Book Title: Samadhi Shatakma Mokshmarga Author(s): Jayendra M Shah Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf View full book textPage 1
________________ સમાધિ શતકમાં મોક્ષમાર્ગ જયેન્દ્ર એમ. શાહ દિગંબર આચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામી રચિત ‘સમાધિશતક’ સંસ્કૃત ગ્રંથના શ્લોકોના ભાવો હિંદી ભાષાના દોહાના રૂપમાં ગૂંથીને મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ મૂળગ્રંથમાં આલેખાયેલા વિષયને સામાન્ય લોકો માટે સુગમ બનાવી મહદ્ ઉપકાર કર્યો છે. અહીં આ રચનાનો અભ્યાસ પ્રસ્તુત છે. શ્રી પૂજ્યપાદ સ્વામીના સમાધિશતક પર આચાર્ય શ્રી પ્રભાચંદ્રે સંસ્કૃત ટીકા લખી છે. તે ટીકાનું તથા મૂળનું પ્રથમ ગુજરાતી ભાષાંતર સાક્ષર શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કર્યું છે. શ્રી પૂજ્યપાદ સ્વામી વિષે પ્રાપ્ત થતી માહિતી અનુસાર તેમનો જન્મ વિ.સં. ૨૮૧ માં થયો હતો. તેમણે ૧૫ વર્ષની વયે દિગંબર જૈન દીક્ષા લીધી હતી અને સાધુપણામાં કઠિન તપશ્ચર્યા કરી હતી. તેમનું આયુષ્ય ૭૧ વર્ષનું હતું. તેઓશ્રીએ રચેલા સમાધિશતકમાં પરમાત્મદશાની પ્રાપ્તિનો શુદ્ધ માર્ગ છે. કૃતિએ આરંભમાં મૂકેલા એક શ્લોકમાં ‘જયન્તિ યસ્યાવદતોઽપિ ભારતી’' એ પંક્તિમાં ભગવાનની વાણીને અનક્ષરરૂપ ગણવાની દિગંબર માન્યતાનો નિર્દેશ છે. તે સિવાય સમગ્ર ગ્રંથમાં ક્યાંય શ્વેતામ્બરદિગંબર નો માન્યતાભેદ દેખાતો નથી. ‘સમાધિ શતક’ માં આત્મસ્વરૂપનું વર્ણન મુખ્ય છે. આ સ્વરૂપ આત્માની પરિણતિ અનુસાર ત્રણ પ્રકારનું છે અને તે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા તરીકે ઓળખાય છે. મહાયોગી શ્રી આનંદઘનજીએ શ્રી સુમતિનાથ ભગવાનની સ્તવનમાં આત્માના ત્રિવિધ સ્વરૂપનું વર્ણન કર્યું છે. સમાધિ શતક માં મોક્ષમાર્ગ Jain Education International ત્રિવિધ સકલ તનુધર ગત આતમાં બહિરાતમ ધુરિ ભેદ, સુગ્યાની બીજો અંતર આતમા, તીસરો પરમાતમ અવિચ્છેદ સુગ્યાની - ૨ . આતમબુદ્ધે કાયાદિક ગ્રહ્યો બહિરાતમ અઘરૂપ સુગ્ગાની કાયાદિકનો સાખીધર રહ્યો અંતરઆતમરૂપ સુગ્યાની - ૩ જ્ઞાનાનંદે પૂરણપાવનો વજિત સકલ ઉપાધિ સુગ્યાની અતીન્દ્રિય ગુણગણમણિ આગરુ ઈમ પરમાતમ સાધ સુગ્યાની-૪ For Private & Personal Use Only ૧૯૫ www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6