Book Title: Samadhi Shatakma Mokshmarga
Author(s): Jayendra M Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Catalog link: https://jainqq.org/explore/230254/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમાધિ શતકમાં મોક્ષમાર્ગ જયેન્દ્ર એમ. શાહ દિગંબર આચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામી રચિત ‘સમાધિશતક’ સંસ્કૃત ગ્રંથના શ્લોકોના ભાવો હિંદી ભાષાના દોહાના રૂપમાં ગૂંથીને મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ મૂળગ્રંથમાં આલેખાયેલા વિષયને સામાન્ય લોકો માટે સુગમ બનાવી મહદ્ ઉપકાર કર્યો છે. અહીં આ રચનાનો અભ્યાસ પ્રસ્તુત છે. શ્રી પૂજ્યપાદ સ્વામીના સમાધિશતક પર આચાર્ય શ્રી પ્રભાચંદ્રે સંસ્કૃત ટીકા લખી છે. તે ટીકાનું તથા મૂળનું પ્રથમ ગુજરાતી ભાષાંતર સાક્ષર શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કર્યું છે. શ્રી પૂજ્યપાદ સ્વામી વિષે પ્રાપ્ત થતી માહિતી અનુસાર તેમનો જન્મ વિ.સં. ૨૮૧ માં થયો હતો. તેમણે ૧૫ વર્ષની વયે દિગંબર જૈન દીક્ષા લીધી હતી અને સાધુપણામાં કઠિન તપશ્ચર્યા કરી હતી. તેમનું આયુષ્ય ૭૧ વર્ષનું હતું. તેઓશ્રીએ રચેલા સમાધિશતકમાં પરમાત્મદશાની પ્રાપ્તિનો શુદ્ધ માર્ગ છે. કૃતિએ આરંભમાં મૂકેલા એક શ્લોકમાં ‘જયન્તિ યસ્યાવદતોઽપિ ભારતી’' એ પંક્તિમાં ભગવાનની વાણીને અનક્ષરરૂપ ગણવાની દિગંબર માન્યતાનો નિર્દેશ છે. તે સિવાય સમગ્ર ગ્રંથમાં ક્યાંય શ્વેતામ્બરદિગંબર નો માન્યતાભેદ દેખાતો નથી. ‘સમાધિ શતક’ માં આત્મસ્વરૂપનું વર્ણન મુખ્ય છે. આ સ્વરૂપ આત્માની પરિણતિ અનુસાર ત્રણ પ્રકારનું છે અને તે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા તરીકે ઓળખાય છે. મહાયોગી શ્રી આનંદઘનજીએ શ્રી સુમતિનાથ ભગવાનની સ્તવનમાં આત્માના ત્રિવિધ સ્વરૂપનું વર્ણન કર્યું છે. સમાધિ શતક માં મોક્ષમાર્ગ ત્રિવિધ સકલ તનુધર ગત આતમાં બહિરાતમ ધુરિ ભેદ, સુગ્યાની બીજો અંતર આતમા, તીસરો પરમાતમ અવિચ્છેદ સુગ્યાની - ૨ . આતમબુદ્ધે કાયાદિક ગ્રહ્યો બહિરાતમ અઘરૂપ સુગ્ગાની કાયાદિકનો સાખીધર રહ્યો અંતરઆતમરૂપ સુગ્યાની - ૩ જ્ઞાનાનંદે પૂરણપાવનો વજિત સકલ ઉપાધિ સુગ્યાની અતીન્દ્રિય ગુણગણમણિ આગરુ ઈમ પરમાતમ સાધ સુગ્યાની-૪ ૧૯૫ Page #2 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિ પતંજલિએ યોગદર્શનમાં સમાધિની વ્યાખ્યા આપી છે; ધ્યાન, ધ્યાતા અને ધ્યેયની એકતા થાય અને પોતાનું સ્વરૂપ શૂન્ય જેવું થઈ જાય તેને સમાધિ કહે છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં વિનય-સમાધિ, વ્યુત-સમાધિ, તપ-સમાધિ અને આચાર-સમાધિ નું વર્ણન છે. શ્રી જય વીયરાય સૂત્રમાં “સમાહિ મરણં ચ એ શબ્દ દ્વારા સમાધિમરણની પ્રાર્થના કરવામાં આવી છે. આત્માની સ્વભાવમાં સ્થિરતા તે સમાધિ એવો અર્થ અહીં થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં પણ સમાધિ નો આ જ અર્થ અભિપ્રેત છે. શ્રી પૂજ્યપાદ સ્વામી શ્રી સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી, મંગળાચરણ કરી, વિષયનિર્દેશ કરે છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ એ આ ગ્રંથનો વિષય છે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી સરસ્વતીનું સ્મરણ કરીને જગતનાબંધુ જિનેશ્વરને પ્રણામ કરી વિષયનો પરિચય કરાવતાં કહે છે “કેવલ આતમબોધ હૈ પરમારથ શિવપંથ' આત્મસ્વરૂપ અને આત્મજ્ઞાન એ આ કૃતિમાં મુખ્ય વિષય છે. ઉપાધ્યાયજી આત્મજ્ઞાનીનું વર્ણન કરે છે. રાચે સાચે ધ્યાનમેં જાએ વિષય ન કોઈ નાચે માચે મુગતિરસ. આત્માની ત્રણ પ્રકારની અવસ્થાનું વર્ણન કરતાં કહે છે, બાહિર અંતર પરમ એ, આતમ પરિણતિ તીન, દેહાદિક આતમભરમ બહિર આતમ બહુ દીન દેહાદિ પદાર્થોમાં આત્મબુદ્ધિ એ બહિરાત્માનું લક્ષણ છે. તે અજ્ઞાનથી દુઃખ પામે છે તેથી દીન છે. ચિત્ત દોષ, આતમભરમ, અંતર આતમ ખેલ અતિનિર્મલ પરમાતમા, નહિ કર્મનો ભેલ. ૮ ચિત્ત તથા રાગાદિ દોષોમાંથી આત્મભ્રાંતિનો નાશ થાય તે અંતરાત્મા અને કર્મમલરહિત તે પરમાત્મા. પરમાત્મદશા પામવાનો ઉપાય બતાવતાં કહે છે ચું બહિરાતમ છાંડિકે અંતર આતમ હોઈ પરમાતમ મતિ ભાવિએ જહાં વિકલ્પ ન કોઈ-૨૬ ઈલિકા-ભમરી ધ્યાનગત, જિનમતિ જિનપદ દેત-૨૭ બહિરાત્મ પરિણતિને ત્યાગ કરી અંતર આત્મ પરિણતિ દ્વારા પરમાત્મભાવ ભાવવાથી પરમાત્મ દશા પ્રગટે છે. ઈયળ અને ભમરીના દષ્ટાંતથી આ વાત વધુ સ્પષ્ટ કરી છે. શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Page #3 -------------------------------------------------------------------------- ________________ આગળ ઈદ્રિય વૃત્તિ રોકીને બાહ્યભાવથી પર થઈ, જે ક્ષણે અંતરાત્મા સ્થિર થાય છે, તે ક્ષણે પરમાત્મ અનુભવ થાય છે, એમ કહ્યું છે. ઈદ્રિયવૃત્તિ નિરોધ કરી, જો ખિનુ ગલિત વિભાવ, દેખે અંતરઆતમા, સો પરમાતમ ભાવ-૨૯ શ્રી પૂજ્યપાદ સ્વામીનો મૂળ શ્લોક આ પ્રમાણે છે. सर्वेन्द्रियाणि संयम्य स्तिमितेनान्तरात्मा यत्क्षणं पश्यतो माति तत्तत्त्वं परमात्मनः ॥ ३०॥ શરીરથી આત્માને ભિન્ન માનવો તે ભેદજ્ઞાન. આ ભેદજ્ઞાન ન હોય તો ક્રિયાકો કરવાથી ભવનો અંત થતો નથી. જડ પદાર્થમાં રાગ-દ્વેષની બુદ્ધિ એ અજ્ઞાન છે, એમ જણાવતાં કહ્યું છે : દિખે સો ચેતન નહિં, ચેતન નહિ દિખાય રોષતોષ કિનસું કરે, આપહિ આપ બુઝાય-૪૭ શ્રી પૂજ્યપાદ સ્વામીએ શ્લોક ૧૩, ૬૪, ૬૫ અને ૬૬ માં વસ્ત્ર જાડું, પાતળું, જૂનું કે રંગીન હોય તેથી શરીર તેવું મનાતું નથી અને વસ્ત્રના નાશથી શરીરનો નાશ મનાતો નથી તે રીતે દેહ પણ જડ, પાતળો, જૂનો કે રંગીન હોવાથી આત્મા તેવો મનાતો નથી અને દેહના નાશથી આત્માનો નાશ થતો નથી, એમ કહ્યું છે. જ્ઞાનાર્ણવ ગ્રંથમાં શ્રી શુભચંદ્રાચાર્યે વસ્ત્ર અને દેહના સંબંધ દ્વારા દેહ અને આત્માના સંબંધનું આ જ પ્રકારે વર્ણન કર્યું છે. જ્ઞાનીને જગત સાથે કેવો સંબંધ હોય છે તે દર્શાવતાં કહ્યું છે : જગ જાગે ઉન્મત્ત ઓ, ઓ જાણે જગ અંધ જ્ઞાનીકું જગમેં રહ્યો ધું નહિ કોઈ સંબંધ-૨૪ ભાસે આતમજ્ઞાને ધુરિ, જગ ઉન્મત્ત સમાન. આગે દઢ અભ્યાસ તે પત્થર તૃણ અનુમાન-૬૫ જ્ઞાની જગતને કાઠ-પાષાણના રૂપમાં જુએ છે. મોક્ષાર્થીએ અવતની જેમ વ્રતને પણ તજવાનો છે. પરંતુ પરમભાવની પ્રાપ્તિ સુધી વતનું અવલંબન જરૂરી છે, એમ આ દોહામાં કહ્યું છે. પરમભાવ પ્રાપ્તિ લગે, વ્રત ધરિ અવ્રત છોડી પરમભાવ રતિ પાયકે વ્રતભી ઈનમેં જોડી-૬૮ મોક્ષપ્રાપ્તિમાં લિંગ એટલે બાહ્ય ચિહ્ન કે વેષ અને જાતિ એકાંતે સાધક કે બાધક હોતાં નથી. તેનો આગ્રહ રાખનારાઓ ભવનો અંત કરી શકતા નથી. સ્ત્રી મુક્તિ નિષેધની અને નગ્નત્વના આગ્રહની ૧૯૭ સમાધિ શતક માં મોક્ષમાર્ગ Page #4 -------------------------------------------------------------------------- ________________ દિગંબર માન્યતાથી એવું વિધાન શ્રી પૂજ્યપાદસ્વામીના આ શ્લોકમાં જોવા છે. जातिलिंग विकल्पेन येषां च समयाग्रह : तेऽपि न प्राप्नुवन्त्येव परमंपदमात्मनः।।८९।। ઉપાધ્યાયજી દોહામાં કહે છે ઃ છે: જાતિલિંગ કે પક્ષમે જિતકું હૈ દ્દઢરાગ, મોહજાલમે સો પરે ન લહે શિવસુખભાગ-૭૩ મોક્ષપ્રાપ્તિમાં દ્રવ્યલિંગની અમુખ્યતા અને ભાવલિંગની મુખ્યતા છે તે દર્શાવતાં આગળ કહ્યું પંદર ભેદે સિદ્ધ થાય છે તે ભાવિલંગના આશ્રયથી તેની સ્પષ્ટતા શ્રી પૂજ્યવાદ સ્વામીના ઉપરોક્ત શ્લોક નો વિસ્તાર કરતાં કરવામાં આવી છે. ભાવલિંગ જાતે ભયે સિદ્ધ પન્નરસ ભેદ, તાતે આતમકું નહિ લિંગ, ન જાતિ, ન વેદ-૭૫ શુષ્કજ્ઞાનની નિરર્થકતા દર્શાવતાં કહે છે ... ઘાણીનો બળદ આખો દિવસ હજારો ગાઉ ચાલે છે છતાં તે ઘરમાં ને ઘરમાંજ ફર્યાં કરે છે. તે રીતે મનના સંકલ્પ-વિકલ્પ ટળે નહિ તો જ્ઞાન નિષ્ફળ છે . પઢી પાર કહાં પાવનો, મિટ્યો ન મનકો માર, જ્યું કોકે બૈલકું, ઘર હી કોસ હજાર-૭૯ પરમાત્માના ધ્યાનથી પરમાત્મ સ્વરૂપ પ્રગટે છે, એમ જણાવતાં કહ્યું છે સેવત પર પરમાતમા, લહે ભવિક તસરૂપ, બતિયાં સેવત જ્યોતિયું, હોવત જ્યોતિ સ્વરૂપ-૮૧ જેમ દીવાની વાટ જ્યોતિને ગ્રહણ કરી પોતે જ્યોતિ સ્વરૂપ થાય છે તે જ રીતે પરમાત્મા ધ્યાન કરવાથી પરમાત્મા થવાય છે. જે રીતે સ્વપ્નદશામાં સુખના નાશથી લોકો દુઃખ અનુભવતા નથી તે રીતે જાગૃતદશામાં સુખના નાશથી જ્ઞાનીને શોક થતો નથી. - એમ કહીને પરમાર્થ માર્ગમાં દુઃખની ઉપકારકતા દર્શાવવામાં આવી છે. જેમ રણમાં લડતો યોધ્ધો બાણના પ્રહારને ગણતો નથી. વ્યાપારી વ્યાપારમાં કષ્ટોને કષ્ટરૂપ માનતો નથી. તેમ મુનિ પણ પરમાર્થમાર્ગમાં દુઃખને દુઃખ માનતા નથી. દુઃખ સહન કરવાથી જ્ઞાન અને ચારિત્રનો દૃઢભાવ થાય છે. જુઓ શ્રી વિજયાનંદરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ Page #5 -------------------------------------------------------------------------- ________________ તા તે દુઃખનું ભાવિયે, આપ શકિત અનુસાર, તો દઢતર હુઈ ઉલ્લશે, જ્ઞાન-ચરણ આચાર-૮૮ પરમાર્થમાર્ગમાં જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા. બેમાંથી એકેય નો અનાદર થઈ શકે નહિ તે દર્શાવતાં કહ્યું છે : ક્રિયા યોગ અભ્યાસ હૈ, ફલ હૈ જ્ઞાન અબંધ, દો–કે જ્ઞાની ભજે, એક મતિ મતિ અંધ-૯૧ ઉપાધ્યાયજી યોગના ત્રણ પ્રકાર ઈચ્છાયોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્યયોગ ની વ્યાખ્યા કરે છે. ઈચ્છા, શાસ્ત્ર, સમર્થતા ત્રિવિધ યોગ હૈ સાર ઈચ્છા નિજ શકિત કરી, વિકલ યોગ વ્યવહાર-૯૨ શાસ્ત્રયોગ ગુણઠાણકો, પૂરન વિધિ આચાર પદ અતીત અનુભવ કહ્યો, યોગ તૃતીય વિચાર-૯૩ જેમાં સ્ત્રાર્થનું ઈચ્છકપણું હોય, પરંતુ પ્રમાદ થી ધર્મપ્રવૃત્તિના ક્ષતિયુકત હોય તે ઈચ્છાયોગ. આગમના બોધ અનુસાર અખંડ સાધના કરતા યથાયોગ્ય ગુણઠાણે વર્તતા સાધકને શાસ્ત્રયોગ હોય છે શાસયોગમાં પ્રગટ થતા આત્મવીર્ય કરતાં વિશિષ્ટ કોટિનું આત્મવીર્ય જેમાં પ્રગટે છે તે સામર્થ્યયોગ છે. આ ત્રણે પ્રકાર વિશે આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં વિસ્તૃત ચર્ચા કરી છે. ભાવજોનતાની વ્યાખ્યા કરતાં ઉપાધ્યાયજી કહે છે : શકિત પ્રમાણે યોગબલમાં રહી બધા નયોનો સાર ગ્રહણ કરનારને ભાવ જેનપણું પ્રાપ્ત થાય છે. તેમાં મિથ્યાચાર હોતો નથી. ક્રિયાનું મહત્ત્વ સ્વીકારતાં કહ્યું છે, મારગ અનુસારી ક્રિયા, છેદે સો મતિહીન કપટ ક્રિયા-બલ જગ ઠગે, સો ભી ભવજલ-મીન-૯૫ મોક્ષમાર્ગને અનુસરતી ક્રિયાનો જે વિરોધ કરે છે તે મતિહીન છે અને જે ક્રિયામાં દંભનું સેવન કરે છે તે સંસારમાં જ રહે છે. તે જ રીતે નયવાદી પણ ભવનો અંત પામતો નથી. જ્ઞાની સર્વ નો પ્રત્યે ઉદાસીનતા રાખે છે. ઉદાસીનતા જ્ઞાનરૂપી પરપ્રવૃત્તિ હૈ મોહ શુભ જાનો સો આદશે ઉદિત વિવેક પ્રરોહ-૯૯ ઉદાસીનતા અને પર પ્રવૃત્તિ એ બેમાંથી વિવેકના પ્રકાશ વડે જે શુભ જણાય તે આદરવા કહે સમાધિ શતક માં મોક્ષમાર્ગ ૧૯૯ Page #6 -------------------------------------------------------------------------- ________________ અંતમાં કહે છે, દોધક શતકે ઉધ્ધર્યું તંત્ર સમાધિ-વિચાર ધરો એહ બુધ કંઠમેં ભાવ રતનકો હાર-૧૦૦ સમાધિનો માર્ગ દર્શાવતું આ શાસ્ત્ર ભાવરત્નનો હાર છે એટલે કે તેમાં આત્માના શુદ્ધ ભાવો ભર્યા છે. મુનિને ઈન્દ્રની ઉપમા આપતાં કહે છે, જ્ઞાન વિમાન, ચારિત્ર પવિ, નંદન સહજ સમાધિ, મુનિ સુરપતિ, સમતા શચી, રંગે રમે અગાધિ-૧૦૧ અંતિમ દોહામાં એહ ભાવ જો મન ધરે, સો પા કલ્યાણ એવી આ શાસ્ત્રની ફળશ્રુતિ કહી છે. શ્રી પૂજ્યપાદ સ્વામી અંતિમ ગાથામાં આ ગ્રંથ દ્વારા મોક્ષમાર્ગ દર્શાવ્યો છે તેમ કહે છે, मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च संसार दुःखजननी जननाद्विमुक्त H / ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठः स्तन्मार्गमेतदधिगम्य समाधितंत्रम् // 105 / / જ્યાં પર નથી ત્યાં પરની માન્યતા કરવી, જ્યાં પોતે નથી ત્યાં હું છું, એમ માનવું એનું નામ અવિદ્યા છે. સંસારદુ:ખજનની આ અવિદ્યાનો ત્યાગ કરી જીવ જન્મમરણથી મુકત થાય છે. તે પરમાત્મપદમાં સ્થિરતા કરનાર મહાત્મા આત્મસુખને પામે છે. તે મોક્ષમાર્ગ દર્શાવનાર આ સમાધિ શતક ગ્રંથ છે. મૂળ ગ્રંથના 105 શ્લોકોના ભાવો યથાતથ્ય ઝીલીને ઉપાધ્યાયજીએ 102 દોહાઓની રચના કરી છે. પાર્શ્વનાથ ઉપાશ્રયના જ્ઞાન ભંડારમાંની એક પ્રતમાં 44 અને 57 ક્રમાંકના બે વધુ દોહાઓ છે તે ગણીએ તો 104 ની સંખ્યા થાય. કોઈક સ્થળે લાઘવથી તો કોઈક સ્થળે વિસ્તારથી મૂળ વિષયને સ્પષ્ટ કરવામાં ઉપાધ્યાયજીએ દોહાના માધ્યમનો સફળ ઉપયોગ કર્યો છે. સંસ્કૃતથી અનભિન્ન લોકોને પરમાર્થ માર્ગનું રહસ્ય આ રચનામાંથી પ્રાપ્ત થાય છે તથા મૂળ ગ્રંથના ભાવોને અવલોકવાની પ્રેરણા મળે છે. મહાપુરુષો ગુણગ્રાહક હોવાથી સાંપ્રદાયિક સંકુચિતતાથી પર હોય છે એવી પ્રતીતિ ઉપાધ્યાયજીની આ રચનાથી થાય છે. 200 શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ