Book Title: Samvatsari Pratikraman Gujarati
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 362
________________ ૩૦૯ સંવત્સરીના પાવન દિવસે કરાતું પ્રતિક્રમણ એક અમૃતક્રિયા છે. નિમ્નલિખિત ૧૮ પ્રકારનાં પાપસ્થાનકોમાંથી પાછા ફરવાની યાત્રા એટલે પ્રતિક્રમણ, જેને સુવિધિપૂર્વક આદરવાથી આપણે ક્ષમાયોગમાં મંગલ પ્રવેશ પામીએ છીએ. ઇલા દીપક મહેતા કરી અને પારદા કેતા પ્રજ્ઞા અને પારદર્શિતાનાં સમન્વય સમા આ ૨૧મી સદીનાં યૌવનધનમાં જૈન ધર્મનાં વિરલ પ્રતિક્રમણ સૂત્રોનાં અર્થનાં હાર્દનો ખરો લય પહોંચે અને આવનારા વર્ષોમાં તેઓ માટે સત્યમ્, શિવમ્, સુન્દરમનાં અનંત દ્વાર ખૂલે તે મારા માટે આનંદોત્સવ હશે. ભવિજનને ભાવસમાધિમાં તરબોળ કરવા સર્વથા સમર્થ એવા આ સૂત્રોએ મારી આંતરચેતનાને ઘણી વાર શાંતરસમાં ઊંડે સુધી ઝબોળીને મંત્રમુગ્ધ કરી છે. બસ, આ જ અનુભૂતિ સૂત્રોના અર્થ સંદર્ભમાંથી સૌને થાય તેવી આશા છે. મારો આ લઘુ પુરષાર્થ મંગલનું ધામ બને. પરમચેતના ઝંકૃત થાય તેવા આ સૂત્રાર્થમાંથી સૌને આત્મબ્રહ્મની પ્રાપ્તિ થાય તેવી એકમેવ અભ્યર્થના સહવંદન. ૧૮ પાપસ્થાનકો પ્રાણાતિપાત મૃષાવાદ અદત્તાદાન | મૈથુન | પરિગ્રહ || પરિગ્રહ ક્રોધ | માન || માયા || લોભ રાગ | કલહ અભ્યાખ્યાન | પૈશૂન્ય | | રતિ-અરતિ પરપરિવાદ || માયા-મૃષાવાદ || મિથ્યાત્વશલ્ય

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364