Book Title: Samvatsari Pratikraman Gujarati
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 336
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨૮૩ અને કોઈક સંજોગોના કારણે કદાચ પચ્ચકખાણ પારવામાં ન આવે, તો પણ પચ્ચકખાણવાળા મહાનુભાવને “મુક્રિસહિ” નો લાભ અચૂક મળે છે. દા.ત. નવકારશી પચ્ચખાણ કરનાર ભાગ્યશાળી પ્રભુભક્તિ કે જિનવાણી શ્રવણ કે વ્યવહારિક સંજોગોના કારણે તે સમયે કદાચ પચ્ચક્ખાણ ન પારે, તો પણ તેને નવકારશીનો સમય થઈ જવા છતાં મુદિસહિઅં પચ્ચખાણનો લાભ મળે. અર્થાતત્યાં સુધી વિરતિમાં રહેવાયછે. નમુક્કારસહિઅંથી તિવિહાર ઉપવાસ સુધીનાં પચ્ચકખાણ વિધિ મુજબ પારવાં જોઈએ. તેમાં “શ્રી ઇરિયાવહિયં થી લોગસ્સસૂત્ર સુધી...” પછી ખમાસમણ આપીને “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી જ ચિંતામણિથી પૂર્ણ જયવીયરાય! સૂત્ર સુધી બોલી ચૈત્યવંદન કરવું. પછી ખમાસમણ દઈને “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું સક્ઝાય કરું ?' ઈચ્છે, કહીને ગોદોહિકા આસને (ગાય દોહવાની મુદ્રા) બેસીને શ્રી નવકારમંત્ર અને “શ્રી મન્નત જિણાણે” (પૂ. સાધુ સાધ્વીજી ભ. માટે દશવૈકાલિકસૂત્રનું પ્રથમ અધ્યયન) બોલી ઊભા થઈ ખમાસમણ આપીને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ?” ઇચ્છે, કહી ૫૦ બોલથી મુહપત્તિ-શરીરની પડિલેહણા કરવી. પછી ફરીવાર ખમાસમણ આપીને “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પચ્ચકખાણ પારું? “યથાશક્તિ” બોલી સત્તર સંડાસા પૂર્વક ખમાસમણ આપીને, ઊભા થઈને યોગમુદ્રામાં ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પચ્ચકખાણ પાર્યું ? “તહત્તિ” કહીને ઊભડક પગે નીચે ઘુંટણના આધારે બેસીને ચરવળો/રજોહરણ/જમીન પર જમણા હાથની મુદ્ધિ વાળીને ડાબા હાથની હથેળીમાં મુહપત્તી (બંધ કિનાર બહાર દેખાય તેમ) મુખની પાસે રાખીને શ્રી નવકારમંત્ર બોલીને જે પચ્ચખાણ, લીધું હોય તે પચ્ચકખાણ પારવું. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો અને પૌષધવ્રતધારી શ્રાવક-શ્રાવિકાગણ તેમજ શ્રી નવપદજી ઓળીની વિધિપૂર્વક આરાધના કરનાર આરાધકવર્ગ ઉપરોક્ત પચ્ચક્ખાણ પારવાની વિધિ કરતા હોય છે. તે સિવાય નિત્ય નવકારશીથી તિવિહાર ઉપવાસ આદિ તપ કરનાર આરાધક શ્રાવકશ્રાવિકાગણમાં પચ્ચકખાણ પારવાની વિધિ કરવાની વિસરાઈ ગયેલ છે, તે

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364