________________
• ]
દર્શન અને ચિંતન
:
પ્રજ્ઞાનો મને પરિચય થયો. હું પૂછું કે, જૈન નય અને નિક્ષેપના સ્થાનમાં ઔદ્ધ ગ્રંથામાં શું છે?’ તા કૌશાંબીજી ચૈડીવારમાં જ પ્રથમ મોઢેથી કહી દે કે ચ્યાના ઉત્તર આવે છે અને અમુક ગ્રંથમાંથી મળશે. પછી તરત જ એ ૌદ્ધ ગ્રંથાના અંબારમાંથી કાઈ ને કાઈ ગ્રંથમાંથી મને પોતે કહેલ વાતને પુરાવા કાઢી આપે. મારા સહચારી ભાઈ ખુશાલદાસ તે પુરાવાનું સ્થાન લખી લે. આમ રોજ સવારે બે કલાક વિદ્યાવ્યાસંગ ચાલે. મારી ધારણા એ હતી કે કૌશાંબીજીના બૌદ્ધ જ્ઞાન-ખજાનામાંથી મળે તેટલી વસ્તુ મેળવી, નોંધી લઈ, કયારેક જૈન અને બૌદ્ધ મંતવ્યેાને તુલનાત્મક અભ્યાસ રજૂ કરવા; અને સાથે સાથે વૈદિક દનેની પણ યથાસભવ તુલના કરવી. કૌશાંબીજીએ સામગ્રી એટલી બધી આપી હતી કે જો એ ગુમ થયેલ નેટ હજી પણ મળી આવે, તા તુલનાના મનોરથ સિદ્ધ થાય.
આમ છ માસના સહવાસ પછી કૌશાંબીજી જરાક દૂર ગયા, દૂર એટલે કાશી વિદ્યાપીઠ. ત્યાં તેમણે હિંદી સંસ્કૃતિ આણિ અહિંસા' એ પુસ્તક લખ્યું. જ્યારે તેઓ એ પુસ્તક લખતા હતા, ત્યારે પણ અમે બને તો અવારનવાર મળતા જ. તેએ પોતાનું લખવાનું અને લખેલું મને મેઢ કહી જાય અને સંમતિ માગે. વળી કયારેક કહે કે, મારું આ પુસ્તક કાઈ પ્રગટ નહીં કરે, એટલું જ નહીં પણ કાઈ કાઝ સુધ્ધાં નહીં કરે. કારણમાં તેઓ કહેતા કે, વૈદિક, બૌધ્ધ અને જૈન એ બધાની તીત્ર સમાલેચના એમાં કરી છે. અને જે પેઝીટર કે પ્રકાશક હશે તે પણ કાઈ તે કોઈ ઉક્ત પરંપરામાંના હાઈ મારી વિરુધ્ધ જ જશે. પણ હું હંમેશાં કહેતા કે, એવું કાંઈ નથી. દરમ્યાન તેમના મિત્ર માત્રુ શિવપ્રસાદ ગુપ્તા જે પથારીવશ જ હતા, તેમણે કહેલું કે, એ પુરતક હુંહિ’દીમાં કરાવી પ્રસિધ્ધ કરીશ. તેમણે હિંદી અનુવાદનું કામ તેમના એળખીતાને આપ્યું પણ ખરું, પરંતુ મને લાગે છે કે આ બાબતમાં કૌશાંબીજી જ સાચા હતા. એ પુસ્તક એમ ને એમ પડી રહ્યુ’. અને છેવટે એને ગુજરાતી અનુવાદ ગુજરાતમાં જ પ્રથમ પ્રસિદ્ધ થયે; અને હિંદી અનુવાદ તા કૌશાંબીજીના સ્વર્ગવાસ પછી જ.
કાશી વિદ્યાપીઠ છોડી કૌશાંબીજી મુંબઈના એક વિભાગ પરેલમાં - અહુજન વિહાર'માં પાત જાતિને સંસ્કાર આપવા રહ્યા. જ્યારે તેમને એમ લાગ્યું કે, તેમની ગીતાની સમાલોચનાથી અમુક દાતાઓને માઠું લાગ્યું છે, ત્યારે તેમણે આપમેળે પરેશ છેડયું.
પાછા અમદાવાદ અને સારનાથ આદિમાં રહી તે મુંબઈ આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org