Book Title: Samlekhna
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સંલેખના ‘સંલેખના’ એ જેનોમાં વપરાતો પારિભાષિક શબ્દ છે. સમ્યક્ જાયષાય लेखना इति संलेखना । એવી સંલેખનાની વ્યાખ્યા છે. કાયાને અને કષાયોને કૃશ કરવાં એટલે કે પાતળાં બનાવવાં એનું નામ સંલેખના. સંલેખના એ એક પ્રકારનું તપ છે. જૈન શાસ્ત્રોમાં બતાવેલાં છ પ્રકાનાં બાહ્ય અને છ પ્રકારનાં આત્યંતર તપમાં સંલેખનાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, કારણ કે ‘સંલેખના’ એ તપ માટે વિશાળ અર્થમાં વપરાતો શબ્દ છે. તેમાં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપનો સમાવેશ થઈ જાય છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, ઇત્યાદિ બાહ્ય તપ તે કાયાને પાતળી બનાવવાને માટે છે અને પશ્ચાત્તાપ,વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ આપ્યંતર તપ તે મનમાં જાગતા વિકરો, દુર્ભાવો, કષાયોને પાતળા કરવા માટે છે. આમ, સંલેખનામાં બાહ્ય અને આવ્યંતર બંને પ્રકારનાં તપનો સમાવેશ થઈ જાય છે. સંલેખનાનો સાદો અર્થ ઉપર પ્રમાણે છે; પરંતુ એનો વિશિષ્ટ અર્થ છે : મૃત્યુ માટેની પૂર્વતૈયારી માટે લેવાતું વ્રત’. આ પ્રકારના વ્રત માટે ‘સંલેખના’ ઉપરાંત ‘અનશન’, ‘સંથારો’ વગેરે શબ્દ પણ વપરાય છે. આ વ્રતને વધારે સ્પષ્ટ કરવા માટે ‘મારણાંતિક અનશન' કે ‘મારણાંતિક સંથારો' એવા શબ્દો પણ પ્રયોજાય છે. જ્યારે વૃદ્ધાવસ્થા આવે અને શરીર બરાબર ચાલતું ન હોય, ઊઠવાબેસવામાં કે પથારીમાં પડખું ફરવામાં પણ અત્યંત શ્રમ પડતો હોય, શરીર રોગોથી એવું ઘેરાઈ ગયું હોય કે જેથી સાધુઓનો સંયમધર્મ પાળવાનું, સાધુઓના આચારોનું ચુસ્ત પાલન કરવાનું કઠિન બની જતું હોય, તેવે વખતે સ્વેચ્છાએ દેહ છોડવા માટે ગુરુમહારાજ પાસે અનુમતિ માગવામાં આવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8