Book Title: Samadhi Shatakma Mokshmarga
Author(s): Jayendra M Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 2
________________ મહર્ષિ પતંજલિએ યોગદર્શનમાં સમાધિની વ્યાખ્યા આપી છે; ધ્યાન, ધ્યાતા અને ધ્યેયની એકતા થાય અને પોતાનું સ્વરૂપ શૂન્ય જેવું થઈ જાય તેને સમાધિ કહે છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં વિનય-સમાધિ, વ્યુત-સમાધિ, તપ-સમાધિ અને આચાર-સમાધિ નું વર્ણન છે. શ્રી જય વીયરાય સૂત્રમાં “સમાહિ મરણં ચ એ શબ્દ દ્વારા સમાધિમરણની પ્રાર્થના કરવામાં આવી છે. આત્માની સ્વભાવમાં સ્થિરતા તે સમાધિ એવો અર્થ અહીં થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં પણ સમાધિ નો આ જ અર્થ અભિપ્રેત છે. શ્રી પૂજ્યપાદ સ્વામી શ્રી સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી, મંગળાચરણ કરી, વિષયનિર્દેશ કરે છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ એ આ ગ્રંથનો વિષય છે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી સરસ્વતીનું સ્મરણ કરીને જગતનાબંધુ જિનેશ્વરને પ્રણામ કરી વિષયનો પરિચય કરાવતાં કહે છે “કેવલ આતમબોધ હૈ પરમારથ શિવપંથ' આત્મસ્વરૂપ અને આત્મજ્ઞાન એ આ કૃતિમાં મુખ્ય વિષય છે. ઉપાધ્યાયજી આત્મજ્ઞાનીનું વર્ણન કરે છે. રાચે સાચે ધ્યાનમેં જાએ વિષય ન કોઈ નાચે માચે મુગતિરસ. આત્માની ત્રણ પ્રકારની અવસ્થાનું વર્ણન કરતાં કહે છે, બાહિર અંતર પરમ એ, આતમ પરિણતિ તીન, દેહાદિક આતમભરમ બહિર આતમ બહુ દીન દેહાદિ પદાર્થોમાં આત્મબુદ્ધિ એ બહિરાત્માનું લક્ષણ છે. તે અજ્ઞાનથી દુઃખ પામે છે તેથી દીન છે. ચિત્ત દોષ, આતમભરમ, અંતર આતમ ખેલ અતિનિર્મલ પરમાતમા, નહિ કર્મનો ભેલ. ૮ ચિત્ત તથા રાગાદિ દોષોમાંથી આત્મભ્રાંતિનો નાશ થાય તે અંતરાત્મા અને કર્મમલરહિત તે પરમાત્મા. પરમાત્મદશા પામવાનો ઉપાય બતાવતાં કહે છે ચું બહિરાતમ છાંડિકે અંતર આતમ હોઈ પરમાતમ મતિ ભાવિએ જહાં વિકલ્પ ન કોઈ-૨૬ ઈલિકા-ભમરી ધ્યાનગત, જિનમતિ જિનપદ દેત-૨૭ બહિરાત્મ પરિણતિને ત્યાગ કરી અંતર આત્મ પરિણતિ દ્વારા પરમાત્મભાવ ભાવવાથી પરમાત્મ દશા પ્રગટે છે. ઈયળ અને ભમરીના દષ્ટાંતથી આ વાત વધુ સ્પષ્ટ કરી છે. શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6