Book Title: Sarviyadhyana Author(s): Shubhachandra Acharya Publisher: Jain Associations of India Mumbai View full book textPage 7
________________ પ્રકાશકીય ધી જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના વિ. સં. ૧૯૩૮ એટલે કે ઈ.સ. ૧૮૮૨માં થઈ હતી. એ વખતે સામાજિક ક્ષેત્રે જૈન ધર્મ અને સમાજનું પ્રતિનિધિત્વ કરે એવું સંગઠન ન હતું. જૈન ધર્મને અનુસરતાં શ્રાવક-શ્રાવિકાને સર્વાગી વિકાસ થાય એવી પ્રવૃત્તિઓ હાથ ધરવાની જરૂર હતી. વળી, જૈન મંદિર અને તીર્થોના માલિકી હક્કો અંગે જ્યાં વિવાદ થાય ત્યાં અદાલત સમક્ષ પ્રતિનિધિ વરૂપ સંસ્થા રજૂઆત કરે છે તે સમયની માંગ હતી. આ માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાનાં બે વર્ષ બાદ આ સંસ્થાને ધબકતી રાખે એવા મંત્રી મળ્યા. માત્ર વીસ વર્ષની ઉંમરે આ સંસ્થાનું સુકાન સંભાળનાર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ શત્રુંજય તીર્થ, સમેતશિખર, મક્ષીજી વગેરે તીર્થોના પ્રશ્નોની લંડનની પ્રિવી કાઉન્સિલ સુધી રજૂઆત કરી અને જૈન ધર્મની તરફેણમાં પરિણામ લાવ્યા. - ઈ. સ. ૧૮૯૩માં ચિકાગોમાં વિશ્વધર્મ પરિષદ મળી હતી. તેના પ્રમુખ ચાર્લ્સ સી. બની અને મંત્રી શ્રી હેન હેનરી બરે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આ પરિષદમાં હાજર રહેવા પૂ. આત્મારામજી મહારાજ(પૂ. આચાર્યશ્રી વિજયાનંદસૂરિજી)ને નિમંત્રણ પાઠવ્યું હતું. પરંતુ જૈનાચાર પ્રમાણે તેઓ વિદેશ જઈ શકે તેમ ન હતા. એટલે જૈન ધર્મ વિષે એક નિબંધ તૈયાર કરીને પરિષદ પર મોકલવાથી એમને સંતોષ માનવે પડે તેમ હતું. પરિષદના સંચાલકે એ Jain Education International વી For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 180