________________
ઉત્સાહી મુનિરાજ શ્રી કુલચન્દ્ર વિજયજીનો આ પ્રથમ તેમજ પ્રારંભિક પ્રયાસ હોવા છતાં જ્ઞાનની ઉપાસનાનું કાંઈક સારું કાર્ય કરી છૂટવાનો તેમનો ઉત્સાહ પ્રશંસાર્હ ગણાય તેવો છે. આપણે આશા રાખીએ કે તેમનો ઉત્સાહ શતગુણો વધતો જ રહે અને આ પ્રારંભિક કાર્યથી સંતોષ માનીને અટકી ન જાય પણ આ કાર્યને પાયારૂપ કાર્ય બનાવીને તેના પર આ વિષયના વિશિષ્ટ-વિશદ સંશોધન કાર્યની ઈમારત ચણવાનું મહત્ કાર્ય અવશ્ય કરે.
તેમના શ્રુતભક્તિના આ શુભ પ્રયત્નને હાર્દિક અભિનંદન.
શ્રી વિજય નેમિસૂરિજ્ઞાનશાળા, પાંજરાપોળ, અમદાવાદ-૧
તા.૩૦-૩-૯૪
=====
શીલચન્દ્રવિજય.
ch
\\\