Page #1
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૫૭
સાધક જેને માટે વિવિક્ત સ્થાનની
આવશ્યકતા એકાન્ત નિરુપાધિક-નિર્જન સ્થાન જ સાધકજને માટે અધિક ઉપયેગી છે. સહુ કે શ્રેયસાધક જનેને શરીરબળ, મનબળ અને હૃદયબળનું પિષણ આપનાર એકાન્તવાસ છે.
જ્યાં ચિત્ત-સમાધિમાં ખલેલ પડે, જ્યાં અનેક પ્રકારના સંકલ્પ–વિકપ ઊભા થાય અને જ્યાં વસવાથી સંયમ
ગમાં હાનિ પહોંચે, એવા સ્થળમાં નિવાસ કરે–એવા ઉપાધિમય સ્થળ સમીપે વાસ કરે એ સાધક જને માટે હિતકર નથી.
સમાધિશતકમાં વાચકવર પૂ. . શ્રી યશોવિજયજી કહે છે કે –
“ હેત વચન મન ચપળતા, જન કે સંગ નિમિત્ત; - જન સંગી હવે નહિ, તાતે મુનિ જગમિત્ત.)
મનુષ્યોના સંસર્ગથી વાણીની પ્રવૃત્તિ થાય છે, અને તેથી મનની ચપલતા થાય છે અને તેથી ચિત્તવિભ્રમ થાય છે–નાના પ્રકારના વિકલ્પની પ્રવૃત્તિ થાય છે, માટે મુનિએ-- ગીએ અજ્ઞાની મનુષ્યને સંસર્ગ તજ. જે ગીમુનિ મનુષ્યના સંસર્ગમાં આવે છે, તે માયાના પ્રપંચમાં ફસાય છે, અને માયાના પ્રપંચમાં ફસાયાથી રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે અને રાગદ્વેષ ભવનું મૂળ છે, માટે મનુષ્યોને સંસર્ગ તજ. જે મુનિરાજ મનુષ્યસંસર્ગ
Page #2
--------------------------------------------------------------------------
________________
૫૮ ].
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા રહિત છે, તે મુનિ જગતના મિત્ર છે અને તે મુનિ પિતાનું હિત સાધી શકે છે. પ્રાયઃ મનુષ્યના સંસર્ગથી ઉપાધિની પ્રાપ્તિ થાય છે, માટે મુનિરાજ મનુષ્યોને સંસર્ગ ત્યાગી એકાંત સ્થાનમાં વસે છે. કારણ વિના વિશેષ પ્રકારે કેઈની સાથે ભાષણ પણ કરતા નથી. જે મનુષ્યના પરિ. ચયથી આત્માનું હિત નથી થતું તેમને પરિચય કેમ કરે? વ્યાખ્યાન-શિક્ષાદિ કારણે મનુષ્યના સંબંધમાં આવે, તે પણ અંતરથી ન્યારા વતે છે. એવા મુનિરાજ ઉપાધિરહિત હોય તે અનુપમ આનંદના ભેગી બને છે.
લેકપરિચય–ગૃહસ્થ લેકે સાથે નિકટ સંબંધ જોડી રાખતા સ્વહિતસાધક સાધુજનેને સંયમમાર્ગમાં ઘણું આડખીલી નડે છે-ઊભી થાય છે. ગૃહસ્થજનેને-સ્ત્રીપુરુષને અધિક પરિચય કરવાથી સાધુ યોગ્ય સમભાવ–સમતા ટકી શકતી નથી, એટલે રાગ-દ્વેષ-મહાદિ દોષ ઊપજે છે, વિષયવાસના પણ કવચિત્ જાગે છે અને જ્ઞાન, ધ્યાન, બ્રહ્મચર્ય વિગેરે અનેક અમૂલ્ય ગુણરત્નને લેપ થાય છે. એટલે સાધુ સહેજે સત્વહીન-શિથિલાચારી થઈ જાય છે. “મૂળ મુનિ જે આત્મવેષી, ન કરે ગૃહસ્થને સંગ, જીહાં પરિચય તિહાં અવજ્ઞા, થાયે સમકિત ભંગ.
(કુમારપાળ રાસ-અષભદાસ કવિ) બ્રહ્મચર્યવંત સાધુજનોને ભગવંતે જે નવ વાડો બ્રહ્મચર્યની રક્ષા માટે પાળવા ફરમાવ્યું છે, તે નવ વાઓમાં મુખ્ય વાત એ છે કેનિરવદ્ય-નિર્દોષ-નિરુપાધિક (સ્ત્રી, પશુ, પંડક, નપુંસક વિગેરે વિષયવાસનાને જગાડનારા કારણે વગરના) સ્થળમાં જ વિવેકસર નિવાસ કરે, જેને
Page #3
--------------------------------------------------------------------------
________________
પારસાશિક લેખસ ગ્રહ
૧ ૫૯
‘વિવિક્ત શય્યા’ કહેવામાં આવે છે. પૂર્વકાળના મહાપુરુષા એવા જ સ્થળને પસંદ કરી ત્યાં જ જ્ઞાન-ધ્યાનમાં પેાતાના સમય પસાર કરતા. વર્તમાનમાં મેટા ભાગની સ્થિતિ ગૃહસ્થાના ગાઢ પરિચયવાળી ઉપાધિ સદ્દેશ હાઈ પ્રભૂત સુધારની વિચારણા માગી લે છે. સંયમવંત સાધુજનાએ પ્રથમ આત્મસંયમની રક્ષા તથા પુષ્ટિ નિમિત્તે ઉક્ત દોષ વગરનીનિર્દોષ અને નિરુપાધિક એકાન્ત વસતિ–નિવાસસ્થાન પસંદ કરવા ચેાગ્ય છે. એથી સ્થિર-શાન્ત ચિત્તથી જ્ઞાન, ધ્યાન વિગેરે સ’ચમકરણીમાં ઘણી અનુકૂળતા થાય છે. તે કરતાં અન્યથા વવાથી, તથાપ્રકારના ઉપાધિ ઢોષવાળા સ્થાનમાં વસવાથી મન-વચનાદિક ચેાગની સ્ખલના થઈ આવે છે. એટલે કે ગૃહસ્થલેાકેાના ગાઢ પરિચયથી તેમની સાથે નકામી અનેક પ્રકારની વાતચીતમાં ભાગ લેવાથી આત્મહિત નહિ થતાં સાધુજનોને સંયમમાની રક્ષા થતી નથી. સચમમાની રક્ષા અને પુષ્ટિ કરવાની પ્રબળ ઈચ્છાના ચેાગે વિક્તિ-એકાન્ત સ્થાનમાં વસવાથી તે અટકી શકે છે.
આ મધી સાધદશાની વાત થઇ. ખાકી જેમણે મન, વચન અને કાયાનું સમ્યગ્ નિય་ત્રણ કરી દીધું છે અને જેમને સ્વરૂપરમણતા જ થઈ રહી છે એવા સ્થિરયાગિ અધિકારીની વાત જુદી છે. તેમને તેા વન અને ઘર સત્ર સમભાવજ પ્રવર્તે છે. કહ્યું છે કે
“ સ્થિરતા વાગમન: જાનૈ-ચૈામકાશિતાં થતા | योगिनः समशीलास्ते ग्रामेऽरण्ये दिवा निशि ॥ "
(જ્ઞાનસાર અષ્ટક)
Page #4
--------------------------------------------------------------------------
________________
૬૦ ]
- શ્રી જી. અ. જૈન
માલા
આવા સ્થિર ગિને જ ગ્રામ અને અરણ્ય સરખું છે.
હવે આપણે નિર્જન-અનિર્જન સ્થાનસેવનના ગુણદેષને વિવેચનમાં દષ્ટાંતપૂર્વક જરા જોઈ લઈએ.
બુદ્ધિમાન સાધક પુરુષ સુખદાયી નિર્જન સ્થાનને સેવે છે. તે ધ્યાનમાં અને સંયમાભ્યાસમાં સાધનરૂપ છે તથા રાગ, દ્વેષ અને મોહને શાન્ત કરનાર છે.
જેને આત્માનું સાધન કરવાનું છે, ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરવાનું છે તથા ધ્યાન કરવાનું છે, તેઓને મનુધ્યાદિ સંસર્ગ વિનાનું સ્થાન ઘણું ઉપગી છે. સંસારપરિભ્રમણ કરવાથી જેઓ થાકયા છે, કંટાળ્યા છે, આત્માનું ભાન ગુરુકૃપાથી મેળવ્યું છે, મનને નિર્મળ તથા સ્થિર કરવાના સાધને જાણું લીધા છે અને તે પ્રમાણે વર્તન કરવા તૈયાર થયેલ છે, તેવા આત્માઓને મનુષ્ય, પશુ, સ્ત્રી, નપુંસકદિ વિનાનું સ્થાન સુખદાયી છે.
- મનુષ્ય ઉપરથી બધી વસ્તુને ત્યાગ કર્યો હોય છે, બ્રહ્મચર્ય પાળવાને તથા ક્રોધાદિ કષા ન કરવાને નિયમ લીધે હોય છે, છતાં સત્તામાં તે તે કર્મો રહેલાં તે હોય છે. કાંઈ નિયમ લેવાથી કર્મો ચાલ્યા જતાં નથી, પણ નિયમ પ્રમાણે વર્તન કરવાથી ધીમે ધીમે તે તે કર્મને થતો ઉદય નિષ્ફલ કરવામાં આવે છે અને તે દ્વારા કમને ક્ષય થાય છે. પરંતુ નિમિત્તો બળવાન છે. નિમિત્તોને લઈને સત્તામાં પડેલા કર્મો ઉદીરણારૂપે થઈને જે મોડા ઉદય આવવાના હોય તે વહેલા બહાર આવે છે. આ વખતે સાધકની જે પૂરેપૂરી તૈયારી ન હોય-ઉદય આવેલ કર્મને નિષ્ફળ કરવા
Page #5
--------------------------------------------------------------------------
________________
-
--
--
-
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૬૧ જેટલું બળ તેની પાસે ન હોય, તે ઉદય આવેલા કર્મો જીવને તેના માર્ગથી ભ્રષ્ટ કરે છે. એટલા ખાતર આવાં નિમિત્તોથી દૂર રહેવાની જરૂર છે. જેમ ઘાસ વિનાનાં સ્થાનમાં પડેલો અગ્નિ બાળવાનું કાંઈ ન હોવાથી પિતાની મેળે બૂઝાઈ જાય છે, તેમ નિમિત્તોના અભાવે સત્તામાં રહેલું કર્મ દબાઈ રહે છે અને ધીમે ધીમે આત્મબળ વધતાં જીવને તેના માર્ગથી પતિત કરવાનું બળ ઓછું થઈ જાય છે અને આત્મજાગૃતિ વખતે ઉદય આવેલ કર્મ આત્મસત્તા સામે પિતાનું જોર વાપરી શકતું નથી.
જેમ કેઈ બળવાન છતાં ગફલતમાં રહેલા રાજાના શહેર ઉપર બીજે રાજા ચઢી આવે, એ વખતે રાજાની પાસે લડવાની સામગ્રીની તૈયારી ન હોવાથી, પોતાને બચાવ કરવા ખાતર તે રાજા પોતાના શહેરના દરવાજા બંધ કરે છે અને અંદરખાનેથી તેટલા વખતમાં બધી તૈયારી કરે છે અને શત્રુને હઠાવવાની શક્તિ મેળવીને પછી તે રાજા પિતાના શત્રુ ઉપર એકી વખતે હલ્લો કરે છે અને શત્રુને હરાવે છે, તેમ આત્માની આગળ ઉપશમભાવનું કે કર્મક્ષય કરવાનું બળ નથી હતું. તેવા પ્રસંગે મેહશત્રુ તેના પર ચઢાઈ કરે છે, તે વખતે આ જીવ અમુક અમુક જાતના વ્રત, જપ, તપ, નિયમ, જ્ઞાન, ધ્યાનાદિના વ્રત ગ્રહણ કરીને એકાંત સ્થાનમાં જાય છે કે જ્યાં રાગ-દ્વેષમોહાદિને પ્રગટ થવાના કારણે હતાં નથી. આ નિમિત્તોના અભાવે સત્તામાં પડેલા કર્મોને ઉપશમ કે ક્ષયોપશમ થાય છે અને તેટલા વખતમાં નિર્મળતારૂપ આત્મબળ વધારે
Page #6
--------------------------------------------------------------------------
________________
ફર 2.
" શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા છે. આ વ્રતાદિ લેવાં તે મેહશત્રુની સામે કિલ્લો બંધ કરવા જેવું છે. કિલ્લે બંધ કર્યાથી કાંઈ શત્રુ ચાલે જાતે નથી કે શત્રુને નાશ થતો નથી. તેની સામે ખૂલ્લી લડાઈ તે કરવી જ પડવાની છે. પણ તેટલા વખતમાં અશુભ નિમિત્તોના અભાવે મોહને ઉપદ્રવ જીવને ઓછો હોય છે અને તે વખતમાં રાજા જેમ લડાઈની સામગ્રી મેળવી લે છે, તેમ આ જીવ ઉપશમભાવનું બળ વ્રત, તપ, જપ, ધ્યાનાદિથી મેળવે છે. આ એકઠું કરેલું બળ જ્યારે જ્યારે સત્તામાં પડેલ કર્મ ઉદયમાં આવે છે, ત્યારે ત્યારે તેના ઉપર વાપરે છે અને તેથી કર્મને ઉદય નિષ્ફળ કરીને કર્મની નિર્જ કરે છે. નવા કર્મો ન બાંધવા અને જુના સત્તાગત ઉદય આવેલ કર્મો સમભાવે ભેગવી લેવાં, તે કર્મના ઉદયને નિષ્ફળ કરવા બરાબર છે.
ભગવાન શ્રી મહાવીરદેવની માફક કેઈ આત્મા વિશેષ બળવાન હોય તે તે ઉદય આવેલા કર્મોને ભેગવી નિષ્ફળ કરે, પણ તે સાથે સત્તામાં પડેલા કર્મોની ઉદીરણા કરીને જે મેડા ઉદય આવવાના હોય તેને તે તે નિમિત્તોવડે બહાર લાવી સમભાવે નિર્જરી નાંખે છે. આવા સમર્થ આત્માઓ માટે નિર્જન પ્રદેશમાં રહેવાને હેતુ કર્મથી ડરવાને કે તે હઠાવવાના સાધને પિતાની પાસે ઓછાં છે તે મેળવવા માટે નથી, પણ પિતાના કર્મક્ષય કરવાના આત્મધ્યાનાદિ સાધનામાં મનુષ્ય વિજ્ઞરૂપ ન થાય-વિક્ષેપ કરનાર ન થાય તે હેાય છે, અને તેટલા માટે પણ નિર્જનસ્થાન તેવા મહાત્માઓને વિશેષ ઉપયોગી છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
[ ૬૩
પારમાર્થિક લેખસંગ્રહ
પિતાના કાર્યની સિદ્ધિ માટે શ્રી શત્રુંજય પર્વતની ગુફામાં શુક રાજા છ મહિના સુધી પરમાત્માના જાપ અને ધ્યાનમાં નિર્જન સ્થાનમાં રહ્યા હતા. શ્રી નેમિનાથ પ્રભુ આત્મધ્યાન માટે ગીરનારજીના પ્રદેશમાં રહ્યા હતા. પ્રભુ શ્રી મહાવીરદેવ પણ આત્મધ્યાન માટે શૂન્ય ઘરે,
સ્મશાને, પહાડે, ગુફાઓ અને નિર્જન પ્રદેશવાળા વનાદિમાં રહ્યા હતા. મહાત્મા અનાથી મુનિ વૃક્ષોની ગીચ ઝાડીમાં ધ્યાનસ્થ રહ્યા હતા. ક્ષત્રિય મુનિ અને ગર્દભાલી મુનિ પણ વનના શાત પ્રદેશમાં ધ્યાનસ્થ રહ્યા હતા. આ શાન્ત પ્રદેશના અભાવે મહાત્મા પ્રસન્નચંદ્ર રાજષિએ શ્રેણિક રાજાના સુમુખ અને દુર્મુખ નામના દૂતના મુખથી પિતાની પ્રશંસા અને નિંદાના વચને સાંભળીને રૌદ્રધ્યાને સાતમી નરકનાં દલીયાં એકઠાં કર્યાં હતાં. એમના ધ્યાનની ધારા ધર્મ અને શુક્લ ધ્યાનને બદલે આર્ત અને રૌદ્ર ધ્યાનના રૂપમાં બદલાઈ ગઈ હતી. છેવટે પાછી અન્ય નિમિત્તોના ચગે તેમની ધ્યાનની ધારા બદલાઈ ત્યારે જ તેઓ કેવળજ્ઞાન પામ્યા હતા.
ગીરનારની ગુફામાં ધ્યાન ધરતાં શ્રી રનેમિ મુનિના ધ્યાનની ધારા પણ શ્રી રાજીમતીના નિમિત્તથી બદલાઈ હતી, પરંતુ શ્રી રાજુમતીની આત્મજાગૃતિએ પાછા તેમને સ્થિર કર્યા હતા.
મહાત્મા શ્રી નંદીની ધમ ધ્યાનની ધારા વેશ્યાના નિમિત્તે બદલાઈ હતી, મહાત્મા દમસાર મુનિની આત્મધારા બ્રાહ્મણે ગામનાં ઘરની ભીંતેવાળો પાછલે તપેલો માર્ગ બતાવવાથી ક્રોધના રૂપમાં બદલાઈ હતી.
Page #8
--------------------------------------------------------------------------
________________
૬૪]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા આવા આવા સેંકડે દૃષ્ટાંતે સારા નિમિત્તોથી આત્મબળ જાગૃત થવાના અને ખરાબ નિમિત્તોથી આત્મમાર્ગમાંથી પતિત થવાના શાસ્ત્રોમાંથી મળી આવે છે, તેમજ આપણે પણ પ્રત્યક્ષ અનુભવીએ છીએ, માટે સાધક આત્માને–આત્મચિંતન કરનારને નિર્જનસ્થાનની બહુ જરૂર છે એ નિર્વિવાદ વાત છે.
સદ્દબુદ્ધિ, સમભાવ, તત્ત્વાર્થનું ગ્રહણ, મન-વચનકાયાનો નિરોધ, વિરોધી નિમિત્તોને અભાવ, સારા નિમિતોની હયાતિ, રાગદ્વેષાદિને ત્યાગ અને આત્મજાગૃતિ, એ સર્વ આત્માની વિશુદ્ધિના જેમ પ્રબળ નિમિત્તકારણે છે, તેમ આત્મચિંતન માટે નિર્જન સ્થાન એ પણ એક ઉત્તમ નિમિત્તકારણ છે.
જેમ ચંદ્રને દેખીને સમુદ્રમાં વેળાવૃદ્ધિ પામે છે, મેઘની વૃષ્ટિથી નદીઓમાં પાણીને વધારે થાય છે, મોહથી કમમાં વધારે થાય છે, અનિયમિત ભજન કરનારમાં રોગ વધે છે અને ઈન્દ્રિયોના વિષયોમાં વિશેષ પ્રવૃત્તિ કરનારમાં દુઃખને વધારે થાય છે, તેમ મનુષ્યના સંસર્ગથી વિકને, આશ્રવવાળા વચનને તથા પ્રવૃત્તિને વધારે થાય છે. જેમ લાકડાંથી અગ્નિ વધે છે, તાપથી તૃષા અને ઉકળાટ વધે છે, રેગથી પીડા વધે છે, તેમ મનુષ્યની સોબતથી વિચારે અને ચિંતા વધે છે.
વિષને ત્યાગ, નિર્જન સ્થાન, તત્ત્વજ્ઞાન, ચિંતારહિત મન, નિગી શરીર અને મન-વચન-કાયાને નિરેધ–એ સવ મુનિઓને મોક્ષને અર્થે ધ્યાનના પ્રબળ નિમિત્ત છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૬૫ વિકલ્પ દૂર કરવા સંગત્યાગની જરૂર છે. મનુષ્યની સેબત કાંઈને કાંઈ સમરણ કરાવ્યા વગર રહેતી નથી. એકી સાથે વળગેલા વીંછીઓ જેમ મનુષ્યને પીડા ઉત્પન્ન કરે છે, તેમ વિકલ્પ આત્માને પીડા કરનારા છે. આ વિકલ્પ
જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માને શાંતિ ક્યાંથી હોય? જે બાહ્ય સંગના ત્યાગથી આ જીવને આટલું સુખ થાય છે, તે પછી આત્માના સંગથી ખરું સુખ તેણે શા માટે ન ભેગવવું? અજ્ઞાની છે બાહ્ય વસ્તુના સંગથી સુખ માને છે, ત્યારે જ્ઞાનીએ તેને ત્યાગમાં જ સુખ અનુભવે છે.
જેઓ નિર્જન પ્રદેશના સેવનથી વિશેષ પ્રકારે સાધ્ય થતા અધ્યયન અને સધ્યાનરૂપ અત્યંતર અને બાહ્ય તપ કરે છે, તે મુમુક્ષુઓને ધન્ય છે ! તેઓ ગુણી છે, વંદનીય છે અને વિદ્વાનોમાં મુખ્ય છે, કે જેઓ નિરંતર શુદ્ધ આત્મજ્ઞાનમાં મગ્ન થઈ નિર્જનપ્રદેશ સેવે છે. જ્ઞાનધ્યાનમાં વિઘરૂપન હોય એવા નિર્જનસ્થાનને સત્યરૂષે અમૃત કહે છે.
તે મહાત્માઓને ધન્ય છે, કે જેઓ ભોંયરામાં, ગુફાઓમાં, સમુદ્ર યા સરિતાના કિનારે, સમશાનમાં, વનમાં અને તેવા જ શાંત પ્રદેશમાં શુદ્ધ આત્મધ્યાનની સિદ્ધિને માટે વસે છે.
આવા શાંત પ્રદેશના અભાવે ગીઓને મનુષ્યોને સમાગમ થાય છે. તેમને જેવાવડે અને વચનથી બેલવાવડે મનનું હલનચલન થાય છે. તેમાંથી રાગદ્વેષાદિ પ્રગટે છે, કલેશ થાય છે અને છેવટે વિશુદ્ધિને નાશ થાય છે. વિશુદ્ધિ વિના શુદ્ધ ચિદ્રપનું ચિંતન બરાબર થતું નથી અને
Page #10
--------------------------------------------------------------------------
________________ 66 3. શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા તેના વિના કર્મોના નાશથી પ્રગટ થતી આત્માની અનંત શક્તિઓ બહાર આવતી નથી. માટે જ વિવિક્ત સ્થાન કલેશનું નાશ કરનાર અને મુમુક્ષુ યોગીઓને પરમ શાંતિનું કારણ છે, એમ મહાત્માઓએ સ્વીકારેલું છે. પદ્રવ્યસ્વરૂપ વિચારકર્તવ્ય પદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિષે રહે છે, અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેને વિષય થઈ રહેતાં અથવા અમુક અંશે સમજવાથી એટલે તેને વિષય થઈ રહેતાં વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિષે રમણ કરવા દોડે છે. ત્યારે પારદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂમભાવે ફરી સમજવા માંડતાં વૃત્તિને પાછી અંતરમાં લાવવી પડે છે અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી તેટલો તેને વિષય થઈ રહેતાં વળી વૃત્તિ બહાર દેડવા માંડે છે, ત્યારે જોખ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિષે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વૃત્તિને અંતરંગ ભાવમાં લાવી શાંત કરવામાં આવે છે, અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતાં લાવતાં આત્માને અનુભવ વખતે થઈ જાય છે. જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિષે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે.