Book Title: Sangiti
Author(s): Bechardas Doshi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 7
________________ સંપાદકીય નિવેદન સ્વ. પં. શ્રી બેચરદાસ જીવરાજ દોશી સંસ્કૃત, પ્રાકૃત આદિ અનેક ભારતીય ભાષાના મર્મજ્ઞ વિદ્વાન, જૈન આગમ અને પાલિ ત્રિપિટકના આરૂઢ વિદ્વાન તથા ભારતીય દર્શનોના ઊંડા અભ્યાસી હતા. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન અનેક ગ્રંથોનું સંપાદન, અનેક ક્લિષ્ટ ગ્રંથોના અનુવાદ અને મૌલિક ગ્રંથોનું લેખનકાર્ય કર્યું હતું. તેમાંનું મોટા ભાગનું સાહિત્ય ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત પણ થયું છે. આ ઉપરાંત તેમણે ૨૦૦થી વધુ લેખો લખ્યા હતા. આ લેખો પ્રબુદ્ધ જીવન, અખંડ આનંદ, પુરાતત્ત્વ, જૈન સાહિત્ય સંશોધક આદિ અનેક સુપ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થયા હતા. તે તમામની સૂચિ તેમની હયાતીમાં વિદ્યાધ્યયન કરતાં કરતાં તૈયાર કરી હતી. આ સૂચિ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, વારાણસીથી પ્રગટ થયેલ શ્રદ્ધાંજલિ ગ્રંથમાં યથાતથ પ્રગટ થઈ છે. વર્ષો પૂર્વે લેખસંગ્રહ પ્રગટ કરવાનું વિચાર્યું હતું પરંતુ કોઈ કા૨ણોસ૨ આ યોજનામાં વિલંબ થતો જ રહ્યો. છેવટે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના સંચાલકશ્રી મનુભાઈ સાથે ચર્ચા થઈ અને તેમણે પં. શ્રી બેચરદાસ જીવરાજ દોશીના લેખો પ્રગટ કરવાની ઉત્સુકતા દર્શાવી અને લેખસંગ્રહ પ્રગટ કરવાના કાર્યનો પ્રારંભ થયો. તેમના લેખોમાંથી કેટલાક પસંદ કરેલા લેખો અહીં પ્રગટ થઈ રહ્યા છે તે આનંદની ઘટના છે. પંડિત બેચરદાસ દોશી ભારતીય સાહિત્યના ઊંડા અભ્યાસી, જૈન આગમ અને પાલિ ત્રિપિટક તુલનાત્મક દૃષ્ટિએ અધ્યયન કરનાર પહેલા ભારતીય વિદ્વાન, ગાંધીજીનું ભારતમાં આગમન થયું તે પૂર્વે જ સ્વદેશીના રંગે રંગાયેલા અને પછી તો વિદ્યાપીઠમાં કામ કરતાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને સ્વતંત્રતાની લડતમાં પણ જોડાયા હતા. આ દરમિયાન તેઓશ્રીને નવ મહિના વીસાપુરની જેલમાં રહેવું પડ્યું હતું. તેમણે પંડિત સુખલાલ સંઘવી સાથે સન્મતિતર્ક સૂત્રનું સંપાદન, ભગવતી સૂત્રનો અનુવાદ અને જીવનની છેલ્લી અવસ્થામાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર વિરચિત સિદ્ધહેમ શબ્દાનુશાસનનો ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો હતો. ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિનો ઇતિહાસ દર્શાવતું અભ્યાસપૂર્ણ પ્રવચનો મુંબઈ યુનિવર્સિટીમાં આપ્યાં હતાં જે પછીથી પુસ્તકરૂપે પ્રગટ થયાં હતાં. ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિનો સુવિસ્તૃત ઇતિહાસ વર્ણવતો આ એકમાત્ર ગ્રંથ છે. પ્રાકતભાષા શીખવા માટે સરળ ભાષામાં પ્રાકૃત માર્ગોપદેશિકાની રચના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 306