________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પાંચમું પર્વ
૪૩ દેવકુફ ભોગભૂમિમાં ગયો. ત્યાંથી પ્રથમ સ્વર્ગમાં દેવ થઈ પછી ચન્દ્રપુરમાં રાજા હરિ અને રાણી ધરાદેવીનો પ્યારો પુત્ર વ્રતકીર્તન થયો અને મુનિપદ ધારણ કરી સ્વર્ગે ગયો અને પાછો વિદેહક્ષેત્રમાં રત્નસંચયપુરમાં મહાઘોષ પિતા, ચન્દ્રાણી માતાનો પ્રયોબ્રલ નામનો પુત્ર થઈ, મુનિવ્રત ધારી ચૌદમા સ્વર્ગમાં ગયો. ત્યાંથી ચ્યવીને ભરતક્ષેત્રમાં પૃથ્વીપુર નગરમાં યશોધર રાજા અને રાણી જયાને ઘેર જયકીર્તન નામનો પુત્ર થયો. તે પિતાની પાસે જિનદિક્ષા લઈ, વિજય વિમાનમાં ગયો. ત્યાંથી ચ્યવીને તું સગર ચક્રવર્તી થયો. આવલીના ભાવમાં આવેલી શિષ્ય પ્રત્યે તારો સ્નેહ હતો તેથી અત્યારે આવલીના જીવ સહસ્ત્રનયન પ્રત્યે તારો અધિક સ્નેહ છે. આ કથા સાંભળી ચક્રવર્તીને વિશેષ ધર્મની રુચિ થઈ અને મેઘવાહન તથા સહસ્ત્રનયન બને પોતાના પિતાના અને પોતાના પૂર્વભવ સાંભળીને નિર્વેર થયા, પરસ્પર મિત્ર થયા અને તેમને ધર્મમાં ખૂબ રુચિ થઈ. બન્નેને પૂર્વભવ યાદ આવ્યા, મહાશ્રદ્ધાવાન બનીને બન્ને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા કે હે નાથ ! આપ અનાથના નાથ છો, આ સંસારનાં પ્રાણી મહાદુઃખી છે, તેમને ધર્મનો ઉપદેશ આપીને ઉપકાર કરો છો. આપને કોઈની સાથે કાંઈ પ્રયોજન નથી, આપ જગતના નિષ્કારણ બંધુ છો, આપનું રૂપ ઉપમારહિત છે, આપ અપ્રમાણ બળના ધારી છો, આ જગતમાં આપના સમાન બીજું કોઈ નથી. આપ પૂર્ણ પરમાનંદ છો, કૃતકૃત્ય છો, સદા સર્વદર્શી અને સર્વના વલ્લભ છો, કોઈના ચિંતવનમાં આવતા નથી, જેમણે સર્વ પદાર્થોને જાણી લીધા છે એવા સર્વના અંતર્યામી, સર્વ જગતના હિતકર છો, હું જિનેન્દ્ર ! સંસારરૂપી અંધકૂપમાં પડેલાં આ પ્રાણીઓને ધર્મોપદેશરૂપ હસ્તાવલંબન જ છો. ઈત્યાદિ ઘણી સ્તુતિ કરી. એ બન્ને મેઘવાહન અને સહસ્ત્રનયન ગદગદ વાણીથી, આંસુથી ભીંજાયેલ નેત્રોથી પરમ હર્ષ પામ્યા અને વિધિપૂર્વક નમસ્કાર કરીને બેઠા. સિંહવીર્યાદિક મુનિ, ઇન્દ્રાદિક, દેવ, સગર આદિ રાજા સર્વ પરમ આશ્ચર્ય પામ્યા.
પછી ભગવાનના સમોસરણમાં રાક્ષસોના ઇન્દ્ર ભીમ અને સુભીમ મેઘવાહન પ્રત્યે પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે હું વિદ્યાધરના પુત્ર મેઘવાહન! તને ધન્ય છે કે તું ભગવાન અજિતનાથના શરણમાં આવ્યો. અમે તારા ઉપર અત્યંત પ્રસન્ન થયા છીએ. અમે તને તારી સ્થિરતાનું કારણ બતાવીએ છીએ તે તું સાંભળ. આ લવણસમુદ્રમાં અત્યંત વિષમ મહારમણીય હજારો અંતર્લીપ છે. લવણસમુદ્રમાં મગરમચ્છાદિકના સમૂહુ રમે છે, તે અંતર્ધ્વપમાં ક્યાંક તો ગંધર્વ ક્રીડા કરે છે, ક્યાંક કિન્નરોના સમૂહું રમે છે, ક્યાંક યક્ષોના સમૂહું કોલાહલ કરે છે, ક્યાંક લિંપુરુષ જાતિના દેવ કેલિ કરે છે. એમની વચ્ચે એક રાક્ષસદ્વીપ છે. તે સાતમો યોજન પહોળો અને સાતસો યોજન લાંબો છે. તેની વચ્ચે ત્રિકૂટાચલ પર્વત છે, તેની અંદર પ્રવેશવું ઘણું મુશ્કેલ છે, શરણનું સ્થળ છે. પર્વતનાં શિખરો સુમેરુનાં શિખર સમાન મનોહર છે. પર્વત નવ યોજન ઊંચો, પચાસ યોજના પહોળો છે, વિવિધ પ્રકારનાં રત્નોની જ્યોતિથી મંડિત છે, તેના તટ સુવર્ણમય છે. જાતજાતની વેલોથી વીંટળાયેલાં કલ્પવૃક્ષોથી પૂર્ણ છે. તેની તળેટીમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com