Book Title: Shantidevacharya ane Adhyapaka Kaushamibiji
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ ૯૨] દર્શન અને ચિંતન ઉપવાસ શરૂ થયા. દિવસની ધ ચૂનીલાલ અમને કાશીમાં મેકલે અને જરૂરી સાધન કાશીથી પૂરાં પડાય. કૌશાંબીએ વચન લીધેલું કે, આ અનશનના સમાચાર તેમનાં પુત્રપુત્રીઓ વગેરેને ન આપવા અને અન્યત્ર પ્રચાર પણ ન કરે. પરંતુ એ વાત છેડી જ છાની રહે ? છેવટે દિલ્હી સુધી વાત પહોંચી. શ્રી. પુરુષોત્તમ ટંડનનછ વગેરેની વિનવણીઓ વ્યર્થ ગઈ. ગાંધીજી તરફથી ઉપવાસ બંધ કરવા માટે આવતા તાર પણ વ્યર્થ ગયા. ગાંધીજીએ સૂચના આપી કે, કૌશાંબીજી તેમને દિલ્હીમાં મળે. જવાબમાં કૌશાંબીજીએ જણાવ્યું કે, જે તમે મને અહીં આવીને અનશનની અયોગ્યતા સમજાવશે, તે હું છેડી દઈશ. પણ તે વખતે એક ક્ષણ માટે પણ ગાંધીજી દિલ્હી છોડી શકે તેમ ન હતું. આ રીતે ઉપવાસે લંબાતા ગયા. કૌશાંબીજીને કેટલાક દિવસ પછી વેિદના પણ થવા લાગી. છેવટે ગાંધીજીની વિનતિને માન આપી, ઘણું કરી ઓગણીસમા દિવસે તેમણે અનશનથી દેહત્યાગનો વિચાર પડતો મૂક્યો. તેમને પારણું કરાવ્યું અને મિત્રો તેમને કાશીમાં લઈ આવ્યા. કાશીમાં તેમની પરિચય કરનાર અનેક હતા. અધ્યાપક પવારને ત્યાં તેઓ રહેતા. તેઓ કહેતા કે, જવા લાયક સ્વાથ્ય આવે તો મુંબઈ જઈશ અને ત્યાંથી વર્ધા. એ પ્રમાણે તેમણે છેવટે વધી પાસે સેવાગ્રામમાં જ જીવન પૂર્ણ કર્યું. છેવટના દિવસમાં કાકાસાહેબની યોજના પ્રમાણે આશ્રમવાસીઓએ તેમની સંપૂર્ણ પરિચર્યા કરી. તેમણે “પાર્શ્વનાથાચા ચાતુર્યામ ધર્મ' અને બૌધિસત્વ” નાટક એ બે લખેલ પુસ્તક સોંપી મને કહ્યું હતું કે, આ છપાય નહીં તેયે એની નકલે સુરક્ષિત રહે. છેવટે આ બંને મરાઠી પુસ્તકો કાકાસાહેબની પ્રસ્તાવના સાથે ધર્માનંદજીની સ્મારક-માળામાં પ્રસિદ્ધ થયાં છે અને તે હિંદી તેમ જ ગુજરાતીમાં પ્રસિદ્ધ થવા એગ્ય છે. કૌશાંબીજીને એક પુત્ર અને ત્રણ પુત્રીઓ. તેમના પુત્ર કૌશાંબીજી જેવા જ પ્રતિભાશાળી છે અને પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં ગણિતના પ્રાધ્યાપક છે. તેમની પુત્રીઓ પણ વિદ્યામાં એક એકથી ચડિયાતી. એમની સંતતિ એમના માટે બધું કરી છૂટવા તૈયાર. તે ઉપરાંત બધી જ કેમના, બધા જ પંથના અને બધી જ કક્ષાના અનેક સામાન્ય જન, વિદ્વાન અને શ્રીમાન તેમના ચાહક; અને તે પણ કાંઈક કરી છૂટવું એવી વૃત્તિવાળા ચાહક, છતાં કૌશાંબીજી પિતાના બુદ્ધિપૂર્વક સંકલ્પથી જરા પણ ચલિત ન થયા. તેમણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10