Book Title: Sarvsiddhantpraveshika
Author(s): Chirantanmuni, Jambuvijay
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ || શ્રી શશ્વરપાર્શ્વનાથાય નમ: किञ्चिद् वक्तव्यम् [પ્રથમસંરત] आचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरपादपद्मेभ्यो नमः आचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरपादपद्धेभ्यो नमः सद्गुरुदेवमुनिराजश्रीभुवनविजयपादपोभ्यो नमः પૂજયપાદ ગુરુદેવ મુનિરાજ શ્રી ૧૦૦૮ ભુવનવિજયજી મહારાજાની પ્રેરણાથી સંશોધન-સંપાદન કરીને આજથી લગભગ ૧૪ વર્ષ પૂર્વે સર્વસિદ્ધાંતપ્રવેશક ગ્રંથને અમદાવાદથી પ્રકટ થતા જૈનસત્યપ્રકાશ નામના માસિકમાં છાપવા માટે મોકલી આપ્યો હતો. અને તે માસિકના ભિન્ન ભિન્ન અંકોમાં તે વખતે છપાયો હતો. પ્રસ્તુત ગ્રંથ આ વિષયના અભ્યાસીઓને અતિ ઉપયોગી થઈ શકે એ આશયથી એને સ્વતંત્ર ગ્રંથરૂપે છપાવવા માટે ગુરુદેવની ખાસ ઈચ્છા અને પ્રેરણા હતી. યોગ્ય સંસ્કારો સાથે આ ગ્રંથ પ્રકાશિત થાય તે પૂર્વે તો ગુરુદેવનો શંખેશ્વરજી તીર્થમાં સં. ૨૦૧૫ના મહાસુદિ આઠમ સ્વર્ગવાસ થયો. પછી તો માનસિક અને શારીરિકે આદિ અનેક કારણોસર આ ગ્રંથને યોગ્ય સંસ્કાર આપીને પ્રકાશિત કરવાનું મારાથી બની શક્યું નહિ. હમણાં ઘણે વર્ષે પૂજ્ય ગુરુદેવની ઇચ્છા અને પ્રેરણાનું તીવ્ર સ્મરણ અને પુનઃ સંવેદન થયું એટલે એને યોગ્ય સંસ્કારો આપ્યા. અને પરમાત્માશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની કૃપાથી હવે આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે. આ રીતે ગુરુદેવની ઇચ્છા પૂર્ણ થવા સાથે આ અતિ ઉપયોગી ગ્રંથ અભ્યાસીઓના કરકમલમાં મૂકાય છે, એ મારે મન અતિ આનંદનો વિષય છે. અધ્યાપક અને અભ્યાસી બંને જો યોગ્ય હશે તો આ નાનો ગ્રંથ પણ ઘણું જ્ઞાન આપશે. અભ્યાસીઓ અમારી ભાવનાને સફળ કરે એ જ અભ્યર્થના. | નિવેદક પૂજ્યપાદાચાર્યમહારાજ શ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારપૂજ્યપાદાચાર્યમહારાજ શ્રીમદ્વિજય મેઘસૂરીશ્વરશિષ્યપૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજ શ્રીભુવનવિજયાન્તવાસી મુનિ જંબૂવિજય સં. ૨૦૨૦, પ્રથમ ચૈત્ર શુક્લાષ્ટમી, શ્રીશંખેશ્વરતીર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46