Book Title: Samarth Samadhan Part 1
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 12
________________ સંશે ધ ન સમર્થ સમાધાન” ભાગ પહેલાની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થયા બાદ તેમાં કેટલાક સંશોધન પૂજ્ય બહુશ્રુત શ્રમણના ધ્યાનમાં આવ્યા હતા, તેને અહિં ઉલલેખ કરવામાં આવે છે. (૧) પ્રશ્ન નં. ૧૭ ના ઉત્તરમાં એક સમયમાં ૧૦૮ સિદ્ધ થનારમાં, સ્વયં ભગવાન ઋષભદેવ, તેમના ૯૯ પુત્રો અને ૮ પત્રો સિદ્ધ થયાનું લખ્યું છે એ શ્રી સંઘદાસ ગણિના “વાસુદેવચરિત્ર”ને આધારે લખ્યું હતું. ત્યાર બાદ સમવાયાંગના અવલોકનથી આ ધારણામાં સંશોધન કરવામાં આવ્યું. પં. મુનિ શ્રી વિરપુત્રજી મ. સા.ને જાણવા મળ્યું કે, સમવાયાંગનું ૮૪ મું સમવાય જોતાં ગુરુદેવે ફરમાવ્યું કે, ભ, 2ષભદેવની સાથે તેમના ૯૮ પુત્ર અને ૯ પૌત્રો સિદ્ધ થયા છે. ૯૯ પુત્રો અને ૮ પત્રે નહિં. સમવાયાંગમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે : “ઉસભેણું અરહા કેસલિએ ચરિાસીઈ પુવ સહસહસ્સાઈ સવા ઉચું પાલઈત્તા સિદ્ધ બુદ્ધ જાવ પૂણે, એવં ભરહે, બાહુબલી ગંભીસુંદરી.” શ્રી ભરત મહારાજા અને બાહુબલીજીનું આયુષ્ય ભ. અષભદેવની સમાન જ હતું, તે તેઓ એક સાથે સિદ્ધ શી રીતે થાય? એટલા માટે એ બે પુત્રને છોડીને બાકીના ૯૮ પુત્ર અને ૯ પૌત્ર માનવા જ ઠીક છે. આ વાત તે પછીના ૧૮ મા પ્રશ્નના ઉત્તરથી પણ સિદ્ધ થાય છે. (૨) પ્રશ્ન ૮૫ થી આગળ-આ જ આવૃત્તિમાં મેં કેષ્ટકમાં લખ્યું છે કે, (આ પ્રશ્ન મુક્તિ સંબંધી હશે), પરતુ છપાઈ ગયા પછી મને વિચાર થયે અને તેને બરાબર સમજે નહિ. મારું ધ્યાન ભગવતીસૂત્રના શ. ૫ ઉ. ૮ તરફ ગયું. જ્યાં એકેન્દ્રિય જીને હાનિ-વૃદ્ધિ રહિત અવસ્થાકાળ આવલિકાના અસંખ્યાતમા ભાગને બતાવ્યું છે, ત્યારબાદ અવસ્થાકાળ સમાપ્ત થાય છે. સાપચય, સોપચય અને નિરુપચય, નિરૂપચયમાં નરયિકના વિષયમાં પણ ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાત ભાગ બતાવ્યો છે, કદાચિત્ અન્ય અપેક્ષા પણ હોય. એટલે જ્ઞાની કહે તે સત્ય છે. (૩) પ્રશ્ન ૧૬૬ ના જવાબમાં જીવના ૫૬૩ ભેદોમાંથી સાસ્વાદન સમતિના ૧૯૫ ભેદ બતાવ્યા, તેમાં ૯ શૈવેયકના ૧૮ ભેદોમાં સાસ્વાદન ગયું ન હતું (અને મિશ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 274