Book Title: Sadhak Jano mate Vivikta Sthanni Aavashyakta Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 9
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૬૫ વિકલ્પ દૂર કરવા સંગત્યાગની જરૂર છે. મનુષ્યની સેબત કાંઈને કાંઈ સમરણ કરાવ્યા વગર રહેતી નથી. એકી સાથે વળગેલા વીંછીઓ જેમ મનુષ્યને પીડા ઉત્પન્ન કરે છે, તેમ વિકલ્પ આત્માને પીડા કરનારા છે. આ વિકલ્પ જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માને શાંતિ ક્યાંથી હોય? જે બાહ્ય સંગના ત્યાગથી આ જીવને આટલું સુખ થાય છે, તે પછી આત્માના સંગથી ખરું સુખ તેણે શા માટે ન ભેગવવું? અજ્ઞાની છે બાહ્ય વસ્તુના સંગથી સુખ માને છે, ત્યારે જ્ઞાનીએ તેને ત્યાગમાં જ સુખ અનુભવે છે. જેઓ નિર્જન પ્રદેશના સેવનથી વિશેષ પ્રકારે સાધ્ય થતા અધ્યયન અને સધ્યાનરૂપ અત્યંતર અને બાહ્ય તપ કરે છે, તે મુમુક્ષુઓને ધન્ય છે ! તેઓ ગુણી છે, વંદનીય છે અને વિદ્વાનોમાં મુખ્ય છે, કે જેઓ નિરંતર શુદ્ધ આત્મજ્ઞાનમાં મગ્ન થઈ નિર્જનપ્રદેશ સેવે છે. જ્ઞાનધ્યાનમાં વિઘરૂપન હોય એવા નિર્જનસ્થાનને સત્યરૂષે અમૃત કહે છે. તે મહાત્માઓને ધન્ય છે, કે જેઓ ભોંયરામાં, ગુફાઓમાં, સમુદ્ર યા સરિતાના કિનારે, સમશાનમાં, વનમાં અને તેવા જ શાંત પ્રદેશમાં શુદ્ધ આત્મધ્યાનની સિદ્ધિને માટે વસે છે. આવા શાંત પ્રદેશના અભાવે ગીઓને મનુષ્યોને સમાગમ થાય છે. તેમને જેવાવડે અને વચનથી બેલવાવડે મનનું હલનચલન થાય છે. તેમાંથી રાગદ્વેષાદિ પ્રગટે છે, કલેશ થાય છે અને છેવટે વિશુદ્ધિને નાશ થાય છે. વિશુદ્ધિ વિના શુદ્ધ ચિદ્રપનું ચિંતન બરાબર થતું નથી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10