Book Title: Sammatitattvasopanam Author(s): Labdhisuri Publisher: Labdhisuriji Jain Granthamala Chhani View full book textPage 8
________________ આ ગ્રન્થની સંકલન શ્રી અભયદેવસૂરિજીની તત્વબોધિની વૃત્તિના આધારે જ કરાઈ છે એમનું આલેખન કાયમ રાખવામાં આવ્યું છે. બધી પંક્તિઓ તે વૃત્તિની જ છે. વાંચકોને તે વૃત્તિ જ અવેલેકિયે છીએ એવો જ અનુભવ થશે. શ્રી અભયદેવસૂરિજીની વિશાલવૃત્તિમાં મૂલ કારિકાને અર્થ વેરણ છેરણ થાય છે જ્યારે અહિં શરૂમાં જ કારિકાનો અર્થ સપૂર્ણ આપે છે. બધી કારિકાઓની સંસકૃત છાયા પણ ગાથાની નીચે સાથે જ આપી દીધી છે જેથી કેવલ સંસ્કૃતના જ્ઞાતાઓ પણ કારિકાના મર્મને સમજી શકે. શ્રી સમ્મતિતર્ક અને તેની તવબોધિની ટેકારૂપ પ્રાસાદ પર આરોહણ કરવાને નિસરણરૂપ યથાર્થનામાં આ શ્રી સમ્મતિ તવ-પાન ગ્રન્થના સંકલનાકાર, જેમના પુણ્યનામથી અમે અમારી ગ્રન્થમાલા પ્રસિદ્ધ કરીએ છીએ તે પૂજ્યપાદ સમર્થ વિદ્વાન આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજા છે. પૂ. મહારાજશ્રીની અન્ય કૃતિઓની જેમ આ ગ્રન્થના પ્રકાશનનું પણું સૌભાગ્ય અમને મળ્યું તે માટે અમે મગરૂબ થઈએ છીએ. આ ઉપરાન્ત પૂ. મહારાજશ્રીની બીજી કૃતિ “સૂત્રાર્થ મુક્તાવલિ'નું પ્રકાશન પણ અષ સમયમાં જ વાંચકોની સેવામાં રજૂ કરી શકીશું. આ ગ્રન્થ હાલ પ્રેસમાં છે અને લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ સિવાય પૂ. શ્રી મલવાદીસૂરિજી મહારાજકૃત અને શ્રી સિંહવાદી ક્ષમાશ્રમણની વૃત્તિથી સમલંકૃત “શ્રી દ્વાદશાનિયચક્ર'સમ્પાદન મહાન પરિશ્રમપૂર્વક પૂ. આચાર્યદેવ વિદ્ધ ોગ્ય રીતિએ કરી રહ્યા છે તેના પણ પ્રકાશનનું સૌભાગ્ય અમને મળનાર છે. રાજગીય શ્રી માનતુંગસૂરિજીકૃત પાંચ હજાર લેકપ્રમાણ સંસ્કૃત પદ્યબદ્ધ શ્રી શ્રેયાંસનાથચરિત્ર અને શ્રાદ્ધવિધિ પ્રકરણ ગુજરાતી અનુવાદ આ બને પુસ્તકોનું સંપાદન પૂ. મુનિરાજ શ્રી વિકમવિજયજી મ. અને પૂ. મુનિરાજ શ્રી ભાસ્કરવિજયજી મ. કરી રહ્યા છેઆ બન્ને ગ્રન્થ હાલ મુદ્રણ માટે પ્રેસમાં છે તે પણ અય સમયમાં જ વાંચકોની સેવામાં હાજર કરીશું. આ ગ્રન્થના પ્રકાશનમાં તથા અમારા પ્રકાશન કાર્યમાં જે કૃતભક્તોએ સાહાય કરી છે તેમના નામ આ પુસ્તકમાં આપ્યા છે. વિશ્વયુદ્ધના અત્યત મેઘવારીના વાતાવરણમાં આ ગ્રન્થનું મુદ્રણ થયું હોવાથી ખર્ચ ઘણો થયો છે તે પણ મળેલી સાહાના લીધે પડતરથી પણ અ૯૫મૂલ્ય રાખવામાં આવ્યું છે. સુંદર લેઝ પેપર અને હેલકલોથ મજબૂત બાઈડીંગવાલા લગભગ પર ફોર્મના આ પુસ્તકનું આ મૂલ્ય ઘણું જ ઓછું ગણાય અન્તમાં, અમારા પ્રકાશન કાર્યમાં આર્થિક મદદ આપનારા શ્રીમાન, સંપાદન કરી આપનાર સંપાદક અને અન્ય રીતે સાહાયક થનાર સર્વનો આભાર માનીએ છીએ અને પ્રાથીએ છીએ કે, વધુને વધુ શ્રુતસેવાનું સામર્થ્ય અમારામાં આવે. -પ્રકાશક, "Aho ShrutgyanamPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 420