Book Title: Shamb Pradyumna Charitra Part 01 Author(s): Sulochanashreeji Publisher: Amitbhai S Mehta View full book textPage 7
________________ પ્રકાશકીય : પૂજ્ય સાધ્વીજી સુચનાથીજીએ સર્વપ્રથમ દાર્શનિક ગ્રંથ “સ્યાવાદ મંજરી' ને સરળ અને સુબોધ ભાવાનુવાદ કર્યો હતો અને એની બીજી આવૃત્તિ પણ પ્રકાશિત થઈ છે. તે પછી તેઓએ “હિરસૌભાગ્ય નામના સંસ્કૃત મહાકાવ્યને રસપૂર્ણ અનુવાદ કર્યો હતો અને એનું પણ પ્રકાશન થઈ ગયું હતું. શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર' સાધ્વીજી મને ખૂબ પ્રિય કાવ્યગ્રંથ છે અને લગભગ દરેક ચાતુર્માસમાં બહેને સમક્ષ પ્રવચનમાં આ ગ્રંથ તેઓ વાંચતાં હોય છે. તેમણે આ ચરિત્રને અનુવાદ એ ધારાપ્રવાહી અને રસપૂર્ણ શૈલીમાં કર્યો છે કે વાંચનાર ગ્રંથ પુરો કર્યા વિના મૂકે નહીં. ચરિત્રગ્રંથના અભ્યાસને સરળતા રહે એટલા માટે મૂળ લેક પણ છાપવામાં આવ્યા છે. આ પ્રથમ ભાગમાં ૧ થી ૮ સર્ગ આપવામાં આવ્યા છે. બીજા ભાગમાં ૯ થી ૧૬ સર્ગ આપવામાં આવશે. બીજો ભાગ પણ અમે જલદી પ્રકાશિત કરવા ઇચ્છીએ છીએ. જ જોઈએ. જેથી અભ્યાસ કરનારાઓને આ દરેક જ્ઞાન ભંડારમાં આ ચરિત્રગ્રંથ હો ગ્રંથ સુલબ્ધ બને, છપાવવામાં ખૂબ કાળજી રાખવા છતાં, કેઈ ભૂલ રહી જવા પામી છે. અધ્યયન કરાવનારા વિદ્વાને એ ભૂલ સુધારી લેવા કૃપા કરશે. આ ગ્રંથના પ્રકાશનમાં જેઓને આર્થિક સહયોગ પ્રાપ્ત થયા છે, તે મદ્રાસના ચંદ્રપ્રભસ્વામી જુના મંદિરના ટ્રસ્ટીઓને અને સાધારણ ભવનની શ્રાવિકા બહેનેને આભાર માનું છું. અંતે, હું પૂજ્ય સાધ્વીજી મ. સુલોચનાશ્રીજીને વિનંતી કરું છું કે તેઓ આ રીતે પોતાની જ્ઞાને પાસના ચાલુ રાખીને સમાજને આવું ઉપયોગી સાહિત્ય પ્રદાન કરે. – પ્રકાશક અમદાવાદ : ૨૦-૫-૮૮Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 322