Book Title: Samlekhna Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 6
________________ જિનતત્ત્વ (૨) ઇંગિનીમરણ : આ પ્રકારના મરણમાં સાધક ભક્તપરિજ્ઞા-મરણની જેમ આહાર-પાણી તો છોડી જ દે છે. પરંતુ પછી કોઈ એક નિશ્ચિત સ્થળમાં જ પોતાનો સંથારો (પથારી) કરીને એની બહાર ન જવાનો નિયમ કરે છે, અને મૌનવ્રત ધારણ કરીને બોલવાનું સદંતર બંધ કરે છે. મૃત્યુ આવતાં સુધી અનિવાર્ય હોય તેવા પ્રસંગે બીજા સાધુઓને જે કંઈ કહેવાનું હોય તે ઇંગિત એટલે કે ઇશારા દ્વારા જ તેઓ કહે છે. આમાં સાધક સંથારામાં ઊઠી-બેસી શકે છે. સૂતાં સૂતાં પડખું ફેરવી શકે છે. માત્ર સ્થળ, અન્ન-પાણી અને વાણીની મર્યાદા એ બાંધી દે છે, અને પોતાનો વ્યવહાર ઇશારા દ્વારા ચલાવે છે. માટે આ પ્રકારના મરણને ઇંગિનીમરણ કહેવામાં આવે છે. (૩) પાદપોપગમનમરણ: ભક્તિપરિજ્ઞામરણ કરતાં ઇંગિનીમરણ વધારે કઠિન મરણ છે, પરંતુ એના કરતાં પણ વધારે કઠિન મરણ તે પાદપોપગ મનમરણ છે. પાદપ એટલે વૃક્ષ. કોઈ પણ પ્રકારની ગતિ કર્યા વગર, પવન ન હોય ત્યારે વૃક્ષ જેમ નિશ્ચેષ્ટ, હલનચલન વગરનું દેખાય છે તેવી રીતે આ પ્રકારના મરણમાં સાધક કોઈ એકાંત સ્થળમાં જઈ મૃત્યુ આવે ત્યાં સુધી નિશ્રેષ્ટ રહે છે, તેઓ હાથપગ પણ હલાવતા નથી, કોઈની સાથે ઇશારાથી પણ કોઈ વ્યવહાર રાખતા નથી. પડખું પણ ફરતા નથી, અને ધ્યાનમગ્ન બનીને પોતાના દેહમાંથી આત્માને ફૂટી જવા દે છે. આ પ્રકારનું મરણ અત્યંત કઠિન છે. દેહ ઉપર અસાધારણ પ્રભુત્વ આવી ગયું હોય અને આત્મકલ્યાણની અખૂટ શ્રદ્ધા હોય ત્યારે આ પ્રકારના મરણ દ્વારા સંલેખનાવ્રત માટે ગુરુમહારાજ અનુજ્ઞા આપે છે. દીર્ઘ સમયના કઠિન અભ્યાસ પછી જ આ પ્રકારની સજ્જતા સાધકને પ્રાપ્ત થાય છે. કેટલાક સાધુઓએ ભગવાન મહાવીર પાસે પાદપોપગમ-મરણ માટે અનુજ્ઞા માગી અને ભગવાન મહાવીરે તે આપી હતી. તે પછી બીજા કેટલાક સાધુઓએ ભગવાનને પૂછ્યું હતું કે “આવું અપ્રતિમ આત્મબળ તેઓ ક્યાંથી મેળવે છે ?' ત્યારે ભગવાને કહ્યું હતું કે “જિનેશ્વર ભગવાનના વચનમાં અવિચલ અને ઉત્કટ શ્રદ્ધા હોય ત્યારે જ આ પ્રકારનું આત્મબળ સાધકમાં આવે છે.' જે વ્યક્તિ સંલેખાવત સ્વીકારે છે તે વ્યક્તિએ પોતાના વતનો ભંગ ન થાય તે માટે પાંચ પ્રકારના અતિચારથી બચવું જોઈએ. એ પાંચ અતિચાર આ પ્રમાણે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8