Book Title: Sangiti
Author(s): Bechardas Doshi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 13
________________ એ પંડિતજીના માટે ક્રાન્તદર્શનનો અને એમના દિલમાં ક્રાંતિની ભાવનાને સજીવન કરવાનો સમય ગણી શકાય. આ પછી તો પંડિતજીને થયું કે જૈન સંસ્કૃતિનો અભ્યદય કરવો હોય તો એ સંસ્કૃતના મૂળ ગ્રંથોનો અનુવાદ કરીને એને સર્વજનસુગમ બનાવી દેવા જોઈએ. બનારસમાં આ ઇચ્છા પૂર્ણ થઈ શકે એમ ન લાગ્યું. એટલે સંવત ૧૯૭૦-૭૧ લગભગમાં અમદાવાદના શેઠ પૂંજાભાઈ હીરાચંદે સ્થાપેલ જિનાગમ પ્રકાશન સભામાં જોડાયા. જૈન આગમોનાં પ્રમાણભૂત ભાષાંતરો તૈયાર કરાવવાં એ સંસ્થાનો મુખ્ય ઉદેશ હતો. પણ જૈન સંઘમાં તે કાળે આગમોના અનુવાદ સામે ભારે વિરોધ પ્રવર્તતો હતો. ઉદાર વિચારના કે સુધારક દિલના આગળ પડતા કહેવાતા સાધુઓ અને ગૃહસ્થોને પણ આ વાત રચતી ન હતી. આ દરમ્યાન અમદાવાદમાં મહાવીર જયંતીની એક સભામાં પંડિતજીએ આગમોના અનુવાદની જરૂર સંબંધી પોતાના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કર્યા. પરિણામે એની સામેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. એ કાળે તો આવો વિરોધ મારપીટ સુધી આગળ વધી જવાની પણ દહેશત રહેતી. પણ પંડિતજી પોતાની વાતને મક્કમપણે વળગી રહ્યા અને મુંબઈમાં રહીને આ કામ કરવા લાગ્યા. આ દરમિયાન તા. ર૧-૧-૧૯૧૯ના રોજ મુંબઈમાં માંગરોળ જૈન સભાના આશ્રયે વસ્તૃત્વ પ્રચારક મંડળના મંત્રીના આમંત્રણથી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાના પ્રમુખપદે “જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ” એ વિષય ઉપર જાહેર ભાષણ આપ્યું અને આખા જૈન સંઘમાં વિરોધનો એક ભારે વંટોળ જાગી ગયો. પણ જે વિચારકો હતા તેમને એ ભાષણે ભારે વિચાર કરતા કરી મૂક્યા. આ ભાષણ એ પંડિતજીના જીવનના એક મહત્ત્વના સીમાસ્તંભરૂપ લેખાય છે. આના લીધે તો અમદાવાદના સંઘે પંડિતજીને સંઘ બહાર કરવા જેટલું બહુમાન આપ્યું પણ પંડિતજીને મન નગ્ન સત્ય કહેવાના લાભની આગળ આ વિરોધ કંઈ વિસાતમાં ન હતો. લોકનિંદા કે લોકપ્રશંસાને મહત્ત્વ આપીએ તો સત્યને ન પિછાણી શકાય કે ન પ્રચારી શકાય, એ સિદ્ધાંત પંડિતજીના મનમાં દઢ રીતે વસી ગયો હતો. આ દરમ્યાન પંડિતજીને પૂ. મહાત્મા ગાંધીજીનો સમાગમ થયો. એક વિદ્વાનને આવા ઉત્કટ સત્યપ્રેમી જોઈને ગાંધીજીએ એમને આશીર્વાદ આપ્યા, એને પોતાની વાતથી પાછા નહીં હઠવા કહ્યું.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 306