Book Title: Samvatsari Pratikraman Gujarati
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 363
________________ ૩૧૦ આ ધાર્મિકગ્રંથ આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરતા મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. આ ગ્રંથના નિર્માણમાં મેં ઘણા બધા સાહિત્ય ગ્રંથોમાંથી આધાર લીધેલા છે. તથા ઘણી જગ્યાએ મારા મૌલિક વિચારો પણ પ્રસ્તુત કરેલા છે. આ વિચારો પ્રસ્તુત કરવા પાછળનો મારો આશય પ્રસ્તુત સાહિત્યને સરળતા પૂર્વક દરેક વ્યક્તિ સમજી શકે તે પૂરતો જ છે. જે ગ્રંથોનો મેં આધાર લીધો છે તે અલગ અલગ સમયકાળમાં રચાયેલાં છે. તેથી ઘણી જગ્યાએ એક જ અર્થવાળો શબ્દ આ ગ્રંથમાં જુદી રીતે લખાયેલો હોઈ શકે. જે ગ્રંથોનો આધાર મેં લીધો છે તેની સૂચિ અહીં આપેલી છે. આ સાથે સૌ વાચકોને વિનંતિ કરું છું કે આ ગ્રંથ નિર્માણમાં મારાથી ‘મનુષ્ય સહજ’ કોઈપણ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરશો. સંદર્ભ ગ્રંથોની સૂચિ ૧. ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો સંપાદક- મુનિ શ્રી પુણ્યકીર્તિ વિજય ૨. પંચ પ્રતિક્રમણ સૂત્ર જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ ૩. સૂત્ર સંવેદના ભાગ-૧, ૨ સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ ૪. શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર સંપાદક – પંડિત નરોત્તમદાસ નગીનદાસ શાહ ૫. સંવત્સરી પ્રતિક્રમણની સરળ વિધિ સંયોજક અને સંપાદક – પૂજ્ય મુનિશ્રી યશોવિજયજી ૬. આવશ્યક ક્રિયા-સાધના સંપાદક અને માર્ગદર્શક - પૂજ્ય મુનિશ્રી રમ્યદર્શન વિજયજી ૭. પ્રતિક્રમણ સૂત્ર અભિનવ વિવેચન મુનિ દીપરત્નસાગર ૮. શ્રી શ્રાદ્ધ – પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધ ટીકા) પ્રયોજક – શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી ઇલા મહેતા

Loading...

Page Navigation
1 ... 361 362 363 364