Book Title: Sangiti
Author(s): Bechardas Doshi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 14
________________ ११ આ ભાષણ પછી તેઓ થોડા વખત ભાવનગરમાં રહ્યા ત્યારે ‘તમસ્મરણ’ નામે સમાજની સ્થિતિ દર્શાવતો રૂપકાત્મક લેખ લખ્યો, જે “જૈન”માં છપાયો હતો. આ લેખે તો આખા સમાજમાં ને સુધારકોમાં પણ ભારે ખળભળાટ મચાવી દીધેલો. આ પછી તો ગાંધીજી સામેનો એમનો પરિચય વધતો જ ગયો, અને સને ૧૯૨૧-૨૨માં તેઓ ગાંધીજીના ગુજરાત પુરાતત્ત્વ મંદિરમાં જોડાયા, અને ત્યાં પંડિતવર્ય શ્રી સુખલાલજીના સહકારમાં સન્મતિતર્કના સંપાદનનું અતિદુષ્કર કાર્ય કર્યું. પ્રાચીન આકર ગ્રંથોના સંપાદનમાં આ ગ્રંથનું સંપાદન એક નમૂનેદાર સંપાદન ગણાય છે. તેમના આ કામથી ગાંધીજીને ભારે સંતોષ થયો, પંડિતજીને આ અતિ ઝીણા કામને પાર પાડવા માટે પોતાની ડાબી આંખની સદાની ઝાંખપ વહોરી લેવી પડી. આ પછી તો ગાંધીજીની દાંડીકૂચનો ઐતિહાસિક પ્રસંગ આવી પડ્યો. એ રણભેરીનો નાદ સંભળાયા પછી ઘરમાં ભરાઈ રહેવું શક્ય ન હતું. પંડિતજી પણ એ નાદની પાછળ ઘેલા બન્યા અને હસ્તલિખિત ‘નવજીવન’ના તંત્રી બનીને ૯ મહિના વીસાપુર જેલના મહેમાન બન્યા. પણ પંડિતજી માટે ખરી મુશ્કેલીનો સમય તો જેલમાંથી છૂટ્યા પછી શરૂ થયો. તેમને બ્રિટિશ હકૂમતમાં દાખલ થવાનો સન્ન મનાઈહુકમ મળ્યો હતો તે છેક ૧૯૩૩-૩૬ની સાલમાં કૉંગ્રેસે પ્રાંતોમાં સત્તા સ્વીકારી ત્યાં સુધી ચાલુ રહ્યો. આ દરમ્યાન આજીવિકા મેળવવાની ભારે મુશ્કેલી હતી, અને છ-સાત જણનું ભરણ-પોષણ કરવા સાથે દીકરા-દીકરીઓના અભ્યાસને પણ પહોંચી વળવાનું હતું. આ ચાર-પાંચ વર્ષ લગી કોઈ અણનમ યોદ્ધો ઝઝૂમે તેમ પંડિતજી અણનમપણે જીવનસંગ્રામ ખેલતા રહ્યા, અને મારવાડ, રાજસ્થાન જેવા પ્રદેશોમાં સ્થાનકવાસી સાધુઓ કે બીજાઓને ભણાવીને પોતાનો વિકટ જીવનપંથ કાપતા રહ્યા. આવી વિકટ સ્થિતિ છતાં જૈન સાહિત્યમાં રહેલ સત્યોનો પ્રચાર કરવાની એમની તમન્નામાં જરા પણ ઓટ ન આવી, અને જૈન સાહિત્ય સામેનો સંબંધ શિથિલ કરીને, વિદ્યાનાં બીજાં ક્ષેત્રો દ્વારા જીવનને સુખ-ચેનમય બનાવવાની લાલચથી પંડિતજી સર્વથા અળગા રહ્યા. આ દુઃખના ને કસોટીના સમયમાં તેમને સાથ આપનાર તેમનાં સહધર્મિણી શ્રીમતી અજવાળીબેનને અત્રે યાદ કર્યા સિવાય ચાલે તેમ નથી. પછી તો અમદાવાદમાં એસ. એલ. ડી. આર્ટ્સ કૉલેજ સ્થપાઈ, અને ગુજરાતના સર્વસામાન્ય વિદ્વાન ડૉ. આનંદશંકર ધ્રુવના પ્રયાસથી તેઓ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 306