Page #1
--------------------------------------------------------------------------
________________
શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કૌશાંબીજી
[૧૧]. ધ્ધ વિદ્વાન શાંતિદેવાચાર્ય, તિબેટના ઇતિહાસકાર તારાનાથના કહેવા પ્રમાણે, સૌરાષ્ટ્રના નિવાસી હતા. એમની જીવનવિષયક અન્ય માહિતી કેટલી યથાર્થ છે અને કેટલી અધુરી છે તેની ચોકસાઈ કરવાનું કામ સરળ નથી. પણ એટલું ખરું કે, તે લગભગ સાતમા સૈકામાં થયેલા. મને એમને સીધે પરિચય એમના બે દ્વારા થયેલું છે. એમના ત્રણ ગ્રંથો પૈકી
સૂત્રસમુચ્ચય” મેં જે નથી. કદાચ સંસ્કૃતમાં અદ્યાપિ સુલભ પણ નથી. પરંતુ “શિક્ષાસમુચ્ચય” અને “બોધિચર્યાવતાર' એ બે ગ્રંથે એકાધિક વાર સાંભળ્યા છે.
શિક્ષા સમુચ્ચય” તો અનેક મહાયાની સંસ્કૃત ગ્રંથનાં અવતરણે અને નાલેખોથી ભરપૂર છે. એ જોતાં મારા મન ઉપર ન ભૂંસાય
એવી છાપ એ પડી કે, શાંતિદેવ બહુશ્રુત અને મહાયાન પરંપરાના અસા- ધારણ વિદ્વાન હતા.
અહીં શાંતિદેવના શિક્ષા સમુચ્ચય'માંના ભિક્ષુ માટે માંસ કપ્ય છે કે નહીં એ વિષેના વિચારને નિર્દેશ કર ઉચિત ધારું છું. તે ઉપરથી તેમની સમન્વયલક્ષી દૃષ્ટિને પણ ખ્યાલ આવશે. બૌદ્ધ પરંપરામાં ચર્ચા હતી કે, બુદ્ધે માંસભક્ષણ કર્યું હતું કે નહીં. સ્થવિરવાદી પક્ષ એનું સમર્થન કરતે. કેટલાક મહાયાની ભિક્ષુઓ તેને અર્થ જુદી રીતે ઘટાવી માંસભક્ષણને વિરોધ કરતા. “લંકાવતાર' જેવાં સૂત્રોમાં માંસને નિષેધ છે, છતાં બીજા મહાયાનીઓ એ નિષેધ ન માનતા. એવી વિવાદ--ભૂમિ વખતે શાંતિદેવે “શિક્ષાસમુચ્ચય'માં એ પ્રશ્નને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. તેઓ કહે છે કે, “કઈ અસાધારણ સમાધિમાર્ગપ્રચારક ભિક્ષુ માંસસેવન વડે બચી જતો હોય, તો અપવાદ તરીકે ઔષધની જેમ એનો ઉપયોગ કરી શકાય, પણ સામાન્ય નિયમ પ્રમાણે તો માંસ વર્ષ ગણાવું જોઈએ.”
આ નિર્ણય આપતી વખતે શાંતિદેવે અનેક બૌદ્ધ ગ્રંથને આધાર લીધે છે. મેં શાંતિદેવના આ વિચારની તુલના જનપરંપરામાં એવા જ
Page #2
--------------------------------------------------------------------------
________________
અધ્યું
વિષયને લગતા વિવાદના નિર્ણય વખતે મારા એક નિબંધમાં કરી છે, જે નિબંધ હિંદીમાં “શ્રી જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ” કાશી તરફથી પ્રકાશિત થયેલી પત્રિકા નં. ૧૪–૧૫ રૂપે પ્રસિદ્ધ થયો છે.
શાંતિદેવને બીજો ગ્રંથ છે “બધિચર્યાવતાર'. તે છે પદ્યબંધ. એના ઉપરની અનેક ટીકાઓ પૈકી માત્ર પ્રજ્ઞા કરમતિની પંજિકા મુદ્રિત છે તે જેઈ છે. “ધિચવતારના દશ પરિચ્છેદે છે, ને તે પ્રવાહબદ્ધ સંસ્કૃત પદ્યરચના છે. પ્રજ્ઞા કરમતિએ પંજિકામાં જે શાસ્ત્રહિન અને સૂક્ષ્મ ચર્ચાઓ ગઠવી છે, તે “બધિર્યાવતાર ની મહત્તામાં ખરેખર વધારે કરે છે.
ધિચર્યાવતાર'ને પરિચ્છેદ તત્ત્વજ્ઞાનથી પરિપૂર્ણ છે. અને એ શુન્યવાદીનું માયાવાદીને મળતું તત્ત્વજ્ઞાન તત્વોને અનેક વિચારબિંદુએ પૂરાં પાડે છે. પરંતુ શાંતિદેવની વગભરી કવિતાશક્તિ તે પારમિતાઓના વર્ણનમાં મુક્ત વિચરે છે. તે ઉતમ કાવ્યને આસ્વાદ પૂરો પાડવા ઉપરાંત ઉત્ક્રાંતિશીલ જીવન જીવવાની વ્યવહારુ પ્રેરણા આપે છે. આધ્યામિક સાધકે કયા કયા ગુણોને કઈ કઈ રીતે વિકાસ કરે, એ બધું કાવ્યમાં તાદશ રજૂ થાય છે. જો કે, શાંતિદેવ બૌદ્ધ ભિન્ન હોઈ તેમની પ્રસ્તુત કવિતા બુદ્ધ અને બોધિસત્ત્વ જેવાં સાંપ્રદાયિક નામ સાથે સંકળાયેલી છે. પરંતુ એને ભાવ તદ્દન અસાંપ્રદાયિક છે એટલેં કઈ પણ સાધક પિતાને ઇષ્ટ એવા ઉપાસ્યને નજર સામે રાખી તે કમનો જીવનમાં ઉપયોગ કરી શકે. આ રીતે જોતાં શાંતિદેવે વર્ણવેલી પારમિતાઓ એ માનવમાત્રે સાધવા જેવી સિદ્ધિઓ છે.
શાંતિદેવે પોતાની કવિતામાં મહાયાન ભાવના રજૂ કરી છે. મહાયાન ભાવના એટલે માત્ર પિતાના મોલમાં કે પિતાની દુઃખ-મુક્તિમાં સતિષ ન ભાનતાં સમગ્ર જગતની મુક્તિ માટે ભાવના સેવવી અને પ્રયત્ન કરે તે. એ કારણે જ શાંતિદેવ કહે છે કે, જે જગતમાં પ્રાણીઓ દુઃખમાં ગરક હોય અને નરકવાસીઓ વેદના અનુભવતા હોય, તો નીરસ મોક્ષની મારે કશી જરૂર નથી. તેથી જ શાંતિદેવ સમત્વની ભાવનાની ખિલવણું કરવા માટે કહે છે કે, પ્રારંભમાં બીજા અને પિતા વચ્ચે આદરપૂર્વક સમતાની ભાવના પિષવી; તે એવી રીતે કે, મારે પિતાને સુખદુઃખ બધાંનાં સરખાં છે એમ સમજી બધાને પિતાની પેઠે જ ગણવાં.
૧. સરખા :-ધિર્યાવતાર', આ પરિચ્છેદ. શ્વક ૧૦૭–૧૦૮, ૨. “બેચિર્ચાવતાર' આઠમા પરિચ્છેદ, શ્લોક ૯૦ અને ૯૪.
Page #3
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન
ખરી રીતે તથાગત મુદ્દે બ્રહ્મવિહારરૂપે મૈત્રી આદિ ચાર ભાવનાના ભારપૂર્વક વારવાર ઉપદેશ કર્યો, ત્યારે તેમણે સમગ્ર વિશ્વમાં મૈત્રીયુક્ત ચિત્તને ભરી દેવાનું કહ્યું' અને એવી મૈત્રીને પરિણામે જગતવ્યાપી કરુણા આચરવાનું પણ કહ્યું. શાંતિદેવ એ જ બ્રહ્મવિહારના તંતુને મહાયાન ભાવના રૂપે પોતાની કવિતામાં ગૂંથે છે.
જેમ ગાંધીજીની દૈનિક પ્રાથનામાં
<$]
*
એ મૈત્રી અને કરુણાપૂર્ણ ભાવના આવે છે, તેમ જ શાંતિવેદે · ધિચર્યાવતાર ’માં એવી ભાવના કવી છે. ‘ એધિચર્યાવતાર ’ વાંચતાં એ પ નથી પડતી કે શાંતિદેવ શૂન્યવાદી છે; પણ છાપ એ ઊઠે છે કે, તેમની ધગશ આખા વિશ્વનું કલ્યાણ કરવાની છે અને તે માટે જોઈતા સદ્ગુણા કેળવવાની છે.
અધ્યાપક કૌશાંબીજી આમ તે વિરમાગી યૌદ્ધ પરંપરાના અનન્ય અભ્યાસી અને પાલિ વાડ્મયના પારદર્શી વિદ્વાન હતા. પણ તેમનામાં મેં જે મૈત્રી અને કરુણાત્તિના ઉદ્રેક જાતે અનુભવ્યેા છે, તેની શાંતિદેવના તેવા ઉદ્રેક સાથે તુલના કરુ છું તો કહ્યા સિવાય રહી નથી શકાતું કે, કૌશાંબીજી ખરા અર્થમાં મહાયાની હતા અને જાણે કે શાંતિનું નવું સ્વરૂપ ન હોય ! આવી કાઈ અકળ સમાનતાને લીધે જ કૌશાંબીજીનું ધ્યાન
એધિચર્યાવતાર ’ તરફ ગયેલું. અને તેમણે તેના મરાડી ભાષામાં અનુવાદ ઈ. સ. ૧૯૦૯ના અરસામાં કરેલો. ત્યારદ ઈ. સ. ૧૯૨૪ના અરસામાં
'
*
न त्वहं कामये राज्यं न स्वर्गे नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनाम् आर्तिनाशनम् ॥
કૌશાંબીજીએ આધિચર્યાવતાર'ના કેટલાક શ્લા ગુજરાતી અનુવાદ સાથે • પુરાતત્ત્વ જૈમાં પ્રસિદ્ધ કર્યાં હતા. તે લૈકા અનુવાદ સાથે આ પુસ્તિકામાં નવું સસ્કરણ પામે છે.
<
પુરાતત્ત્વ ’ એ ત્રૈમાસિક હતું. વળી તે હાલ સૌને સુલભ પણ ન હાય. એટલે એ શ્લોકા ગુજરાતી અનુવાદ સાથે લધુ પુસ્તિકા રૂપે સૌને સુલભ થાય છે એ બહુ અગત્યનું છે. તે દૃષ્ટિએ ગુજરાત વિદ્યાપીઠની સૂચનાથી શ્રી. મુકુલભાઈ એ આ સૌંસ્કરણ તૈયાર કર્યું છે. અને તે શ્રીમદ રાજયંદ્ર ગ્રંથમાળાના બીજા મણકા રૂપે પ્રસિદ્ધ થાય છે તે પણ ચાગ્ય છે. શ્રીમદ પોતે આધ્યાત્મિક સાધક હતા. તેમને મન સદ્ગુણોની જ જ, કિંમત
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્થ,
હતી, અને તેમનું મન સંપ્રદાયથી પર હતું. એટલે તેમના નામ સાથે આવું એક લધુ પણ નિત્યપાઠ્ય પુસ્તક ગુજરાત વિદ્યાપીઠ પ્રસિધ્ધ કરે તે આવકારદાયક છે. હું એમ માનું છું કે, ધર્મની ઉત્તરોત્તર વધતી જતી વ્યાપક ભાવના સાથે આ પારમિતાઓને પૂરેપૂરે સુમેળ છે.
પ્રો. વિન્ટનિ શાંતિદેવ વિષે લખ્યું છે. તેમણે બધિર્યાવતારને લક્ષીને જે વર્ણન કર્યું છે, તે તેમના મન ઉપર શાંતિદેવ વિષે કેવી અસર થયેલી અને પુરાવે છે. આવા એક ગ્રંથનું સળંગ ભાષાંતર ગુજરાતીમાં હોય તે તે ઈચ્છવા જેવું છે, પણ એ સમય આવે તે પહેલાં પ્રસ્તુત લઘુ પુસ્તિકા ગુજરાતી વાચકોને શાંતિદેવ તરફ આકર્ષિત કરશે એ નિઃશંક છે.
મહાયાની ભાવનાને આપણા દેશના અનેક સંપ્રદાય ઉપર ભારે અસર થઈ છે. ભગવદ્ગીતા ખરી રીતે ભાગવત પરંપરાને આશરી અનાસક્ત કર્મયોગનો ઉપદેશ કરે છે, ત્યારે તે પિતાની રીતે આવી ભાવના જ ઉપસ્થિત કરે છે.
એ જ રીતે શાંતિદેવ પછી લગભગ સો વર્ષ બાદ થયેલ સુપ્રસિદ્ધ જેન આચાર્ય હરિભદ્ર પણ મહાયાની ભાવનાથી રંગાયેલા છે. આમ તે જેને પરંપરા વૈયક્તિક મોક્ષવાદી જ રહી છે. તેમ છતાં શાંતિદેવ જેવાના ગ્રંથમાંની મહાયાની ભાવનાએ હરિભકનું મન જીયું લાગે છે, આને પુરા એમના “ગબિંદુ” ગ્રંથમાં છે. હરિભદ્ર જૈન પરંપરાસંમત ભિન્નગ્રંથી અર્થાત જેણે મોહગ્રંથી તોડી હોય એવા સમ્યફ-દષ્ટિ સાધકની બૌદ્ધસંમત બોધિસત્વ સાથે તુલના કરે છે, અને કહે છે કે, જે ભિન્નગ્રંથી સાધક જગદુદ્ધારનો સંકલ્પ કરે, તે તે તીર્થંકર—સદ્ધારક–થાય છે, અને જે સ્વજન આદિને ઉદ્ધાર કરવાનો સંકલ્પ કરે તે તે ગણધર–તીર્થકરનો અનુગામી થાય છે, અને જે પિતાના જ ઉદ્ધારને સંકલ્પ કરે છે તે મુશ્કકેવલી–માત્ર આત્મ-કલ્યાણ કરનાર થાય છે. ૨
હરિભકનું આ કથન સ્પષ્ટ સૂચવે છે કે, આભેદ્ધારની ભાવના કરતાં સદ્ધારની ભાવના એ જ ચડિયાતી અને સ્પૃહણીય છે. આ ભાવનાનું બીજું નામ એ જ મહાયાન ભાવના. એક રીતે હરિભદ્ર તુલના કરી, પણ બીજી
૧. જુઓ A History of Indian Literature Vol. 11 ૨. જુઓ “ગબિંદુ', એક ૨૮૩ થી ૨૯૦,
Page #5
--------------------------------------------------------------------------
________________
૮ ]
દૃન અને ચિંતન
રીતે મહાયાન ભાવનાનું પ્રાધાન્ય દર્શાવ્યું; જે જૈન પરંપરાએ પણ ધડે લેવા જેવું છે.
હવે રાજકારણ, સમાજકારણ કે અર્થકારણ એકેએક ક્ષેત્રમાં સ’કુચિત થયે પોસાય તેમ નથી, એવી સ્થિતિમાં જો ધમ પણ પથ અને સંપ્રદાયની સંકુચિત સીમાઓમાં પુરાઈ તદ્નુસારી જ વિચાર-આચાર કરે તો તે પણ હવે ટકી ન શકે, ગાંધીજીએ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં મહાયાન માનસ છવી બતાવ્યું છે; અને આજે આપણે જોઈએ છીએ કે આચાય વિનેબા એ ભાવનાને કેવી રીતે વિકસાવી રહ્યા છે તેમ જ કેવી રીતે જીવી બતાવે છે. આવી અનુકૂળ પરિસ્થિતિમાં પ્રસ્તુત લઘુ પુસ્તિકાનું મૂલ્ય વધારે અંકાશે એ નિઃશંક છે. અને તે રીતે ‘ આત્મસિદ્ધિ’ પછી આ પુસ્તકની પસંદગી સવેળાની છે.
એમ તા શ્રી. મુકુલભાઈ એ કૌશાંબીજીનું જીવનચરત્ર સંક્ષેપમાં જુદું આપ્યું છે. એમની ‘ આપવીતી’ અને બીજી સામગ્રીને આધારે એ ચરિત ટૂંકમાં પણ કૌશાંબીજી વિષે બધી જરૂરી માહિતી પૂરી પાડે છે. કૌશાંબીજીનું જીવન જે વાંચે તેને નિરાશા તે સ્પર્શી જ ન શકે. નિરાશા અને અધકારના ઊંડા ખાડામાંથી સતત સ્વપ્રયત્ને કૌશાંબીજી ધ્રુવી રીતે પ્રકાશના માર્ગ ઉપર આવ્યા અને અનેકના ગુરુ બન્યા એનું ચિત્ર એમના સંક્ષિપ્ત જીવનચરિત્રમાંથી પણ અવગત થાય છે. એટલે તે વિષે અહીં મારે કાંઈ લખાવવું નથી.
તેમ છતાં, તેમની સાથે મારા જે અનેક વર્ષોં લગી સતત પરિચય રહ્યો, તેમની પાસે મેં જે કાંઈ બૌદ્ધ શાસ્ત્રો વિષે મેળવ્યું, અને છેલ્લે ૧૯૪૬માં તેમના અનરાનના સાક્ષી થવાનો પ્રસંગ આવ્યું, તે ખાખત કાંઈક લખું તો તે વાકાને ઉપયોગી પણ થશે; અને એમના જીવન અંગે કેટલીક હછ લગી કદાચ અજ્ઞાત રહેલી ખાખતા પ્રકાશમાં આવશે.
ઈ. સ. ૧૯૧૭માં એમને ઘેર જ હું પૂનામાં કૌશાંબીજીને પ્રથમ વાર્ મળ્યા, જ્યારે કૃપલાનીઝ પણ હતા. ચર્ચા અહિંસાથી શરૂ થઈ; અને મારો ઘણા વખત પહેલાંથી બૌદ્ધ પિટા ગુરુમુખથી શીખવાતા સંસ્કાર જાગ્યા. પણ એ વાત તે વખતે ત્યાં જ રહી.
૧૯૨૨માં કૌશાંબીજી ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ મંદિર ખાતે જોડાયા. મને આ તક મળી, મે' પણ ગુજરાત વિદ્યાપીઠમાં રીતસર જોડાવાનુ
Page #6
--------------------------------------------------------------------------
________________
અર્થ,
[૮૯ નક્કી કર્યું. હાથમાં લીધેલ કામ ઉપરાંત કૌશાંબીજી પાસે બૌદ્ધ ગ્રંથોનું અધ્યયન શરૂ કર્યું. સાથે રહેવાનું, જમવાનું અને ફરવાનું હોવાથી કૌશાંબીજીની અનેક વિષયસ્પર્શી વિનોદી પ્રતિભાનો પણ લાભ મળતે ગયે. કૌશાંબીજી તે વખતે વિદ્યાપીઠ માટે અમુક પુસ્તકે તૈયાર કરતા હતા. મરાઠીમાં લખે અને તેને ગુજરાતી અનુવાદ પણ સાંભળે. હું તે લગભગ બધામાં સાક્ષી બનતા અને એમની પાસે શીખેલ “અભિધમ” જેવા ગ્રંથને વર્ગ પણ લેત. ૧૯૨૫ સુધી આમ ચાલ્યું.
ફરી ૧૯૨૭થી ૨૦ સુધીમાં તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે પણ આવો જ ક્રમ ચાલ્યો. કૌશાંબીજી શાસ્ત્રાભ્યાસી તો હતા જ, પણ તેમની ઈતિહાસ અને સંશોધનની દૃષ્ટિ બહુ સ્પષ્ટ હતી. વિશેષતા એમની એ હતી કે, તેઓ પોતાને સત્ય લાગે અને સમજાય એ વાત અપ્રિય હેય તેય મિત્રો કે બીજા મળનારને કહેતાં કદી ખમચાતા નહીં. તેથી કેટલીક વાર અને કેને વિરોધ પણ વહારતા. પણ દરેક જણ સમજી જો કે કૌશાંબી છે ચોખા દિલના એટલે પાછું અનુસંધાન થતાં વાર ન લાગતી. કૌશાંબીઝને જે મળે તે તેમના પ્રત્યે આકર્ષાય. | ગુજરાતમાં રહ્યા પછી કબીજીને મહારાષ્ટ્ર કરતાં જુદો જ અનુભવ છે. તેઓ કહેતા કે, મહારાષ્ટ્ર હતી અને દુરાગ્રહી છે, જ્યારે ગુજરાતમાં એવું તત્ત્વ ઘણું ઓછું છે તેથી તેમણે ગુજરાતમાં અનેક વર્ગના અનેક મિત્રો મેળવ્યા.
ફરી કૌશાંબી અને મારે મેળાપ કાશીમાં છે. તેઓ છ માસ માટે હિંદુ યુનિવર્સિટીમાં આવી રહ્યા. પંડિત માલવિયાજી તેમને આગ્રહ કરી લાવેલ, પણ કૌશાંબીજીએ ત્યાં કોઈ વ્યવસ્થા ન જોઈ તેમની પાસે કઈ શીખનાર જ નહીં. એક વાર તેમણે માલવિયાજી અને ધુવક એ બંનેની ખબર પણ લીધી. છેવટે મેં તે નકકી કર્યું કે, મારે એમને ઉપએગ કરે. ત્યાંના પુસ્તકાલયના એક ખંડમાં સીલની, બરમી, સિયામી અને રિમન લિપિમાં મુદ્રિત બધા જ બૌદ્ધ પિટકથા તેમની ટીકા સાથે સામે રાખ્યા. મેં એ ક્રમ રાખે કે કેઈ એક ગ્રંથ ન ભણતાં હું પૂછું તે ઉપર કૌશાંબીજી બૌદ્ધ મંતવ્ય કહે. મેં ઉમાસ્વાતિના તત્વાર્થને આધારે નિત્ય નવા શાસ્ત્રીય પ્રશ્નો પૂછવા માંડ્યા; અને કૌશાંબીજી તે પ્રશ્ન પરત્વે બૌદ્ધ પાલિ વાલ્મમાં કાંઈ છે કે નહીં, તથા હોય તો તે શું છે એ શોધી ઉત્તર આપવા લાગ્યા. આ વખતે કૌશાંબીજની અસાધારણ સ્મૃતિ અને
Page #7
--------------------------------------------------------------------------
________________
• ]
દર્શન અને ચિંતન
:
પ્રજ્ઞાનો મને પરિચય થયો. હું પૂછું કે, જૈન નય અને નિક્ષેપના સ્થાનમાં ઔદ્ધ ગ્રંથામાં શું છે?’ તા કૌશાંબીજી ચૈડીવારમાં જ પ્રથમ મોઢેથી કહી દે કે ચ્યાના ઉત્તર આવે છે અને અમુક ગ્રંથમાંથી મળશે. પછી તરત જ એ ૌદ્ધ ગ્રંથાના અંબારમાંથી કાઈ ને કાઈ ગ્રંથમાંથી મને પોતે કહેલ વાતને પુરાવા કાઢી આપે. મારા સહચારી ભાઈ ખુશાલદાસ તે પુરાવાનું સ્થાન લખી લે. આમ રોજ સવારે બે કલાક વિદ્યાવ્યાસંગ ચાલે. મારી ધારણા એ હતી કે કૌશાંબીજીના બૌદ્ધ જ્ઞાન-ખજાનામાંથી મળે તેટલી વસ્તુ મેળવી, નોંધી લઈ, કયારેક જૈન અને બૌદ્ધ મંતવ્યેાને તુલનાત્મક અભ્યાસ રજૂ કરવા; અને સાથે સાથે વૈદિક દનેની પણ યથાસભવ તુલના કરવી. કૌશાંબીજીએ સામગ્રી એટલી બધી આપી હતી કે જો એ ગુમ થયેલ નેટ હજી પણ મળી આવે, તા તુલનાના મનોરથ સિદ્ધ થાય.
આમ છ માસના સહવાસ પછી કૌશાંબીજી જરાક દૂર ગયા, દૂર એટલે કાશી વિદ્યાપીઠ. ત્યાં તેમણે હિંદી સંસ્કૃતિ આણિ અહિંસા' એ પુસ્તક લખ્યું. જ્યારે તેઓ એ પુસ્તક લખતા હતા, ત્યારે પણ અમે બને તો અવારનવાર મળતા જ. તેએ પોતાનું લખવાનું અને લખેલું મને મેઢ કહી જાય અને સંમતિ માગે. વળી કયારેક કહે કે, મારું આ પુસ્તક કાઈ પ્રગટ નહીં કરે, એટલું જ નહીં પણ કાઈ કાઝ સુધ્ધાં નહીં કરે. કારણમાં તેઓ કહેતા કે, વૈદિક, બૌધ્ધ અને જૈન એ બધાની તીત્ર સમાલેચના એમાં કરી છે. અને જે પેઝીટર કે પ્રકાશક હશે તે પણ કાઈ તે કોઈ ઉક્ત પરંપરામાંના હાઈ મારી વિરુધ્ધ જ જશે. પણ હું હંમેશાં કહેતા કે, એવું કાંઈ નથી. દરમ્યાન તેમના મિત્ર માત્રુ શિવપ્રસાદ ગુપ્તા જે પથારીવશ જ હતા, તેમણે કહેલું કે, એ પુરતક હુંહિ’દીમાં કરાવી પ્રસિધ્ધ કરીશ. તેમણે હિંદી અનુવાદનું કામ તેમના એળખીતાને આપ્યું પણ ખરું, પરંતુ મને લાગે છે કે આ બાબતમાં કૌશાંબીજી જ સાચા હતા. એ પુસ્તક એમ ને એમ પડી રહ્યુ’. અને છેવટે એને ગુજરાતી અનુવાદ ગુજરાતમાં જ પ્રથમ પ્રસિદ્ધ થયે; અને હિંદી અનુવાદ તા કૌશાંબીજીના સ્વર્ગવાસ પછી જ.
કાશી વિદ્યાપીઠ છોડી કૌશાંબીજી મુંબઈના એક વિભાગ પરેલમાં - અહુજન વિહાર'માં પાત જાતિને સંસ્કાર આપવા રહ્યા. જ્યારે તેમને એમ લાગ્યું કે, તેમની ગીતાની સમાલોચનાથી અમુક દાતાઓને માઠું લાગ્યું છે, ત્યારે તેમણે આપમેળે પરેશ છેડયું.
પાછા અમદાવાદ અને સારનાથ આદિમાં રહી તે મુંબઈ આવ્યા.
Page #8
--------------------------------------------------------------------------
________________
અ.
[૯૧
પણ એમને એવા સંકલ્પ ઊઠયો કે, હવે મારું જીવનકાય મેં પૂરું કર્યું છે, ઉંમર થઈ છે, વધારે કરવાનું રહ્યું નથી; તે પછી જ્વન નકામું ગાળવું અને ધડપણમાં બીજાની સેવા લેવી, એ આ માંધવારી અને ગરીખીના સમયમાં યેાગ્ય નથી માટે આમરણાંત અનશન કરવું.
અમે મિત્રા મુંબઇમાં એમને સમજાવવા મથતા કે, તમે હજી શક્ત છે; તમારી પાસે હજી ધણું દેવા જેવું છે; અને તમારા સમગ્ર જીવનભાર અમે સહર્ષ વહીશું. તેમને અમારા બધા ઉપર વિશ્વાસ તે હતા, પણ પોતાના સંકલ્પથી વ્યુત થવા તેઓ તૈયાર ન હતા. તે સકલ્પના બચા વમાં જૈત પરપરામાં જાણીતી મારાંતિક સલ્લેખનાની વાત કરતા; અને તથાગત મુદ્ધનાં કથનમાંથી પણ ા આપતા. પ્રથમ પ્રથમ કૌશાંખીછ જૈનાની ઉગ્ર તપસ્યાના સખત વિરોધી હતા. છતાં આ વખતે તે એટલું કહેતા કે, એવી મારાંતિક તપસ્યાનું પણ વનમાં કયારેક સ્થાન છે જ. એમણે આવા વિચારથી પાતાના સકલ્પ અડગ ખનાવ્યો.
૧૯૪૬માં તે અને હું કરી કાશીમાં મળ્યા. હવે એ સંકલ્પ પાર પાડવાની ઘડી તેમને મન આવી લાગી હતી. દેશમાં રમખાણે અને જ્યાં ત્યાં મારકાપ ચાલતાં હતાં. એમનાથી આ દુઃખ સાંભળ્યું પણ જતું નહીં. છેવટે અમે મિત્રો તેમના અડગ સકુપને જોઈ માળા પડ્યા અને અમે વિચાયું કે, હવે આમને રસ્તો કરી આપવા, અનશન કર્યાં રહી કરવું, પરિચર્યામાં કાણુ રહે, તે વખતે લોકો ભીડ ન કરે અને કાઈ પણ સ્થળે પ્રચાર ન થાય—આ બધા મુખ્ય પ્રશ્નો હતા. મતે અને પં. શ્રી. લસુખ માલવિયાને એને ઉત્તર મળી ગયા અને અમે કૌશાંખીજીને કહ્યો.
સરયૂ નદીને તટે દાહરીઘાટ પાસે સ્વામી સત્યાનદનો આશ્રમ છે. એ સ્વામી પ્રથમથી જ દલિતોદ્ધારક અને અસ્પૃસ્યતા–નિવારણના મક્કમ કાર્ય કર્તા, વિદ્વાન અને વિચારક; ત્યાગી અને તપસ્વી; ગાંધીજીને પણ એવા જ પ્રિય. એમની સાથે અમારા પરિચય અમને કહેતા કે, એમના આશ્રમમાં કૌશાંબીજી રહીને અનશન કરે, તો એમની બધી શરતો સચવાય. સ્વામીજી કબૂલ થયા. પણ પ્રશ્ન હતો શ્રદ્ઘાળુ અને વિવેકી પરિચારકતા. એવા એક પરિચારક પણ મળી ગયા. પ્રથમ સ્થાનકવાસી જૈન સાધુ પણ હવે નિષ્ઠાવાન લોકસેવક તરીકે જાણીતા સ્વામી ચૈતન્ય-અપરનામ ચૂનીલાલજી—તેમણે પરિચર્યાનું ખીડું ઝડપ્યું અને અમને બધાને નિરાંત વળી. ઇંડરીક્ષાવાળા આશ્રમમાં
Page #9
--------------------------------------------------------------------------
________________
૯૨]
દર્શન અને ચિંતન ઉપવાસ શરૂ થયા. દિવસની ધ ચૂનીલાલ અમને કાશીમાં મેકલે અને જરૂરી સાધન કાશીથી પૂરાં પડાય.
કૌશાંબીએ વચન લીધેલું કે, આ અનશનના સમાચાર તેમનાં પુત્રપુત્રીઓ વગેરેને ન આપવા અને અન્યત્ર પ્રચાર પણ ન કરે. પરંતુ એ વાત છેડી જ છાની રહે ? છેવટે દિલ્હી સુધી વાત પહોંચી. શ્રી. પુરુષોત્તમ ટંડનનછ વગેરેની વિનવણીઓ વ્યર્થ ગઈ. ગાંધીજી તરફથી ઉપવાસ બંધ કરવા માટે આવતા તાર પણ વ્યર્થ ગયા. ગાંધીજીએ સૂચના આપી કે, કૌશાંબીજી તેમને દિલ્હીમાં મળે. જવાબમાં કૌશાંબીજીએ જણાવ્યું કે,
જે તમે મને અહીં આવીને અનશનની અયોગ્યતા સમજાવશે, તે હું છેડી દઈશ. પણ તે વખતે એક ક્ષણ માટે પણ ગાંધીજી દિલ્હી છોડી શકે તેમ ન હતું. આ રીતે ઉપવાસે લંબાતા ગયા. કૌશાંબીજીને કેટલાક દિવસ પછી વેિદના પણ થવા લાગી. છેવટે ગાંધીજીની વિનતિને માન આપી, ઘણું કરી ઓગણીસમા દિવસે તેમણે અનશનથી દેહત્યાગનો વિચાર પડતો મૂક્યો. તેમને પારણું કરાવ્યું અને મિત્રો તેમને કાશીમાં લઈ આવ્યા.
કાશીમાં તેમની પરિચય કરનાર અનેક હતા. અધ્યાપક પવારને ત્યાં તેઓ રહેતા. તેઓ કહેતા કે, જવા લાયક સ્વાથ્ય આવે તો મુંબઈ જઈશ અને ત્યાંથી વર્ધા. એ પ્રમાણે તેમણે છેવટે વધી પાસે સેવાગ્રામમાં જ જીવન પૂર્ણ કર્યું. છેવટના દિવસમાં કાકાસાહેબની યોજના પ્રમાણે આશ્રમવાસીઓએ તેમની સંપૂર્ણ પરિચર્યા કરી.
તેમણે “પાર્શ્વનાથાચા ચાતુર્યામ ધર્મ' અને બૌધિસત્વ” નાટક એ બે લખેલ પુસ્તક સોંપી મને કહ્યું હતું કે, આ છપાય નહીં તેયે એની નકલે સુરક્ષિત રહે. છેવટે આ બંને મરાઠી પુસ્તકો કાકાસાહેબની પ્રસ્તાવના સાથે ધર્માનંદજીની સ્મારક-માળામાં પ્રસિદ્ધ થયાં છે અને તે હિંદી તેમ જ ગુજરાતીમાં પ્રસિદ્ધ થવા એગ્ય છે.
કૌશાંબીજીને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ. તેમના પુત્ર કૌશાંબીજી જેવા જ પ્રતિભાશાળી છે અને પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં ગણિતના પ્રાધ્યાપક છે. તેમની પુત્રીઓ પણ વિદ્યામાં એક એકથી ચડિયાતી. એમની સંતતિ એમના માટે બધું કરી છૂટવા તૈયાર. તે ઉપરાંત બધી જ કેમના, બધા જ પંથના અને બધી જ કક્ષાના અનેક સામાન્ય જન, વિદ્વાન અને શ્રીમાન તેમના ચાહક; અને તે પણ કાંઈક કરી છૂટવું એવી વૃત્તિવાળા ચાહક, છતાં કૌશાંબીજી પિતાના બુદ્ધિપૂર્વક સંકલ્પથી જરા પણ ચલિત ન થયા. તેમણે
Page #10
--------------------------------------------------------------------------
________________ અધ્ય. [7 બ્રહ્મદેશ, સારનાથ અને કુશિનારા આદિમાં બૌદ્ધ પરંપરાને અનુસરી સમાધિ ભાવનાઓ પણ કરેલી. તેમણે ચિત્તનિરીક્ષણને અભ્યાસ તે એટલો બધે વધારે કે હું જ્યારે જ્યારે યેગશાસ્ત્ર અને જૈન તથા બૌદ્ધ પરંપરાના ધ્યાનમાર્ગની શાસ્ત્રીય વાતે કાઢું ત્યારે તેઓ એ વિષેનું જાણે સ્વાનુભૂત ચિત્ર જ ન હોય તેમ નિરૂપણ કરે. આવા એક વિદ્યા, પ્રજ્ઞા અને સમાધિના આરાધકનું ટૂંકું પણ પ્રેરક એવું જે જીવનચરિત આ પુસ્તિકા સાથે સંકળાયેલું છે, તેનું મૂલ્ય “બધિચર્યાવતાર'માં નિરૂપેલી પારમિતાઓ અંગેના કેથી જરાય ઓછું નથીવાચકે એને માણે --- ---- * “બોધિચર્યાવતાર' (નવજીવન પ્રકાશન)નું પુરોવચન.