________________ અંતમાં કહે છે, દોધક શતકે ઉધ્ધર્યું તંત્ર સમાધિ-વિચાર ધરો એહ બુધ કંઠમેં ભાવ રતનકો હાર-૧૦૦ સમાધિનો માર્ગ દર્શાવતું આ શાસ્ત્ર ભાવરત્નનો હાર છે એટલે કે તેમાં આત્માના શુદ્ધ ભાવો ભર્યા છે. મુનિને ઈન્દ્રની ઉપમા આપતાં કહે છે, જ્ઞાન વિમાન, ચારિત્ર પવિ, નંદન સહજ સમાધિ, મુનિ સુરપતિ, સમતા શચી, રંગે રમે અગાધિ-૧૦૧ અંતિમ દોહામાં એહ ભાવ જો મન ધરે, સો પા કલ્યાણ એવી આ શાસ્ત્રની ફળશ્રુતિ કહી છે. શ્રી પૂજ્યપાદ સ્વામી અંતિમ ગાથામાં આ ગ્રંથ દ્વારા મોક્ષમાર્ગ દર્શાવ્યો છે તેમ કહે છે, मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च संसार दुःखजननी जननाद्विमुक्त H / ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठः स्तन्मार्गमेतदधिगम्य समाधितंत्रम् // 105 / / જ્યાં પર નથી ત્યાં પરની માન્યતા કરવી, જ્યાં પોતે નથી ત્યાં હું છું, એમ માનવું એનું નામ અવિદ્યા છે. સંસારદુ:ખજનની આ અવિદ્યાનો ત્યાગ કરી જીવ જન્મમરણથી મુકત થાય છે. તે પરમાત્મપદમાં સ્થિરતા કરનાર મહાત્મા આત્મસુખને પામે છે. તે મોક્ષમાર્ગ દર્શાવનાર આ સમાધિ શતક ગ્રંથ છે. મૂળ ગ્રંથના 105 શ્લોકોના ભાવો યથાતથ્ય ઝીલીને ઉપાધ્યાયજીએ 102 દોહાઓની રચના કરી છે. પાર્શ્વનાથ ઉપાશ્રયના જ્ઞાન ભંડારમાંની એક પ્રતમાં 44 અને 57 ક્રમાંકના બે વધુ દોહાઓ છે તે ગણીએ તો 104 ની સંખ્યા થાય. કોઈક સ્થળે લાઘવથી તો કોઈક સ્થળે વિસ્તારથી મૂળ વિષયને સ્પષ્ટ કરવામાં ઉપાધ્યાયજીએ દોહાના માધ્યમનો સફળ ઉપયોગ કર્યો છે. સંસ્કૃતથી અનભિન્ન લોકોને પરમાર્થ માર્ગનું રહસ્ય આ રચનામાંથી પ્રાપ્ત થાય છે તથા મૂળ ગ્રંથના ભાવોને અવલોકવાની પ્રેરણા મળે છે. મહાપુરુષો ગુણગ્રાહક હોવાથી સાંપ્રદાયિક સંકુચિતતાથી પર હોય છે એવી પ્રતીતિ ઉપાધ્યાયજીની આ રચનાથી થાય છે. 200 શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org