Book Title: Sadhak Jano mate Vivikta Sthanni Aavashyakta Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 7
________________ [ ૬૩ પારમાર્થિક લેખસંગ્રહ પિતાના કાર્યની સિદ્ધિ માટે શ્રી શત્રુંજય પર્વતની ગુફામાં શુક રાજા છ મહિના સુધી પરમાત્માના જાપ અને ધ્યાનમાં નિર્જન સ્થાનમાં રહ્યા હતા. શ્રી નેમિનાથ પ્રભુ આત્મધ્યાન માટે ગીરનારજીના પ્રદેશમાં રહ્યા હતા. પ્રભુ શ્રી મહાવીરદેવ પણ આત્મધ્યાન માટે શૂન્ય ઘરે, સ્મશાને, પહાડે, ગુફાઓ અને નિર્જન પ્રદેશવાળા વનાદિમાં રહ્યા હતા. મહાત્મા અનાથી મુનિ વૃક્ષોની ગીચ ઝાડીમાં ધ્યાનસ્થ રહ્યા હતા. ક્ષત્રિય મુનિ અને ગર્દભાલી મુનિ પણ વનના શાત પ્રદેશમાં ધ્યાનસ્થ રહ્યા હતા. આ શાન્ત પ્રદેશના અભાવે મહાત્મા પ્રસન્નચંદ્ર રાજષિએ શ્રેણિક રાજાના સુમુખ અને દુર્મુખ નામના દૂતના મુખથી પિતાની પ્રશંસા અને નિંદાના વચને સાંભળીને રૌદ્રધ્યાને સાતમી નરકનાં દલીયાં એકઠાં કર્યાં હતાં. એમના ધ્યાનની ધારા ધર્મ અને શુક્લ ધ્યાનને બદલે આર્ત અને રૌદ્ર ધ્યાનના રૂપમાં બદલાઈ ગઈ હતી. છેવટે પાછી અન્ય નિમિત્તોના ચગે તેમની ધ્યાનની ધારા બદલાઈ ત્યારે જ તેઓ કેવળજ્ઞાન પામ્યા હતા. ગીરનારની ગુફામાં ધ્યાન ધરતાં શ્રી રનેમિ મુનિના ધ્યાનની ધારા પણ શ્રી રાજીમતીના નિમિત્તથી બદલાઈ હતી, પરંતુ શ્રી રાજુમતીની આત્મજાગૃતિએ પાછા તેમને સ્થિર કર્યા હતા. મહાત્મા શ્રી નંદીની ધમ ધ્યાનની ધારા વેશ્યાના નિમિત્તે બદલાઈ હતી, મહાત્મા દમસાર મુનિની આત્મધારા બ્રાહ્મણે ગામનાં ઘરની ભીંતેવાળો પાછલે તપેલો માર્ગ બતાવવાથી ક્રોધના રૂપમાં બદલાઈ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10