Book Title: Samadhi Shatakma Mokshmarga
Author(s): Jayendra M Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 5
________________ તા તે દુઃખનું ભાવિયે, આપ શકિત અનુસાર, તો દઢતર હુઈ ઉલ્લશે, જ્ઞાન-ચરણ આચાર-૮૮ પરમાર્થમાર્ગમાં જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા. બેમાંથી એકેય નો અનાદર થઈ શકે નહિ તે દર્શાવતાં કહ્યું છે : ક્રિયા યોગ અભ્યાસ હૈ, ફલ હૈ જ્ઞાન અબંધ, દો–કે જ્ઞાની ભજે, એક મતિ મતિ અંધ-૯૧ ઉપાધ્યાયજી યોગના ત્રણ પ્રકાર ઈચ્છાયોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્યયોગ ની વ્યાખ્યા કરે છે. ઈચ્છા, શાસ્ત્ર, સમર્થતા ત્રિવિધ યોગ હૈ સાર ઈચ્છા નિજ શકિત કરી, વિકલ યોગ વ્યવહાર-૯૨ શાસ્ત્રયોગ ગુણઠાણકો, પૂરન વિધિ આચાર પદ અતીત અનુભવ કહ્યો, યોગ તૃતીય વિચાર-૯૩ જેમાં સ્ત્રાર્થનું ઈચ્છકપણું હોય, પરંતુ પ્રમાદ થી ધર્મપ્રવૃત્તિના ક્ષતિયુકત હોય તે ઈચ્છાયોગ. આગમના બોધ અનુસાર અખંડ સાધના કરતા યથાયોગ્ય ગુણઠાણે વર્તતા સાધકને શાસ્ત્રયોગ હોય છે શાસયોગમાં પ્રગટ થતા આત્મવીર્ય કરતાં વિશિષ્ટ કોટિનું આત્મવીર્ય જેમાં પ્રગટે છે તે સામર્થ્યયોગ છે. આ ત્રણે પ્રકાર વિશે આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં વિસ્તૃત ચર્ચા કરી છે. ભાવજોનતાની વ્યાખ્યા કરતાં ઉપાધ્યાયજી કહે છે : શકિત પ્રમાણે યોગબલમાં રહી બધા નયોનો સાર ગ્રહણ કરનારને ભાવ જેનપણું પ્રાપ્ત થાય છે. તેમાં મિથ્યાચાર હોતો નથી. ક્રિયાનું મહત્ત્વ સ્વીકારતાં કહ્યું છે, મારગ અનુસારી ક્રિયા, છેદે સો મતિહીન કપટ ક્રિયા-બલ જગ ઠગે, સો ભી ભવજલ-મીન-૯૫ મોક્ષમાર્ગને અનુસરતી ક્રિયાનો જે વિરોધ કરે છે તે મતિહીન છે અને જે ક્રિયામાં દંભનું સેવન કરે છે તે સંસારમાં જ રહે છે. તે જ રીતે નયવાદી પણ ભવનો અંત પામતો નથી. જ્ઞાની સર્વ નો પ્રત્યે ઉદાસીનતા રાખે છે. ઉદાસીનતા જ્ઞાનરૂપી પરપ્રવૃત્તિ હૈ મોહ શુભ જાનો સો આદશે ઉદિત વિવેક પ્રરોહ-૯૯ ઉદાસીનતા અને પર પ્રવૃત્તિ એ બેમાંથી વિવેકના પ્રકાશ વડે જે શુભ જણાય તે આદરવા કહે સમાધિ શતક માં મોક્ષમાર્ગ Jain Education International ૧૯૯ www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6