Book Title: Samadhi Shatakma Mokshmarga
Author(s): Jayendra M Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 4
________________ દિગંબર માન્યતાથી એવું વિધાન શ્રી પૂજ્યપાદસ્વામીના આ શ્લોકમાં જોવા છે. जातिलिंग विकल्पेन येषां च समयाग्रह : तेऽपि न प्राप्नुवन्त्येव परमंपदमात्मनः।।८९।। ઉપાધ્યાયજી દોહામાં કહે છે ઃ છે: જાતિલિંગ કે પક્ષમે જિતકું હૈ દ્દઢરાગ, મોહજાલમે સો પરે ન લહે શિવસુખભાગ-૭૩ મોક્ષપ્રાપ્તિમાં દ્રવ્યલિંગની અમુખ્યતા અને ભાવલિંગની મુખ્યતા છે તે દર્શાવતાં આગળ કહ્યું પંદર ભેદે સિદ્ધ થાય છે તે ભાવિલંગના આશ્રયથી તેની સ્પષ્ટતા શ્રી પૂજ્યવાદ સ્વામીના ઉપરોક્ત શ્લોક નો વિસ્તાર કરતાં કરવામાં આવી છે. ભાવલિંગ જાતે ભયે સિદ્ધ પન્નરસ ભેદ, તાતે આતમકું નહિ લિંગ, ન જાતિ, ન વેદ-૭૫ શુષ્કજ્ઞાનની નિરર્થકતા દર્શાવતાં કહે છે ... ઘાણીનો બળદ આખો દિવસ હજારો ગાઉ ચાલે છે છતાં તે ઘરમાં ને ઘરમાંજ ફર્યાં કરે છે. તે રીતે મનના સંકલ્પ-વિકલ્પ ટળે નહિ તો જ્ઞાન નિષ્ફળ છે . પઢી પાર કહાં પાવનો, મિટ્યો ન મનકો માર, જ્યું કોકે બૈલકું, ઘર હી કોસ હજાર-૭૯ પરમાત્માના ધ્યાનથી પરમાત્મ સ્વરૂપ પ્રગટે છે, એમ જણાવતાં કહ્યું છે સેવત પર પરમાતમા, લહે ભવિક તસરૂપ, બતિયાં સેવત જ્યોતિયું, હોવત જ્યોતિ સ્વરૂપ-૮૧ જેમ દીવાની વાટ જ્યોતિને ગ્રહણ કરી પોતે જ્યોતિ સ્વરૂપ થાય છે તે જ રીતે પરમાત્મા ધ્યાન કરવાથી પરમાત્મા થવાય છે. જે રીતે સ્વપ્નદશામાં સુખના નાશથી લોકો દુઃખ અનુભવતા નથી તે રીતે જાગૃતદશામાં સુખના નાશથી જ્ઞાનીને શોક થતો નથી. - એમ કહીને પરમાર્થ માર્ગમાં દુઃખની ઉપકારકતા દર્શાવવામાં આવી છે. જેમ રણમાં લડતો યોધ્ધો બાણના પ્રહારને ગણતો નથી. વ્યાપારી વ્યાપારમાં કષ્ટોને કષ્ટરૂપ માનતો નથી. તેમ મુનિ પણ પરમાર્થમાર્ગમાં દુઃખને દુઃખ માનતા નથી. દુઃખ સહન કરવાથી જ્ઞાન અને ચારિત્રનો દૃઢભાવ થાય છે. જુઓ Jain Education International શ્રી વિજયાનંદરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6