Book Title: Sangiti
Author(s): Bechardas Doshi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ જમવા વગેરેની પુષ્કળ મુશ્કેલી વેઠવી પડેલી. તેમની બાએ બરફીચૂરમાનો ડબો ભરીને આપ્યો હતો, તે પહોંચ્યું ત્યાં સુધી તો રોજ વખતસર ખાવાનું મળતું, પણ પછી તો પ્રભાવના વગેરેમાં જે કાંઈ મળે તેનાથી ચલાવી લેવું પડતું. કોઈ કોઈ દિવસ તો એકાદશી પણ થઈ જતી. છેવટે જામનગરના એક સગૃહસ્થ શ્રી. સૌભાગ્યચંદ કપૂરચંદે માસિક રૂ. ૧૦ આપવાનું નક્કી કર્યું, અને એમનો માર્ગ કંઈક સરળ બન્યો. પાલીતાણામાં એક વર્ષ રહી તેઓ વળી પાછા વલભીપુર આવ્યા. કોઈએ કહ્યું કે “વૃષભ રાશિવાળાને લાંબા પ્રવાસનો જોગ છે. આ સાંભળી બેચરદાસને ફરી પાછા કાશીના વિચારો આવવા લાગ્યા. પણ માએ રજા ન આપી, એટલે છેવટે મહેસાણા પાઠશાળામાં જઈ પહોંચ્યા, અને ત્યાં એક માસમાં ભાંડારકરની માર્ગોપદેશિકાની પહેલી ચોપડી પૂરી કરી. પણ આટલાથી વિદ્યા માટે તલસતો પંડિતજીનો આત્મા સંતુષ્ટ ન થયો, અને એક દિવસ માતાને પૂછયા વગર જ હર્ષચંદ્રભાઈ સાથે સં. ૧૯૬૨-૬૩ના અરસામાં તેઓ કાશી ઊપડી ગયા. આમ વિદ્વાનો તૈયાર કરવાની ધગશવાળા આચાર્ય મહારાજ અને ગમે તે ભોગે વિદ્યા ઉપાર્જન કરવાની ભાવનાવાળા વિદ્યાર્થીનો સુયોગ થઈ ગયો. પણ છ મહિનામાં પંડિતજી શીતળાની બીમારીમાં સપડાયા, તે જાણીને એમનાં બા સાવ એકલાં એકલાં છેક બનારસ પહોંચી ગયાં. માતૃસ્નેહનું માપ આપણે બુદ્ધિના ગજે ન કાઢી શકીએ. કાશીમાં બે વરસ રોકાઈ તેઓ વલભીપુર ગયા ત્યારે આચાર્યવર્ય હેમચંદ્રકૃત લઘુવૃત્તિ પોણી થઈ ગઈ હતી. વલભીમાં થોડું રોકાઈ તેઓ પાછા બનારસ આવ્યા. અને પોતાના અભ્યાસની સાથેસાથે શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાના ગ્રંથોનું સંપાદન, પં. શ્રી હરગોવિંદદાસ ત્રિકમદાસ શેઠના સહકારમાં કરવા લાગ્યા. ખાસ નોંધવા જેવી વાત તો એ છે કે આ ગ્રંથમાળાએ પ્રકાશિત કરેલા જૈન, વ્યાકરણ અને ન્યાયને લગતા ગ્રંથો કલકત્તા સંસ્કૃત કૉલેજની તીર્થ પરીક્ષામાં દાખલ થયા, અને પછી પંડિતજી ન્યાય અને વ્યાકરણના તીર્થ થયા. મુંબઈના ઍજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષામાં પણ પંડિતજી તથા શ્રી હરગોવિંદદાસભાઈ આગલે નંબરે ઉત્તીર્ણ થયા અને બન્નેને રૂ. ૭૫-૭૫/-નું પારિતોષિક મળ્યું. આમ ધીરે ધીરે પંડિતજીની ગણના એક મહાબુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે થવા લાગી હતી. તે વખતે તો તેઓ સંસ્કૃત કવિતા પણ બનાવતા અને પાદપૂર્તિ કરવામાં પણ કુશળ ગણાતા. પંડિતજીની આવી હોશિયારીથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 306