Book Title: Samlekhna
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 7
________________ સંલેખના ૨૫ (૧) જે વ્યક્તિ સંલેખનાવ્રત સ્વીકારે છે તે વ્યક્તિને ક્યારેક પોતાના વ્રતના પુણ્યોપાર્જનથી પછીના મનુષ્ય-જન્મમાં લૌકિક, ભૌતિક સુખ ભોગવવાની આકાંક્ષાઓ થવાનો સંભવ છે. એવી આકાંક્ષાઓ ન થવી જોઈએ. (૨) જેમ આ લોકનાં સુખની આકાંક્ષા ન થવી જોઈએ, એવી રીતે પરલોકમાં, દેવ વગેરે ગતિમાં પણ સુખ ભોગવવાની આકાંક્ષા ન થવી જોઈએ. (૩) વ્રત આચરનાર વ્યક્તિ પાસે આસપાસના લોકો ખૂબ પ્રેમ અને આદરથી આવતા હોય છે અને વંદન કરતા હોય છે. પ્રેમ-આદર અને ભક્તિ સંથારો લેનારને ગમવા લાગે અને એને પરિણામે થોડું વધુ જીવવા મળે તો સારું એવો ભાવ થવાનો સંભવ રહે છે; પરંતુ વધુ જીવવાનો તેવો ભાવ ન જ થવો જોઈએ. (૪) અન્ન-પાણીના ત્યાગ પછી દેહની અશાતા જ્યારે વધતી જતી હોય છે ત્યારે પોતાના જીવનનો અંત વહેલો આવી જાય તો જલદી છૂટાય એવો સાધકને ભાવ પણ થવાનો સંભવ છે. જેમ વધારે જીવવાની આકાંક્ષા ન થવી જોઈએ, તેમ મૃત્યુ વહેલું આવે એવી આકાંક્ષા પણ ન થવી જોઈએ. (૫) સંલેખનાના વ્રત દરમિયાન વ્યક્તિને પાછળથી ક્યારેક સારું ખાવાનું, સારું સાંભળવાનું કે અન્ય પ્રકારના ભોગ ભોગવવાનું મન થાય એવો સંભવ છે. એવે વખતે મનથી ભોગોપભોગની એવી ઇચછા ન થવી જોઈએ. આમ, પાંચેય પ્રકારના અતિચારની બાબતમાં વ્રત કરનારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે અતિચાર થતાં અસમાધિ થવાનો સંભવ છે. સંલેખનાવ્રત સ્વીકાર્યા પછી મૃત્યુ સુધીનો સમય પસાર કરવો એ સહેલી વાત નથી. વ્રત લેનાર વ્રતથી કંટાળી જાય, વ્રતમાંથી પાછો આવી જાય, જાણતાં કે અજાણતાં વ્રતભંગ કરે વગેરે ધણાં ભયસ્થાનો આ પ્રકારના વ્રતમાં રહેલાં છે, કારણ કે મારણાંતિક સંલેખનાનું વ્રત પૂરું કરતાં કોઈકને દસ-પંદર દિવસ લાગે તો કોઈકને મહિનો કે બે મહિના પણ લાગે, અને એટલા લાંબા સમયમાં ચિત્ત સતત સ્વસ્થ, પ્રસન્ન અને ધ્યાનમગ્ન રહે એ સહેલી વાત નથી. વ્રત લેનાર વ્યક્તિને સમાધિમરણ પ્રાપ્ત થવું જોઈએ. એટલે વ્રતના કાળ દરમિયાન કોઈ પણ પ્રકારે અસમાધિ ન થાય તેવી સાવચેતી ગુરુમહારાજે રાખવાની હોય છે. વ્રત લેનારની પાત્રતા, સ્થળ અને સમયની અનુકૂળતા ઇત્યાદિ જોવાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8