Book Title: Samlekhna Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ સંલેખના ભૂમિસમાધિ લેતાં હોય છે. કેટલાંક ચિતા પર ચઢી અગ્નિસમાધિ લેતાં હોય છે. કેટલાંક ડુંગરના શિખર પરથી પ્રભુના નામનું રટણ કરતાં કરતાં પડતું મૂકે છે. આ પ્રકારના મૃત્યુમાં જીવનનો અંત એના સ્વાભાવિક ક્રમે નહિ, પરંતુ સ્વેચ્છાએ અચાનક વહેલો આણવામાં આવે છે. જૈન સાધુઓ અનશન, સંથારો કે સંલેખના કરે છે તેમાં તે કરનાર વ્યક્તિ આહાર-પ્રાણી ક્રમે ક્રમે ઘટાડે છે; શરીરને કુશ બનાવે છે; આહારનિહારની કુદરતી હાજતો બંધ થઈ જતાં એક જ સ્થાનમાં રહે છે અને પ્રભુનું રટણ કરતાં કરતાં, મંત્રોચ્ચાર કરતાં કરતાં, શુભ ધ્યાનમાં પોતાના જીવનનો સ્વાભાવિક ક્રમે અંત આવવા દે છે. આમ, સંલેખના દ્વારા મૃત્યુ, એ તમામ પ્રકારના મૃત્યુમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. મૃત્યુના જે વિવિધ પ્રકારો ગણાવવામાં આવે છે, તેમાં સંલેખના વ્રત માટે ત્રણ પ્રકારનાં મૃત્યુને ખાસ બતાવવામાં આવેલ છે : (૧) ભક્તપરિજ્ઞામરણ, (૨) ઇંગિનીમરણ અને (૩) પાદપોપગમનમરણ. (૧) ભક્તપરિજ્ઞામરણ: આ પ્રકારના મરણમાં સાધક ક્રમે ક્રમે પોતાનાં આહાર-પાણી ઓછો કરવા લાગે છે અને અમુક સમય પછી “ભક્ત” અર્થાત્ આહાર અને પાણી લેવાનાં સદંતર બંધ કરી દે છે. એમ કરવાથી દેહની શક્તિ ક્રમે ક્રમે ઘટતી જાય છે અને એક દિવસ દેહ એની મેળે અટકી પડે છે, અર્થાત્ સાધક દેહ છોડી દે છે. જે સમયે વ્રત લેવામાં આવે છે તે સમયથી તે દેહ છૂટે ત્યાં સુધીમાં, સાધકના શરીરની અવસ્થા પ્રમાણે, માસ-દોઢ માસ કે બે માસ જેટલો સમય વીતતો હોય છે. એથી વધારે સમય વીતે એવો સંભવ પહેલથી જણાતો હોય તો ગુરુમહારાજ સામાન્ય રીતે સંલેખના માટે અનુજ્ઞા આપતા નથી અથવા તો મારણાંતિક સંખનાને બદલે આરંભમાં થોડા થોડા સમય માટેની અનુજ્ઞા આપી, સાધકની આરાધનાનું અવલોકન કરી, ઠીક લાગે તો અને ત્યારે જ વ્રત ચાલુ રાખવા માટે ફરીથી અનુજ્ઞા આપે છે. કોઈ વિરલ સંજોગોમાં તપસ્વી સાધુઓ બાર વર્ષ અગાઉથી સંલેખનાવ્રત સ્વીકારે છે અને એમ કરવામાં ક્રમે ક્રમે એક પછી એક પ્રકારનો આહાર છોડતા જઈ છેવટે માસિક મારણાંતિક સંખના સુધી આવી પહોંચે છે, અને એ રીતે બાર વર્ષને અંતે પોતાનો દેહ છોડે છે. પરમ ઉચ્ચ સાધકો જ આવી રીતે બાર વર્ષ અગાઉથી સંખનાદ્રત અંગીકાર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8