Book Title: Samadhi Shatakma Mokshmarga
Author(s): Jayendra M Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 3
________________ આગળ ઈદ્રિય વૃત્તિ રોકીને બાહ્યભાવથી પર થઈ, જે ક્ષણે અંતરાત્મા સ્થિર થાય છે, તે ક્ષણે પરમાત્મ અનુભવ થાય છે, એમ કહ્યું છે. ઈદ્રિયવૃત્તિ નિરોધ કરી, જો ખિનુ ગલિત વિભાવ, દેખે અંતરઆતમા, સો પરમાતમ ભાવ-૨૯ શ્રી પૂજ્યપાદ સ્વામીનો મૂળ શ્લોક આ પ્રમાણે છે. सर्वेन्द्रियाणि संयम्य स्तिमितेनान्तरात्मा यत्क्षणं पश्यतो माति तत्तत्त्वं परमात्मनः ॥ ३०॥ શરીરથી આત્માને ભિન્ન માનવો તે ભેદજ્ઞાન. આ ભેદજ્ઞાન ન હોય તો ક્રિયાકો કરવાથી ભવનો અંત થતો નથી. જડ પદાર્થમાં રાગ-દ્વેષની બુદ્ધિ એ અજ્ઞાન છે, એમ જણાવતાં કહ્યું છે : દિખે સો ચેતન નહિં, ચેતન નહિ દિખાય રોષતોષ કિનસું કરે, આપહિ આપ બુઝાય-૪૭ શ્રી પૂજ્યપાદ સ્વામીએ શ્લોક ૧૩, ૬૪, ૬૫ અને ૬૬ માં વસ્ત્ર જાડું, પાતળું, જૂનું કે રંગીન હોય તેથી શરીર તેવું મનાતું નથી અને વસ્ત્રના નાશથી શરીરનો નાશ મનાતો નથી તે રીતે દેહ પણ જડ, પાતળો, જૂનો કે રંગીન હોવાથી આત્મા તેવો મનાતો નથી અને દેહના નાશથી આત્માનો નાશ થતો નથી, એમ કહ્યું છે. જ્ઞાનાર્ણવ ગ્રંથમાં શ્રી શુભચંદ્રાચાર્યે વસ્ત્ર અને દેહના સંબંધ દ્વારા દેહ અને આત્માના સંબંધનું આ જ પ્રકારે વર્ણન કર્યું છે. જ્ઞાનીને જગત સાથે કેવો સંબંધ હોય છે તે દર્શાવતાં કહ્યું છે : જગ જાગે ઉન્મત્ત ઓ, ઓ જાણે જગ અંધ જ્ઞાનીકું જગમેં રહ્યો ધું નહિ કોઈ સંબંધ-૨૪ ભાસે આતમજ્ઞાને ધુરિ, જગ ઉન્મત્ત સમાન. આગે દઢ અભ્યાસ તે પત્થર તૃણ અનુમાન-૬૫ જ્ઞાની જગતને કાઠ-પાષાણના રૂપમાં જુએ છે. મોક્ષાર્થીએ અવતની જેમ વ્રતને પણ તજવાનો છે. પરંતુ પરમભાવની પ્રાપ્તિ સુધી વતનું અવલંબન જરૂરી છે, એમ આ દોહામાં કહ્યું છે. પરમભાવ પ્રાપ્તિ લગે, વ્રત ધરિ અવ્રત છોડી પરમભાવ રતિ પાયકે વ્રતભી ઈનમેં જોડી-૬૮ મોક્ષપ્રાપ્તિમાં લિંગ એટલે બાહ્ય ચિહ્ન કે વેષ અને જાતિ એકાંતે સાધક કે બાધક હોતાં નથી. તેનો આગ્રહ રાખનારાઓ ભવનો અંત કરી શકતા નથી. સ્ત્રી મુક્તિ નિષેધની અને નગ્નત્વના આગ્રહની ૧૯૭ સમાધિ શતક માં મોક્ષમાર્ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6