________________
અધ્યું
વિષયને લગતા વિવાદના નિર્ણય વખતે મારા એક નિબંધમાં કરી છે, જે નિબંધ હિંદીમાં “શ્રી જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ” કાશી તરફથી પ્રકાશિત થયેલી પત્રિકા નં. ૧૪–૧૫ રૂપે પ્રસિદ્ધ થયો છે.
શાંતિદેવને બીજો ગ્રંથ છે “બધિચર્યાવતાર'. તે છે પદ્યબંધ. એના ઉપરની અનેક ટીકાઓ પૈકી માત્ર પ્રજ્ઞા કરમતિની પંજિકા મુદ્રિત છે તે જેઈ છે. “ધિચવતારના દશ પરિચ્છેદે છે, ને તે પ્રવાહબદ્ધ સંસ્કૃત પદ્યરચના છે. પ્રજ્ઞા કરમતિએ પંજિકામાં જે શાસ્ત્રહિન અને સૂક્ષ્મ ચર્ચાઓ ગઠવી છે, તે “બધિર્યાવતાર ની મહત્તામાં ખરેખર વધારે કરે છે.
ધિચર્યાવતાર'ને પરિચ્છેદ તત્ત્વજ્ઞાનથી પરિપૂર્ણ છે. અને એ શુન્યવાદીનું માયાવાદીને મળતું તત્ત્વજ્ઞાન તત્વોને અનેક વિચારબિંદુએ પૂરાં પાડે છે. પરંતુ શાંતિદેવની વગભરી કવિતાશક્તિ તે પારમિતાઓના વર્ણનમાં મુક્ત વિચરે છે. તે ઉતમ કાવ્યને આસ્વાદ પૂરો પાડવા ઉપરાંત ઉત્ક્રાંતિશીલ જીવન જીવવાની વ્યવહારુ પ્રેરણા આપે છે. આધ્યામિક સાધકે કયા કયા ગુણોને કઈ કઈ રીતે વિકાસ કરે, એ બધું કાવ્યમાં તાદશ રજૂ થાય છે. જો કે, શાંતિદેવ બૌદ્ધ ભિન્ન હોઈ તેમની પ્રસ્તુત કવિતા બુદ્ધ અને બોધિસત્ત્વ જેવાં સાંપ્રદાયિક નામ સાથે સંકળાયેલી છે. પરંતુ એને ભાવ તદ્દન અસાંપ્રદાયિક છે એટલેં કઈ પણ સાધક પિતાને ઇષ્ટ એવા ઉપાસ્યને નજર સામે રાખી તે કમનો જીવનમાં ઉપયોગ કરી શકે. આ રીતે જોતાં શાંતિદેવે વર્ણવેલી પારમિતાઓ એ માનવમાત્રે સાધવા જેવી સિદ્ધિઓ છે.
શાંતિદેવે પોતાની કવિતામાં મહાયાન ભાવના રજૂ કરી છે. મહાયાન ભાવના એટલે માત્ર પિતાના મોલમાં કે પિતાની દુઃખ-મુક્તિમાં સતિષ ન ભાનતાં સમગ્ર જગતની મુક્તિ માટે ભાવના સેવવી અને પ્રયત્ન કરે તે. એ કારણે જ શાંતિદેવ કહે છે કે, જે જગતમાં પ્રાણીઓ દુઃખમાં ગરક હોય અને નરકવાસીઓ વેદના અનુભવતા હોય, તો નીરસ મોક્ષની મારે કશી જરૂર નથી. તેથી જ શાંતિદેવ સમત્વની ભાવનાની ખિલવણું કરવા માટે કહે છે કે, પ્રારંભમાં બીજા અને પિતા વચ્ચે આદરપૂર્વક સમતાની ભાવના પિષવી; તે એવી રીતે કે, મારે પિતાને સુખદુઃખ બધાંનાં સરખાં છે એમ સમજી બધાને પિતાની પેઠે જ ગણવાં.
૧. સરખા :-ધિર્યાવતાર', આ પરિચ્છેદ. શ્વક ૧૦૭–૧૦૮, ૨. “બેચિર્ચાવતાર' આઠમા પરિચ્છેદ, શ્લોક ૯૦ અને ૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org