પ્રકાશના માર્ગ ઉપર આવ્યા અને અનેકના ગુરુ બન્યા એનું ચિત્ર એમના સંક્ષિપ્ત જીવનચરિત્રમાંથી પણ અવગત થાય છે. એટલે તે વિષે અહીં મારે કાંઈ લખાવવું નથી. તેમ છતાં, તેમની સાથે મારા જે અનેક વર્ષોં લગી સતત પરિચય રહ્યો, તેમની પાસે મેં જે કાંઈ બૌદ્ધ શાસ્ત્રો વિષે મેળવ્યું, અને છેલ્લે ૧૯૪૬માં તેમના અનરાનના સાક્ષી થવાનો પ્રસંગ આવ્યું, તે ખાખત કાંઈક લખું તો તે વાકાને ઉપયોગી પણ થશે; અને એમના જીવન અંગે કેટલીક હછ લગી કદાચ અજ્ઞાત રહેલી ખાખતા પ્રકાશમાં આવશે. ઈ. સ. ૧૯૧૭માં એમને ઘેર જ હું પૂનામાં કૌશાંબીજીને પ્રથમ વાર્ મળ્યા, જ્યારે કૃપલાનીઝ પણ હતા. ચર્ચા અહિંસાથી શરૂ થઈ; અને મારો ઘણા વખત પહેલાંથી બૌદ્ધ પિટા ગુરુમુખથી શીખવાતા સંસ્કાર જાગ્યા. પણ એ વાત તે વખતે ત્યાં જ રહી. ૧૯૨૨માં કૌશાંબીજી ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ મંદિર ખાતે જોડાયા. મને આ તક મળી, મે' પણ ગુજરાત વિદ્યાપીઠમાં રીતસર જોડાવાનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10