________________ 66 3. શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા તેના વિના કર્મોના નાશથી પ્રગટ થતી આત્માની અનંત શક્તિઓ બહાર આવતી નથી. માટે જ વિવિક્ત સ્થાન કલેશનું નાશ કરનાર અને મુમુક્ષુ યોગીઓને પરમ શાંતિનું કારણ છે, એમ મહાત્માઓએ સ્વીકારેલું છે. પદ્રવ્યસ્વરૂપ વિચારકર્તવ્ય પદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિષે રહે છે, અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેને વિષય થઈ રહેતાં અથવા અમુક અંશે સમજવાથી એટલે તેને વિષય થઈ રહેતાં વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિષે રમણ કરવા દોડે છે. ત્યારે પારદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂમભાવે ફરી સમજવા માંડતાં વૃત્તિને પાછી અંતરમાં લાવવી પડે છે અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી તેટલો તેને વિષય થઈ રહેતાં વળી વૃત્તિ બહાર દેડવા માંડે છે, ત્યારે જોખ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિષે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વૃત્તિને અંતરંગ ભાવમાં લાવી શાંત કરવામાં આવે છે, અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતાં લાવતાં આત્માને અનુભવ વખતે થઈ જાય છે. જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિષે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org