Book Title: Sarvsiddhantpraveshika
Author(s): Chirantanmuni, Jambuvijay
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ પદાર્થોને જ જો અનેકધર્માત્મકત્વ-અનેકાન્તાત્મકત્વ પસંદ છે, તો તે આપણને ન ગમે તો ય આપણે શું કરી શકવાના છીએ ? વસ્તુતઃ જો વિચાર કરીએ તો જે વિરોધ દેખાય છે તે વાસ્તવિક વિરોધ નથી, પણ વિરોધાભાસ છે. પુત્રપણું અને પિતાપણું પરસ્પર વિરુદ્ધ લાગે છે, પણ એક જ વ્યક્તિ પોતાના પુત્રની અપેક્ષાએ પિતા હોય અને પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર હોય એમાં વિરોધ જેવું છે જ શું ? તે જ પ્રમાણે માટીનો પિંડ મટીને જયારે ઘડો બને છે ત્યારે માટી પિંડરૂપે નાશ પામે છે, ઘડારૂપે ઉત્પન્ન થાય છે અને માટીરૂપે કાયમ રહે છે, એમ અપેક્ષા ભેદથી ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા એક જ વસ્તુમાં ઘટી શકતાં હોય તો તેમાં વાંધા જેવું છે પણ શું ? જો આ વાતને સ્વીકારવામાં આવે તો વસ્તુને સર્વથા અવિનાશી માનનાર વેદાન્તી વગેરે અને સર્વથા વિનાશી માનનાર બૌદ્ધાનો ઝગડો આપોઆપ જ પતી જાય. તે જ રીતે “ઘડો છે” એ જેટલું સાચું છે તેટલું જ “ઘડો નથી' એ પણ સાચું છે. કારણ કે ઘડો ઘડારૂપે છે પણ વસ્ત્રરૂપે નથી. જો “વસ્ત્રરૂપે નથી” એ વાતનો સ્વીકાર કરવામાં ન આવે તો વસ્ત્રની જેમ ઘડાનો પહેરવામાં-અંગ ઢાંકવામાં ઉપયોગ થવો જોઈએ, પણ નથી થતો. એટલે ઘડો વસ્ત્રરૂપે નથી, પણ ઘડારૂપે જ છે એ વાત માનવી જ જોઈએ. એટલે વસ્તુ એક અપેક્ષાએ છે પણ ખરી અને અન્ય અપેક્ષાએ નથી પણ ખરી. તે જ રીતે સજાતીયની અપેક્ષાએ સામાન્ય છે અને વિજાતીયની અપેક્ષાએ વિશેષ છે. જો આ દૃષ્ટિએ વસ્તુતત્ત્વનો વિચાર કરવામાં આવે તો દાર્શનિક શાસ્ત્રોમાં નિત્યત્વ-અનિત્યત્વ, સત્ત્વ-અસત્ત્વ, સામાન્યાત્મકત્વ-વિશેષાત્મકત્વ વગેરેના જે ભયંકર વિવાદો જોવામાં આવે છે તે આપોઆપ શમી જાય. એટલું જ નહીં, પણ જગતના તમામ વૈર-વિરોધના ઝેરને નિવારનારી આ અમૃતમયી ૧. આથી જ આચાર્યપ્રવર શ્રીમાન્ સિદ્ધસેન દિવાકરજીએ કહ્યું છે કે–જેના વિના લોકવ્યવહાર પણ કોઈ રીતે ચાલી શકતો નથી તે જગતના ગુરુસમાન અનેકાંતવાદને નમસ્કાર ને વિI નો સ વિ વવહારો વ્યહાં निव्वहइ। तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स । [सन्मति ३।६९] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46