Book Title: Samvatsari Pratikraman Gujarati
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 364
________________ તીર્થંકર પરમાત્માએ બતાવેલ ‘સંવત્સરી પ્રતિક્રમણ’ની સાધના કેવી રીતે, કેવા ભાવોથી કરવી જોઈએ, તેની સંપૂર્ણ વિધિ અને સમજણથી પરિપૂર્ણ થયેલા એવા આ પુસ્તક માટે કરાયેલો પ્રયત્ન ખુબ ખુબ અનુમોદનીય છે. સૂત્રોની અદ્દભૂત રચના અને તેનો ભાવવૈભવ દરેક જીવોને અમૃતક્રિયારૂપ બને અને આત્મહિત સાધી સર્વ જીવો મોક્ષ માર્ગના સાધક બને. | ૫.હિતધશ્રીજી મ.સા. પ્રતિક્રમણ એ ચિત્ત અને આત્માની શુદ્ધિ માટે છે. જેમ દેહને માટે પૌષ્ટિક ભોજનની આવશ્યકતા છે, એટલી જ આત્મિક ગુણોને પુષ્ટ કરવા માટે પ્રતિક્રમણની આવશ્યકતા છે. એ પ્રતિક્રમણ દ્વારા રાગદ્વેષાદિકષાયોની મંદતા, વાસનાવૃત્તિમાં ક્ષીણતા અને એ રીતે ચિત્તની નિર્મળતા સાંપડે છે. આનું કારણ એ છે કે એના સૂત્રોમાં દેવ-ગુરૂની સ્તુતિ, વંદના, ધ્યાન, શ્રુતજ્ઞાન વગેરેની ઉપાસના, ક્ષમાપના આદિની ઉત્તમ અને મંગલદાયી વ્યવસ્થા છે. એ રીતે ચિત્તની વિશુદ્ધિ માટે, જૂનાં કર્મોને ખપાવવા માટે અને ચારિત્રગુણની ઉત્તરોત્તર વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ જરૂરી છે. પદ્મશ્રી ડી. કુમારપાળ દેસાઈ સંવત્સરી પ્રતિક્રમણ એટલે વડીલોના આગ્રહથી અઢી કલાક એક સ્થાને બેસીને માત્ર સૂત્રો સાંભળવા એટલું જ નહિ પણ પ્રત્યેક સૂત્ર અને ક્રિયા - વિધિનો અર્થ અને એ ક્રિયાનું વિવરણ સમજાય તો આ પ્રતિક્રમણ, કર્મ નિર્જરા, પશ્ચાતાપ અને ક્ષમાનો ત્રિવેણી સંગમ છે એની પ્રતીતિ જિજ્ઞાસુને થયા વગર રહેતી નથી. આ સત્યનું દર્શન આ પુસ્તક કરાવે છે. ડો.ધનવંત શાહ ‘પ્રબુદ્ધ જીવન’ - તંત્રી *દીપક ફાર્મ', ગોત્રી રોડ, વડોદરા - 390001. ફોન નં: +91-265-2371410

Loading...

Page Navigation
1 ... 362 363 364