Book Title: Shantidevacharya ane Adhyapaka Kaushamibiji Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ દર્શન અને ચિંતન ખરી રીતે તથાગત મુદ્દે બ્રહ્મવિહારરૂપે મૈત્રી આદિ ચાર ભાવનાના ભારપૂર્વક વારવાર ઉપદેશ કર્યો, ત્યારે તેમણે સમગ્ર વિશ્વમાં મૈત્રીયુક્ત ચિત્તને ભરી દેવાનું કહ્યું' અને એવી મૈત્રીને પરિણામે જગતવ્યાપી કરુણા આચરવાનું પણ કહ્યું. શાંતિદેવ એ જ બ્રહ્મવિહારના તંતુને મહાયાન ભાવના રૂપે પોતાની કવિતામાં ગૂંથે છે. જેમ ગાંધીજીની દૈનિક પ્રાથનામાં <$] * એ મૈત્રી અને કરુણાપૂર્ણ ભાવના આવે છે, તેમ જ શાંતિવેદે · ધિચર્યાવતાર ’માં એવી ભાવના કવી છે. ‘ એધિચર્યાવતાર ’ વાંચતાં એ પ નથી પડતી કે શાંતિદેવ શૂન્યવાદી છે; પણ છાપ એ ઊઠે છે કે, તેમની ધગશ આખા વિશ્વનું કલ્યાણ કરવાની છે અને તે માટે જોઈતા સદ્ગુણા કેળવવાની છે. અધ્યાપક કૌશાંબીજી આમ તે વિરમાગી યૌદ્ધ પરંપરાના અનન્ય અભ્યાસી અને પાલિ વાડ્મયના પારદર્શી વિદ્વાન હતા. પણ તેમનામાં મેં જે મૈત્રી અને કરુણાત્તિના ઉદ્રેક જાતે અનુભવ્યેા છે, તેની શાંતિદેવના તેવા ઉદ્રેક સાથે તુલના કરુ છું તો કહ્યા સિવાય રહી નથી શકાતું કે, કૌશાંબીજી ખરા અર્થમાં મહાયાની હતા અને જાણે કે શાંતિનું નવું સ્વરૂપ ન હોય ! આવી કાઈ અકળ સમાનતાને લીધે જ કૌશાંબીજીનું ધ્યાન એધિચર્યાવતાર ’ તરફ ગયેલું. અને તેમણે તેના મરાડી ભાષામાં અનુવાદ ઈ. સ. ૧૯૦૯ના અરસામાં કરેલો. ત્યારદ ઈ. સ. ૧૯૨૪ના અરસામાં ' * न त्वहं कामये राज्यं न स्वर्गे नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनाम् आर्तिनाशनम् ॥ કૌશાંબીજીએ આધિચર્યાવતાર'ના કેટલાક શ્લા ગુજરાતી અનુવાદ સાથે • પુરાતત્ત્વ જૈમાં પ્રસિદ્ધ કર્યાં હતા. તે લૈકા અનુવાદ સાથે આ પુસ્તિકામાં નવું સસ્કરણ પામે છે. < પુરાતત્ત્વ ’ એ ત્રૈમાસિક હતું. વળી તે હાલ સૌને સુલભ પણ ન હાય. એટલે એ શ્લોકા ગુજરાતી અનુવાદ સાથે લધુ પુસ્તિકા રૂપે સૌને સુલભ થાય છે એ બહુ અગત્યનું છે. તે દૃષ્ટિએ ગુજરાત વિદ્યાપીઠની સૂચનાથી શ્રી. મુકુલભાઈ એ આ સૌંસ્કરણ તૈયાર કર્યું છે. અને તે શ્રીમદ રાજયંદ્ર ગ્રંથમાળાના બીજા મણકા રૂપે પ્રસિદ્ધ થાય છે તે પણ ચાગ્ય છે. શ્રીમદ પોતે આધ્યાત્મિક સાધક હતા. તેમને મન સદ્ગુણોની જ જ, કિંમત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10