________________
અર્થ,
[૮૯ નક્કી કર્યું. હાથમાં લીધેલ કામ ઉપરાંત કૌશાંબીજી પાસે બૌદ્ધ ગ્રંથોનું અધ્યયન શરૂ કર્યું. સાથે રહેવાનું, જમવાનું અને ફરવાનું હોવાથી કૌશાંબીજીની અનેક વિષયસ્પર્શી વિનોદી પ્રતિભાનો પણ લાભ મળતે ગયે. કૌશાંબીજી તે વખતે વિદ્યાપીઠ માટે અમુક પુસ્તકે તૈયાર કરતા હતા. મરાઠીમાં લખે અને તેને ગુજરાતી અનુવાદ પણ સાંભળે. હું તે લગભગ બધામાં સાક્ષી બનતા અને એમની પાસે શીખેલ “અભિધમ” જેવા ગ્રંથને વર્ગ પણ લેત. ૧૯૨૫ સુધી આમ ચાલ્યું.
ફરી ૧૯૨૭થી ૨૦ સુધીમાં તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે પણ આવો જ ક્રમ ચાલ્યો. કૌશાંબીજી શાસ્ત્રાભ્યાસી તો હતા જ, પણ તેમની ઈતિહાસ અને સંશોધનની દૃષ્ટિ બહુ સ્પષ્ટ હતી. વિશેષતા એમની એ હતી કે, તેઓ પોતાને સત્ય લાગે અને સમજાય એ વાત અપ્રિય હેય તેય મિત્રો કે બીજા મળનારને કહેતાં કદી ખમચાતા નહીં. તેથી કેટલીક વાર અને કેને વિરોધ પણ વહારતા. પણ દરેક જણ સમજી જો કે કૌશાંબી છે ચોખા દિલના એટલે પાછું અનુસંધાન થતાં વાર ન લાગતી. કૌશાંબીઝને જે મળે તે તેમના પ્રત્યે આકર્ષાય. | ગુજરાતમાં રહ્યા પછી કબીજીને મહારાષ્ટ્ર કરતાં જુદો જ અનુભવ છે. તેઓ કહેતા કે, મહારાષ્ટ્ર હતી અને દુરાગ્રહી છે, જ્યારે ગુજરાતમાં એવું તત્ત્વ ઘણું ઓછું છે તેથી તેમણે ગુજરાતમાં અનેક વર્ગના અનેક મિત્રો મેળવ્યા.
ફરી કૌશાંબી અને મારે મેળાપ કાશીમાં છે. તેઓ છ માસ માટે હિંદુ યુનિવર્સિટીમાં આવી રહ્યા. પંડિત માલવિયાજી તેમને આગ્રહ કરી લાવેલ, પણ કૌશાંબીજીએ ત્યાં કોઈ વ્યવસ્થા ન જોઈ તેમની પાસે કઈ શીખનાર જ નહીં. એક વાર તેમણે માલવિયાજી અને ધુવક એ બંનેની ખબર પણ લીધી. છેવટે મેં તે નકકી કર્યું કે, મારે એમને ઉપએગ કરે. ત્યાંના પુસ્તકાલયના એક ખંડમાં સીલની, બરમી, સિયામી અને રિમન લિપિમાં મુદ્રિત બધા જ બૌદ્ધ પિટકથા તેમની ટીકા સાથે સામે રાખ્યા. મેં એ ક્રમ રાખે કે કેઈ એક ગ્રંથ ન ભણતાં હું પૂછું તે ઉપર કૌશાંબીજી બૌદ્ધ મંતવ્ય કહે. મેં ઉમાસ્વાતિના તત્વાર્થને આધારે નિત્ય નવા શાસ્ત્રીય પ્રશ્નો પૂછવા માંડ્યા; અને કૌશાંબીજી તે પ્રશ્ન પરત્વે બૌદ્ધ પાલિ વાલ્મમાં કાંઈ છે કે નહીં, તથા હોય તો તે શું છે એ શોધી ઉત્તર આપવા લાગ્યા. આ વખતે કૌશાંબીજની અસાધારણ સ્મૃતિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org