Book Title: Sadhak Jano mate Vivikta Sthanni Aavashyakta Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 8
________________ ૬૪] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા આવા આવા સેંકડે દૃષ્ટાંતે સારા નિમિત્તોથી આત્મબળ જાગૃત થવાના અને ખરાબ નિમિત્તોથી આત્મમાર્ગમાંથી પતિત થવાના શાસ્ત્રોમાંથી મળી આવે છે, તેમજ આપણે પણ પ્રત્યક્ષ અનુભવીએ છીએ, માટે સાધક આત્માને–આત્મચિંતન કરનારને નિર્જનસ્થાનની બહુ જરૂર છે એ નિર્વિવાદ વાત છે. સદ્દબુદ્ધિ, સમભાવ, તત્ત્વાર્થનું ગ્રહણ, મન-વચનકાયાનો નિરોધ, વિરોધી નિમિત્તોને અભાવ, સારા નિમિતોની હયાતિ, રાગદ્વેષાદિને ત્યાગ અને આત્મજાગૃતિ, એ સર્વ આત્માની વિશુદ્ધિના જેમ પ્રબળ નિમિત્તકારણે છે, તેમ આત્મચિંતન માટે નિર્જન સ્થાન એ પણ એક ઉત્તમ નિમિત્તકારણ છે. જેમ ચંદ્રને દેખીને સમુદ્રમાં વેળાવૃદ્ધિ પામે છે, મેઘની વૃષ્ટિથી નદીઓમાં પાણીને વધારે થાય છે, મોહથી કમમાં વધારે થાય છે, અનિયમિત ભજન કરનારમાં રોગ વધે છે અને ઈન્દ્રિયોના વિષયોમાં વિશેષ પ્રવૃત્તિ કરનારમાં દુઃખને વધારે થાય છે, તેમ મનુષ્યના સંસર્ગથી વિકને, આશ્રવવાળા વચનને તથા પ્રવૃત્તિને વધારે થાય છે. જેમ લાકડાંથી અગ્નિ વધે છે, તાપથી તૃષા અને ઉકળાટ વધે છે, રેગથી પીડા વધે છે, તેમ મનુષ્યની સોબતથી વિચારે અને ચિંતા વધે છે. વિષને ત્યાગ, નિર્જન સ્થાન, તત્ત્વજ્ઞાન, ચિંતારહિત મન, નિગી શરીર અને મન-વચન-કાયાને નિરેધ–એ સવ મુનિઓને મોક્ષને અર્થે ધ્યાનના પ્રબળ નિમિત્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10