Book Title: Sarvsiddhantpraveshika
Author(s): Chirantanmuni, Jambuvijay
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ ૧૦ બૌદ્ધદર્શનના ભેદો અને જૈન તથા ચાર્વાક મળીને છ નાસ્તિક દર્શન છે, કેમકે તે વેદને પ્રમાણભૂત માનતાં નથી, આ જાતની ગણના કરનારા પણ છે. દર્શનોની સંખ્યાની ગણના કર્યા સિવાય મુખ્ય મુખ્ય સર્વસિદ્ધાંતોનું નિરૂપણ કરતો સર્વસિદ્ધાન્તપ્રવેશ નામનો આ ગ્રંથ અદ્યાવિધ સ્વતંત્રરૂપે અપ્રકાશિત જ છે. આમાં નૈયાયિક, વૈશેષિક, જૈન, સાંખ્ય, બૌદ્ધ, મીમાંસક તથા ચાર્વાક એમ સાત દર્શનોનું નિરૂપણ છે. ષગ્દર્શનસમુચ્ચય પદ્યાત્મક છે, જ્યારે આ ગદ્યાત્મક છે. સર્વસિદ્ધાંતપ્રવેશકની રચનાશૈલી અતિવિસ્તૃત ન હોવાથી તેમ જ અતિસંક્ષિપ્ત પણ ન હોવાથી, ઉપરાંત ભાષા અને પ્રતિપાદન શૈલી અત્યંત મનોહર હોવાથી દર્શનોનું જ્ઞાન મેળવવા માટે આ ઉત્તમ ગ્રંથ છે. આથી આ ગ્રંથને પ્રગટ કરવાની ભાવનાથી આ ઉપક્રમ કરવામાં આવ્યો છે. આ ગ્રંથને શોધી કાઢવાનો યશ આગમ પ્રભાકર પૂ. મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મહારાજને જ ફાળે જાય છે. તેઓશ્રીએ પોતાની આખી જિંદગી પ્રાચીન સાહિત્યના સંશોધન પાછળ જ અર્પણ કરી દીધી છે. જૈનસમાજ તેમના આ પુણ્યકાર્યથી સારી રીતે પરિચિત છે, એટલે વિશેષ કંઈ લખવાની જરૂર જેવું નથી. અનેક કષ્ટો ઉઠાવીને, જેસલમેરની રણભૂમિમાં જઈને, અત્યાર સુધી વ્યવસ્થિત રીતે કદી નહીં તપાસાયેલા આખા પ્રાચીન ગ્રંથસંગ્રહના પાનેપાનાંને તેમણે તપાસ્યાં છે. १. “शून्यवादेनैकं प्रस्थानं माध्यमिकानाम्, क्षणिकबाह्यार्थवादेनापरं सौत्रान्तिकानाम्, प्रत्यक्षस्वलक्षणक्षणिकबाह्यार्थवादेनापरं वैभाषिकाणाम् । एवं सौगतानां प्रस्थानचतुष्टयम् । तथा देहात्मवादेन एकं प्रस्थानं चार्वाकाणाम्, एवं देहातिरिक्तदेहपरिमाणात्मवादेन द्वितीयं प्रस्थानं दिगम्बराणाम् । एवं मिलित्वा नास्तिकानां षट् प्रस्थानानि । ” – मधुसूदनसरस्वतीरचिते प्रस्थान भेदे — पृ० १ || ૨. વસ્તુતઃ જીવ, પરલોક, પુણ્ય, પાપ અને મોક્ષાદિ માને તે આસ્તિક અને ન માને તે નાસ્તિક આ જ સાચી આસ્તિક-નાસ્તિકની વ્યાખ્યા છે. વેદને પ્રમાણભૂત માનવા કે ન માનવા એ કંઈ આસ્તિકતા કે નાસ્તિકતાનો માપદંડ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46