Book Title: Shantidevacharya ane Adhyapaka Kaushamibiji Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કૌશાંબીજી [૧૧]. ધ્ધ વિદ્વાન શાંતિદેવાચાર્ય, તિબેટના ઇતિહાસકાર તારાનાથના કહેવા પ્રમાણે, સૌરાષ્ટ્રના નિવાસી હતા. એમની જીવનવિષયક અન્ય માહિતી કેટલી યથાર્થ છે અને કેટલી અધુરી છે તેની ચોકસાઈ કરવાનું કામ સરળ નથી. પણ એટલું ખરું કે, તે લગભગ સાતમા સૈકામાં થયેલા. મને એમને સીધે પરિચય એમના બે દ્વારા થયેલું છે. એમના ત્રણ ગ્રંથો પૈકી સૂત્રસમુચ્ચય” મેં જે નથી. કદાચ સંસ્કૃતમાં અદ્યાપિ સુલભ પણ નથી. પરંતુ “શિક્ષાસમુચ્ચય” અને “બોધિચર્યાવતાર' એ બે ગ્રંથે એકાધિક વાર સાંભળ્યા છે. શિક્ષા સમુચ્ચય” તો અનેક મહાયાની સંસ્કૃત ગ્રંથનાં અવતરણે અને નાલેખોથી ભરપૂર છે. એ જોતાં મારા મન ઉપર ન ભૂંસાય એવી છાપ એ પડી કે, શાંતિદેવ બહુશ્રુત અને મહાયાન પરંપરાના અસા- ધારણ વિદ્વાન હતા. અહીં શાંતિદેવના શિક્ષા સમુચ્ચય'માંના ભિક્ષુ માટે માંસ કપ્ય છે કે નહીં એ વિષેના વિચારને નિર્દેશ કર ઉચિત ધારું છું. તે ઉપરથી તેમની સમન્વયલક્ષી દૃષ્ટિને પણ ખ્યાલ આવશે. બૌદ્ધ પરંપરામાં ચર્ચા હતી કે, બુદ્ધે માંસભક્ષણ કર્યું હતું કે નહીં. સ્થવિરવાદી પક્ષ એનું સમર્થન કરતે. કેટલાક મહાયાની ભિક્ષુઓ તેને અર્થ જુદી રીતે ઘટાવી માંસભક્ષણને વિરોધ કરતા. “લંકાવતાર' જેવાં સૂત્રોમાં માંસને નિષેધ છે, છતાં બીજા મહાયાનીઓ એ નિષેધ ન માનતા. એવી વિવાદ--ભૂમિ વખતે શાંતિદેવે “શિક્ષાસમુચ્ચય'માં એ પ્રશ્નને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. તેઓ કહે છે કે, “કઈ અસાધારણ સમાધિમાર્ગપ્રચારક ભિક્ષુ માંસસેવન વડે બચી જતો હોય, તો અપવાદ તરીકે ઔષધની જેમ એનો ઉપયોગ કરી શકાય, પણ સામાન્ય નિયમ પ્રમાણે તો માંસ વર્ષ ગણાવું જોઈએ.” આ નિર્ણય આપતી વખતે શાંતિદેવે અનેક બૌદ્ધ ગ્રંથને આધાર લીધે છે. મેં શાંતિદેવના આ વિચારની તુલના જનપરંપરામાં એવા જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10