Book Title: Sadhak Jano mate Vivikta Sthanni Aavashyakta
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ફર 2. " શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા છે. આ વ્રતાદિ લેવાં તે મેહશત્રુની સામે કિલ્લો બંધ કરવા જેવું છે. કિલ્લે બંધ કર્યાથી કાંઈ શત્રુ ચાલે જાતે નથી કે શત્રુને નાશ થતો નથી. તેની સામે ખૂલ્લી લડાઈ તે કરવી જ પડવાની છે. પણ તેટલા વખતમાં અશુભ નિમિત્તોના અભાવે મોહને ઉપદ્રવ જીવને ઓછો હોય છે અને તે વખતમાં રાજા જેમ લડાઈની સામગ્રી મેળવી લે છે, તેમ આ જીવ ઉપશમભાવનું બળ વ્રત, તપ, જપ, ધ્યાનાદિથી મેળવે છે. આ એકઠું કરેલું બળ જ્યારે જ્યારે સત્તામાં પડેલ કર્મ ઉદયમાં આવે છે, ત્યારે ત્યારે તેના ઉપર વાપરે છે અને તેથી કર્મને ઉદય નિષ્ફળ કરીને કર્મની નિર્જ કરે છે. નવા કર્મો ન બાંધવા અને જુના સત્તાગત ઉદય આવેલ કર્મો સમભાવે ભેગવી લેવાં, તે કર્મના ઉદયને નિષ્ફળ કરવા બરાબર છે. ભગવાન શ્રી મહાવીરદેવની માફક કેઈ આત્મા વિશેષ બળવાન હોય તે તે ઉદય આવેલા કર્મોને ભેગવી નિષ્ફળ કરે, પણ તે સાથે સત્તામાં પડેલા કર્મોની ઉદીરણા કરીને જે મેડા ઉદય આવવાના હોય તેને તે તે નિમિત્તોવડે બહાર લાવી સમભાવે નિર્જરી નાંખે છે. આવા સમર્થ આત્માઓ માટે નિર્જન પ્રદેશમાં રહેવાને હેતુ કર્મથી ડરવાને કે તે હઠાવવાના સાધને પિતાની પાસે ઓછાં છે તે મેળવવા માટે નથી, પણ પિતાના કર્મક્ષય કરવાના આત્મધ્યાનાદિ સાધનામાં મનુષ્ય વિજ્ઞરૂપ ન થાય-વિક્ષેપ કરનાર ન થાય તે હેાય છે, અને તેટલા માટે પણ નિર્જનસ્થાન તેવા મહાત્માઓને વિશેષ ઉપયોગી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10