Book Title: Sangiti
Author(s): Bechardas Doshi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ કુટુંબની આજીવિકાનો સવાલ ભારે મુશ્કેલીભર્યો બની ગયો. સમાજની પ્રચલિત રૂઢિ મુજબ પોતાના પિતાશ્રીનું કારજ કરવા માટે તેમની માતાને પોતાની આખરી પૂંજી સમાં કડલાં અને ઠોળિયાં વેચી દેવાં પડેલાં એ વાત કહેતાં કહેતાં પંડિતજીનું દિલ દ્રવી ઊઠતું. આ પછી કુટુંબનો નિર્વાહ ચલાવવા માટે તમબાઈને પારકાં દળણાં-ખાંડણાનું પાર-વગરનું કામ કરવું પડતું; અને છતાં નિર્વાહ તો પૂરો થઈ શકતો જ નહીં. બે દીકરા અને એક દીકરી એમ પોતાનાં ત્રણ સંતાનો માટે રાતદિવસ મથામણ કરતી પોતાની માતાને મદદ કરવા પંડિતજીએ કદી પણ કામ કરવામાં શરમ કે નાનમ અનુભવી ન હતી. દાણામાં મેળવવા માટે રાખ ચાળી આપવી, કાલાં ફોલવાં, કાલાંના ઢાલિયામાંથી રૂનાં પૂમડાં વીણવાં, દાળમસાલી (તળેલી દાળ) વેચવી વગેરે જે મળી શકે તે કામ પંડિતજી કરતા રહેતા. વધુ અભ્યાસની ઇચ્છા છતાં આજીવિકાનો સવાલ જ એટલો ભારે થઈ પડ્યો કે ભણવાની વાતનો વિચાર થઈ શકે એમ જ ન હતું. એટલામાં સંવત ૧૯૫૮-૫૯ની સાલમાં સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય વિજયધર્મસૂરિજી મહારાજે જૈન વિદ્વાનો તૈયાર કરવાના ઉદ્દેશથી, માંડળમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરેલી તેમાં અભ્યાસ કરવા માટે વલભીપુરના જ રહેવાસી શ્રીહર્ષચંદ્ર ભુરાભાઈ (સ્વ. મુ. શ્રી જયંતિવિજયજી) માંડળ જતા હતા તેમની સાથે પંડિતજી પણ માંડળ ગયા. જૈન વિદ્વાનો તૈયાર કરવાની શ્રી. વિજયધર્મસૂરિજીની તમન્ના ભારે ઉત્કટ હતી. તેમને આવા બુદ્ધિશાળી વિદ્યાર્થીને જોઈને ભારે આનંદ થયો. આ પછી તો સ્વ. સૂરિજીએ પ્રખર જૈન વિદ્વાનો ગુજરાતના અર્થપ્રધાન વાતાવરણમાં તૈયાર થવા મુશ્કેલ જાણીને વિદ્યાવ્યાસંગના વાતાવરણવાળા કાશી જવાનો નિર્ણય કર્યો. બેચરદાસભાઈએ માંડળમાં પાંચ-સાત મહિના રહીને કૌમુદીનો અભ્યાસ કર્યો. પછી આચાર્ય મહારાજ સાથે કાશી જવા માટે પગપાળા રવાના થયા. પણ તેમનાં માતુશ્રીની ઇચ્છા તેમને આટલે દૂર મોકલવાની ન હતી એટલે હર્ષચંદ્રભાઈની સાથે ગોધરાથી તેઓ વલભીપુર પાછા આવ્યા, અને સાતમી ચોપડી ત્યાં પૂરી કરી. માતાની ઇચ્છાથી અભ્યાસ છોડીને પાછા તો આવવું પડ્યું હતું, પણ મનમાંથી ભણવાનો વિચાર દૂર થતો ન હતો. એટલે બેચરદાસ પાલીતાણા ગયા, અને મુ. શ્રી. સિદ્ધિવિજયજી મહારાજ સુરતીની પાસે રહીને નવતત્ત્વ વગેરેનો ધાર્મિક અભ્યાસ કર્યો. પાલીતાણાના આ વસવાટ દરમિયાન એમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 306