Book Title: Santni Amrut Vani Author(s): Punyavijay Publisher: Jamnadas P Sheth Mumbai View full book textPage 2
________________ મ. ગાંધીજીની શ્રદ્ધાંજલિ જે વેરાગ્ય “અપૂર્વ અવસર એ કયારે આવશે? એ કાવ્યની કડીઓમાં ઝળહળી રહ્યો છે, તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલે. તેમનાં લખાણમાં અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું, તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારૂં એક લીટી સરખી પણ લખી હોય એમ મેં જોયું નથી.” “ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તે હેય જ. કેઈ વખતે આ જગતના કેઈ પણ વૈભવને વિશે તેમને મેહ થયો હોય એમ મેં જોયું નથી.” આ વર્ણન સંચમીને વિશે સંભવે. બાહ્ય આડં. બરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે, અનેક જન્મના પ્રયાસે મળી શકે છે, એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાને પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિ શ્રીમદ્ રાજચંદ્ર)ને સ્વાભાવિક હતી, એમ મારા ઉપર છાપ પડી હતી. (જયંતિ પ્રસંગે તથા ગાંધીજીની આત્મકથા પુત્રમાંથી) Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 186