Book Title: Samprat Sahchintan Part 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 10
________________ નિદ્રાદેવીનું અકળ આવાગમન નિદ્રાદેવીની લીલા અપરંપાર છે. એનું આવાગમન, વિશેષતઃ. આગમન કેટલીયે વાર અકળ રહે છે. તે ભલભલા મોટા મોટા ભક્તને પણ અકાળે અકળ રીતે વિવશ કરી ઉપહાસમય બનાવી દઈ શકે છે અને અપ્રસન્ન થાય ત્યારે ભક્તને લાંબા સમય સુધી દર્શન ન આપીને ક્રૂરતાપૂર્વક અકળાવી મારે છે, તરફડિયાં મરાવડાવે છે, અરે ક્યારેક તો આપઘાત પણ કરાવડાવે છે. નિદ્રાદેવીનો પ્રભાવ એવો અકળ છે કે એનો પ્રસાદ પામનાર કોઈપણ ભક્ત “હવે હું નિદ્રાધીન છું' એવું કહેવા માટે પણ જાગતો રહી શકતો નથી. દેવીઓમાં એક નિદ્રાદેવી એવી છે કે જે પધારવા માટે નિમંત્રણ મળવા છતાં કેટલાયે ભક્તો પાસે જલદી જતી નથી, તો બીજી બાજુ વગર નિયંત્રણો કેટલાયની પાસે પહોંચી જાય છે. ને પધારવા માટે ભક્તની આજીજીભરી વિનંતીનો અનાદર કરીને પણ તે પોતાના ભક્તને શરણાધીન બનાવી દે છે. ' બીજાં દેવદેવીઓમાં માણસ શ્રદ્ધા ધરાવે કે ન ધરાવે, આ દેવી પ્રત્યે પણ માણસને શ્રદ્ધા હોય કે ન હોય, એનું શરણું લીધા વગર છૂટકો નથી. નિદ્રાદેવીના સામ્રાજ્યનો ક્યારેય કાયમનો અંત આવવાનો નથી. એનું આસન ચલાયમાન થવાનું નથી. પરંતુ ભિખારી હોય કે શહેનશાહ, સૌના આસન સ્થિર કરી દઈને એની પ્રતિષ્ઠાને એ ચલાયમાન કરી દઈ શકે એમ છે. કેટલાક સમય પહેલાં ભારતનાં કેટલાંક રાજ્યોમાં ચૂંટણીપ્રચારનું કાર્ય જોરશોરથી ચાલ્યું હતું. ઠેરઠેર સભાઓ યોજાઈ હતી. કેટલાક રાજદ્વારી નેતાઓ ચૂંટણી પ્રચાર માટે એક સ્થળેથી બીજે સ્થળે ભાષણ કરવા પહોંચી જતા. વિલંબને કારણે સ્થાનિક કાર્યકર્તાઓને અને શ્રોતાઓને રાતના બાર-એક વાગ્યા સુધી બેસી રહેવું પડતું. એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 194